ETV Bharat / state

આરોપીઓ પેરોલ કરતાં વધારે બહાર રહેતાં હતાં, બિલ્કિસ બાનુના પતિનો આક્ષેપ

author img

By

Published : Oct 20, 2022, 7:04 PM IST

2002માં સાબરમતી ટ્રેન અગ્નિકાંડની પ્રતિક્રિયા રુપે ફાટી નીકળેલા કોમી રમખાણોના કેસોમાં બિલકિસબાનુ દુષ્કર્મ કેસ આજે પણ ચર્ચામાં છે. આ કેસના 11 દોષિતોને છોડી મૂકાવાને ( Remission 11 accused in Bilkis Bano case ) લઇને ઘણો ઉહાપોહ છે. ઈટીવી ભારત દ્વારા બિલકિસબાનુના પતિની મુલાકાત લઇને આ મુદ્દે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

આરોપીઓ પેરોલ કરતાં વધારે બહાર રહેતાં હતાં, બિલ્કિસ બાનુના પતિનો આક્ષેપ
આરોપીઓ પેરોલ કરતાં વધારે બહાર રહેતાં હતાં, બિલ્કિસ બાનુના પતિનો આક્ષેપ

પંચમહાલ 27 ફેબ્રુઆરી 2002 ની તારીખ આજે કોઈ ભૂલી શકતું નથી. કારણ કે આ દિવસે ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને ગોધરા રેલવે સ્ટેશન પર આગ લગાવવાની ઘટના બની હતી અને એમાં 58 જેટલા હિન્દુ કારસેવકો જીવતા સળગાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગુજરાત કોમી રમખાણોની આગમાં સપડાયું હતું. આ ઘટનાઓમાં બિલકિસબાનુ દુષ્કર્મ કેસ ખૂબ મોટાપાયે ચર્ચાયો હતો અને તેની કોર્ટ કાર્યવાહી પણ વરસો સુધી ચાલી હતી. જેમાં 11 આરોપીઓને આજીવન સજા ફટકારવામાં આવી હતી. જેઓને રાજ્ય સરકાર દ્વારા છોડી મૂકાતાં ( Remission 11 accused in Bilkis Bano case ) ભારે ઉહાપોહ વ્યાપ્યો છે.

11 દોષિતોને જેલમુક્તિ પર બિલકિસબાનુના પતિ સાથે વાતચીત

હવે શું છે વિવાદ અમદાવાદ ગોધરા સબજેલમાં કેદ બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓને જેલ (Bilkis Bano case) મુક્ત કરાયા છે. બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓ જેલ મુક્ત કરવા ઓગસ્ટમાં રાજ્ય સરકારે હુકમ કર્યો હતો. મહત્વનું છે કે આ આરોપીઓ પર દાહોદમાં સામૂહિક દુષ્કર્મ, હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે ગુનો નોંધાતા CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે આરોપીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારને નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે આરોપીઓને જેલ મુક્ત કરવાનો આદેશ આપ્યો. તમામ 11 કેદીઓને મુક્ત કરવાનો હુકમ કરતા આજે તેઓને જેલ મુક્ત કરાયા છે.

બિલકિસ બાનુના પતિનો આક્ષેપ 11 આરોપીની જેલ મુક્તિને લઇને બિલકુલ બાનુના પરિવાર તેમજ અન્ય સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. બિલકિસ બાનુના પતિ યાકુબ રસૂલ પટેલેએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ પેરોલ કરતાં વધારે બહાર રહેતાં હતાં વધુ બહાર રહેતાં હતાં. આ તમામ લોકોને પાછા જેલ ભેગા કરવામાં આવે. અમારી આટલા વર્ષોની લડાઇ છે ત્યારે અમારી આશા છે કે અમારી 21 વર્ષની લડાઇમાં અમને ઇન્સાફ મળશે. પહેલાં જ્યારે આ આરોપીઓ પેરોલ પર છૂટીને આવતા હતા ત્યારે ઓછો ડર હતો પણ હાલ સંપૂર્ણ જેલ મુક્ત ( Remission 11 accused in Bilkis Bano case ) થયા છે તો વધારે ડર લાગે છે. ગુજરાત સરકાર તેમની રીતે કમિટી બનાવીને આ જજ્ઞન્ય કૃત્ય કરનાર આરોપીઓને છોડી મૂક્યા છે એ બહુ ખોટું છે. એમને ફરીથી જેલ ભેગા થાય એવી અમારી કોર્ટ અને સરકારને વિનંતી છે .

શું હતી ઘટના 2002માં ગોધરાકાંડ વખતે અમદાવાદમાં 17 લોકોએ બિલકિસના પરિવાર પર હુમલો કર્યો હતો. ત્રણ માર્ચ 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બારીયા ગામમાં ટોળાએ બિલકિસ બાનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવાઈ હતી. જેમાં બિલકિસ પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરાયું ત્યારે બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ હતો. આ મામલે 21 જાન્યુઆરી 2008માં મુંબઈ કોર્ટ 12 લોકોને હત્યા અને દુષ્કર્મના આરોપી જાહેર કર્યા હતા. ત્યારબાદ ટ્રાયલ કોર્ટે તમામ આરોપીને ઉમર કેદની સજા આપી હતી. જોકે તમામ આરોપીએ મુંબઈ હાઈકોર્ટમાં ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ મુંબઈ હાઈકોર્ટે તમામ આરોપીની સજા યથાવત રાખી હતી.

આરટીઆઈ કરી તમામ માહિતી માગવામાં આવી વધુમાં અબ્દુલ રઝાક મન્સૂરીએ ગોધરા કલેકટર પાસે આરટીઆઈ અંતર્ગત 17/8/22 ના રોજ માહિતી માંગી છે કે ગોધરા સબજેલ સલાકારની મિટિંગોની મિનિટ્સ તેમજ માફીની નીતિ 1992 અને માફી નીતિ 2014 હેઠળ કેદીઓને છોડવાની પરવાનગી આપતા ગૃહ મંત્રાલયના કાગળો તેમજ તેમને મુક્ત કરાયાની પરવાનગી આપતા કાગળો તારીખ 1/1/22 થી 15/8/22 સુધી ની વિગતો આપવા માટે એક આરટીઆઈ કરાઈ છે.

2008માં આરોપીઓને થઇ હતી સજા સીબીઆઇની વિશેષ કોર્ટે 11 દોષીઓને 21 જોન્યુઆરી 2008 ના રોજ સામૂહિક દુષ્કર્મ અને બિલકિસ બાનુના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજો સંભળાવી હતી. પછી મુંબઇ હાઇકોર્ટે પણ તેની દોષિતોની સજા યથાવત રાખી. આ દોષીઓને 15 વર્ષથી વધુ જેલની સજો સંભળાવી હતી, ત્યારબાદ તેમાંથી એક દોષિતેે સમય પહેલાં મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આપને જણાવી દઇએ કે ગોધરાકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન દાહોદના રણધિકપુર ગામમાં 3 માર્ચ 2022ના રોજ બિલકિસ બાનુના પરિવાર પર ભીડે હુમલો કર્યો હતો. જેમાં બિલકિસના પરિવારના સાત લોકોના મોત થયા હતાં. તે સમયે બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે ગેંગરેપ (Bilkis Bano case) કરાયો હોવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.