ETV Bharat / state

કોરોનાના સંકટને લઈને પાવાગઢ મંદિર ચૈત્ર નવરાત્રીના સમયમાં બંધ રહેશે

author img

By

Published : Apr 11, 2021, 9:21 AM IST

સમગ્ર રાજ્યમાં કોરોનાના સેકન્ડ વેવને કારણે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે ચૈત્ર નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર બંધ રહેશે.

Panchmahal
Panchmahal

  • સમગ્ર રાજ્યમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો
  • ધાર્મિક સ્થાનોને કોરોના વાઈરસને લઇ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • પાવાગઢ મંદિર પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય

પંચમહાલ: સમગ્ર રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવને કારણે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ ધાર્મિક સ્થાનોને કોરોના વાઈરસને લઇ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિર પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેની મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ બ્રિફ કરી જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાના સંકટને લઈને પાવાગઢ મંદિર ચૈત્ર નવરાત્રીના સમયમાં બંધ રહેશે

આ પણ વાંચો : બાવન શક્તિપીઠમાંનું એક પાવાગઢ મંદિર નવરાત્રિ દરમિયાન રહેશે બંધ

12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢના દ્વાર બંધ કરી દેવામાં આવશે

આગામી 13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરુ થવા જઈ રહી છે, ત્યારે નવરાત્રી પર્વમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. નવરાત્રી સિવાય પણ દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો પાવાગઢ ખાતે રહેતો હોય છે. ત્યારે હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના સેકન્ડ વેવને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડીને તમામ જાહેર સ્થળો અને યાત્રાધામોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.

ચૈત્ર નવરાત્રી દરમિયાન નિયત પૂજા વિધિ કરવામાં આવશે

આજે રવિવારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે પ્રેસ બ્રિફ કરીને જાહેરાત કરવામાં આવી છે કે, આગામી 12 એપ્રિલથી શરૂ થતી ચૈત્ર નવરાત્રી દરમિયાન નિજ મંદિર દર્શનાર્થી માટે બંધ રાખવામાં આવશે. આગામી 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢના દ્વાર બંધ કરી દેવામાં આવશે. જોકે ચૈત્ર નવરાત્રીનું શક્તિપીઠો માટે અનેરું મહત્વ હોઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન નિયત પૂજા વિધિ કરવામાં આવશે.

આ પણ વાંચો : ડિસ્કવર ઇન્ડિયા: જાણો પવિત્ર યાત્રાધામ પાવાગઢ વિશે, મહાકાળી શક્તિપીઠ

માતાજીના ઓનલાઈન દર્શન થઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા પણ ગોઠવાશે

કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી આગામી 12થી 28 એપ્રિલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીના ઓનલાઈન દર્શન થઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.