ETV Bharat / state

Patan News: સિદ્ધપુર અને ચાણસ્માના ચીફ ઓફિસરની અરસપરસ બદલી

author img

By

Published : Jun 27, 2023, 7:14 AM IST

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની સાત નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની જાહેર હિતમાં બદલી કરાઈ છે. જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા અને સિધ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસરોની અરસપરસ બદલી કરવામાં આવી છે.

Patan News: સિદ્ધપુર અને ચાણસ્માના ચીફ ઓફિસરની અરસપરસ બદલી
Patan News: સિદ્ધપુર અને ચાણસ્માના ચીફ ઓફિસરની અરસપરસ બદલી

પાટણ/ સિદ્ધપુરઃ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજયના 7 જેટલા ચીફઓની બદલી કરવામાં આવી છે. જેમાં પાટણ જીલ્લાના ચાણસ્મા અને સિધ્ધપુરના ચીફ ઓફિસરોની પણ બદલીઓ કરવામાં આવી છે. સિધ્ધપુર નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા સંજય એચ.પટેલને ચાણસ્મા ખાતે મુકવામાં આવ્યા છે. જયારે ચાણસ્માના ચીફ ઓફીસર જીતેન્દ્ર એલ.પટેલને સિધ્ધપુરના નવા ચીફ ઓફીસર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

Patan News: સિદ્ધપુર અને ચાણસ્માના ચીફ ઓફિસરની અરસપરસ બદલી
Patan News: સિદ્ધપુર અને ચાણસ્માના ચીફ ઓફિસરની અરસપરસ બદલી

મોટી બદલીઃ સિધ્ધપુર શહેરમાં બે મહિના પહેલા સિંધી સમાજની યુવતી લવીનાના મૃત દેહના અંગો પીવાની પાણીની પાઇપલાઇન માંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી હતી. આ ઘટનાને લઈને યુવતીના મોત અંગે અનેક વિતર્કો વહેતા થયા હતા. પાટણના સિદ્ધપુરમાં અગાઉ યુવતીના મૃતદેહને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા.

અનેક પ્રશ્નો ઊઠ્યાઃ સિદ્ધપુર નગરજનો એ પણ ચીફ ઓફિસરની ભૂમિકા સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેને લઈને આજે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચીફ ઓફિસરોની બદલીમાં સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની ચાણસ્મા ખાતે બદલી થઈ છે. સિધ્ધપુરમાં લવિના નામની યુવતીએ પીવાના પાણીની ટાંકીમાં ઝંપલાવી મોતને વહાલુ કર્યું હતું. 15 દિવસ સુધી સિદ્ધપુરમાં આ મુદ્દો ગાજતો રહ્યો હતો. સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે લોકોમાં રોષ ફેલાયો હતો.જે રોશને શાંત પાડવા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી હોવાનો મુદ્દો સિદ્ધપુરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

  1. Patan News : ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને પાટણમાં નગરપાલિકામાં તોડફોડ, ધારાસભ્ય દોડી આવ્યાં
  2. Patan Rainfall: પાટણ જિલ્લામાં વાવાઝોડું આફતરૂપ, 50 મકાનો ધરાશાયી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.