ETV Bharat / state

પાટણમાં ધારપુર હોસ્પિટલની બંધ પડેલી 11 પૈકી ચાર લિફ્ટો ચાલુ કરાઈ

author img

By

Published : Feb 1, 2022, 1:48 PM IST

Dharpur Hospital in Patan
Dharpur Hospital in Patan

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં (Dharpur Hospitals four lifts start) છેલ્લા આઠ મહિનાથી 11 લિફ્ટ બંધ હાલતમાં હતી. જેનો અહેવાલ Etv Bharatએ પ્રસિદ્ધ કરતા લિફ્ટ (four lifts were started Out of 11) સંચાલનની જવાબદારી સંભાળતી (PIU) એજન્સીના જવાબદાર સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે ચાર લિફ્ટ ચાલુ કરી છે.

પાટણ: શહેર નજીક કરોડો રૂપિયાના ખર્ચે ધારપુરમાં (Dharpur Hospital in Patan) બનેલી અદ્યતન હોસ્પિટલમાં પાટણ ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે. જેમાંથી કેટલાક દર્દીઓને દાખલ કરવામાં આવે છે પરંતુ કોરોનાની બીજી લહેર બાદ છેલ્લા આઠ મહિનાથી આ હોસ્પિટલની અંદર 15 લિફ્ટ પૈકી 11 લિફ્ટ કોઈ કારણોસર બંધ છે. ત્રણ માળની આ અદ્યતન હોસ્પિટલમાં લિફ્ટ બંધ હોવાને કારણે અહીંયા દાખલ થતાં દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને સીડીઓના પગથિયા ચડીને પ્રથમ, બીજા અને ત્રીજા માળે જવાની ફરજ પડે છે. ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને અનેક તકલીફો ભોગવવી પડે છે.

પાટણમાં ધારપુર હોસ્પિટલની બંધ પડેલી 11 પૈકી ચાર લિફ્ટો ચાલુ કરાઈ

આ પણ વાંચો: Attack on Girl In Patan: શેરગઢ ગામે યુવકે યુવતીને છરીના ઘા મારી કરી લોહીલુહાણ

11 પૈકી ચાર લિફ્ટ ચાલુ કરાઈ

આ બાબતે Etv Bharatએ ધારપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને બંધ લિફ્ટ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જેના પગલે લિફ્ટ સંચાલનની જવાબદારી સંભાળતી પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) એજન્સીના જવાબદાર સત્તાધીશો હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બંધ લિફ્ટ ચાલુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાંથી 11 પૈકી ચાર લિફ્ટ ચાલુ કરી છે. જેથી દર્દીઓ અને તેમના સગાઓને પ્રથમ, બીજા અને ત્રીજા માળે અવર જવર કરવામાં સરળતા થઇ છે.

પાટણમાં ધારપુર હોસ્પિટલની બંધ પડેલી 11 પૈકી ચાર લિફ્ટો ચાલુ કરાઈપાટણમાં ધારપુર હોસ્પિટલની બંધ પડેલી 11 પૈકી ચાર લિફ્ટો ચાલુ કરાઈ
પાટણમાં ધારપુર હોસ્પિટપાટણમાં ધારપુર હોસ્પિટલની બંધ પડેલી 11 પૈકી ચાર લિફ્ટો ચાલુ કરાઈલની બંધ પડેલી 11 પૈકી ચાર લિફ્ટો ચાલુ કરાઈ

આ પણ વાંચો: ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણના માલજીભાઈ દેસાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

એજન્સી નક્કી થશે ત્યારે બાકીની લિફ્ટ ચાલુ કરાશે: નાયબ કાર્યપાલક ઇજનેર

ધારપુર સિવિલ હોસ્પિટલમાં PIUના જવાબદાર કર્મચારી સ્વપ્નેશ પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 11 લિફ્ટ બંધ હતી. તેના રીપેરીંગ કામ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ જે-તે એજન્સીઓ ડિસ્ક્વોલિફાઈ થવાથી રીટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે અને હાલમાં ટેન્ડર ઓનલાઈન છે. આ સમય દરમિયાન દર્દીઓને હાલાકી ન પડે તે માટે ચાર જેટલી લિફ્ટ ચાલુ કરવામાં આવી છે. જ્યારે એજન્સી નક્કી થશે ત્યારે તાત્કાલિક ધોરણે બાકીની લિફ્ટ ચાલુ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.