ETV Bharat / state

Pavagadh Mahakali Temple: પાવાગઢ મહાકાળી મંદિર નવીનીકરણને લઈને 4 દિવસ ભક્તો માટે બંધ રહેશે

author img

By

Published : Dec 9, 2021, 8:54 PM IST

Pavagadh Mahakali Temple: પાવાગઢ મહાકાળી મંદિર નવીનીકરણને લઈને 4 દિવસ ભક્તો માટે બંધ રહેશે
Pavagadh Mahakali Temple: પાવાગઢ મહાકાળી મંદિર નવીનીકરણને લઈને 4 દિવસ ભક્તો માટે બંધ રહેશે

પાવાગઢ મહાકાળી મંદિર (Pavagadh Mahakali Temple )વર્ષોથી ભક્તોની અસ્થાનું કેન્દ્ર છે. જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ભક્તો પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં આવી માતાના દર્શન કરી ધનત્યતા અનુભવે છે.ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ઘણા મંદિરોના નવીનીકરણની કામગીરી(Renovation of Pavagadh temples ) હાથ ધરવામાં આવી છે.આ નિવિનિકરણની પાવાગઢ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.13 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુંધી મંદિર બંધ રાખવામાં આવશે જેની એક યાદી પાવાગઢ મંદિર ટ્રસ્ટ(Pavagadh Temple Trust ) દ્વારા જાણ કરવામાં આવી છે.

  • પાવાગઢ મંદિર અને રોપવે 4 દિવસ સુધી બંધ રહેશે
  • રોપવેના વાર્ષિક મેન્ટનેશના લીધે રહેશે બંધ
  • મંદિરના ભાગનું કામ ચાલતું હોવાથી મંદિર બંધ રહેશે

પંચમહાલઃ પાવાગઢ મહાકાળી મંદિર(Pavagadh Mahakali Temple ) વર્ષોથી ભક્તોની અસ્થાનું કેન્દ્ર છે. જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ભક્તો પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં આવી માતાના દર્શન કરી ધનત્યતા અનુભવે છે. ખાસ કરીને આસો અને ચૈત્રી નવરાત્ર માં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. આ સમય દરમ્યાન દર્શન માટે ખાસ વ્યવસ્થા મંદિર અને તંત્ર દ્વારા કરવામાં આવે છે .ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ઘણા મંદિરોના નવીનીકરણની(Renovation of Pavagadh temples ) કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાવાગઢ મંદિરનું નવીનીકરણની કામગીરી

આ નવીનીકરણની પાવાગઢ મંદિરનો (Renovation of Pavagadh temples )પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં માચીથી લઈને મંદિર સુધી ભક્તોને ચાલતા જવામાં સુગમતા રહે તે હેતુ થી મોટા પગથિયાની કામગીરી કરવામાં આવી રહી જે પૂર્ણ થવાના આરે છે. તેમજ નિજ મંદિરમાં પણ ફેરફારો કરી પેહલા કરતા મંદિર વિસ્તારને મોટો કરી વધારે ભક્તો એકીસાથે દર્શન કરી શકે તે હેતુથી નવો બનાવામાં આવી રહ્યો છે. જેમાં હાલ આગામી ચાર દિવસ એટલે કે 13 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુંધી મંદિર બંધ રાખવામાં આવશે જેની એક યાદી પાવાગઢ મંદિર ટ્રસ્ટ(Pavagadh Temple Trust ) દ્વારા જાણ કરવામાં આવી છે.

પાવાગઢ યાત્રાધામ

યાત્રાધામ પાવાગઢ ખાતે પર્વત પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે. જેમાં પર્વત પર માતાજીના મંદિર સુધી યાત્રિકો રોપવે મારફતે પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જેમાં પાવાગઢ ખાતે રોપવેનું સંચાલન કરતી ઉષા બેક્રો લિમિટેડ દ્વારા રોપવેની વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઇ આગામી 13- 12-2021 થી તારીખ 18-12-2021 સુધી છ દિવસ માટે યાત્રિકો માટે રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની માહિતી રોપવે એજન્સી દ્વારા યાદી પ્રસિદ્ધ કરીને આપવામાં આવી છે જેમાં 13 મી ડીસેમ્બર થી 18મી ડિસેમ્બર સુધી બંધ રહેશે .

આ પણ વાંચોઃ CM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે

આ પણ વાંચોઃ Rajasthan Investment Summit: રાજસ્થાનને ગુજરાતમાંથી મળ્યા 1 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.