CM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે

author img

By

Published : Dec 9, 2021, 7:45 AM IST

CM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે
CM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે ()

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુબઇ(CM Bhupendra Patel Dubai tour) પહોંચી વર્લ્ડ એકસ્પોની(world expo dubai) મુલાકાતથી દુબઈ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. જેમાં યુએઈના બે મંત્રીઓ અને આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠક કરી રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટમાં(vibrant gujarat global summit 2022) સહભાગી થઈ ગુજરાતના વિકાસ મોડલની પ્રત્યક્ષ મુલાકાત કરવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યપ્રધાનએ દુબઈની ઓબરોય હોટલમાં આયોજિત રોડ શો(CM Bhupendra Patel road show in Dubai) દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક, કૃષિ, સામાજિક માળખાકીય, એમ સર્વગ્રાહી વિકાસથી આત્મનિર્ભર બની આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે.

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસીય દુબઈ મુલાકાતે
  • પ્રથમ દિવસે યુએઈના બે મંત્રી અને રોકાણકારો સાથે મુલાકાત કરી ગુજરાત આવવા આમંત્રણ આપ્યો
  • દુબઈમાં ગુજરાતના મુખ્યપ્રધાનનો રોડ શો યોજાયો

અમદાવાદઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુબઇ(CM Bhupendra Patel Dubai tour) પહોંચી વર્લ્ડ એકસ્પોની(world expo dubai) મુલાકાતથી દુબઈ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને, ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. સાથે દુબઈ મુલાકાતના પ્રથમ દિવસે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુએઈના બે મંત્રીઓ અને આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠક કરી રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટમાં(vibrant gujarat global summit 2022) સહભાગી થઈ ગુજરાતના વિકાસ મોડલની પ્રત્યક્ષ મુલાકાત કરવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું.

2021માં ગુજરાત ભારતમાં સૌથી વધુ FDI મેળવવામાં સફળ રહ્યુંઃ મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં લોજિસ્ટિકની સુવિધાઓ સક્રિય નીતિ નિર્માણ અને રોકાણકારો માટે સાનુકુળ વાતાવરણના કારણે જ 2021માં ગુજરાત ભારતમાં સૌથી વધુ FDI(Foreign direct investment) મેળવવામાં સફળ રહ્યો છે ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ 2022 અંતર્ગત દુબઈમાં બે દિવસથી મુલાકાત માટે ગયા છે. મુખ્યપ્રધાનએ વિઝિટ દરમિયાન આઠ જેટલા રોકાણકારો સાથે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ધોલેરા SIR ગિફ્ટ સિટી(gift city in gujarat) વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચના વિકાસ ઉપર ગુજરાત પર ભાર મૂક્યો હતો.

ગુજરાત આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે

મુખ્યપ્રધાનએ દુબઈની ઓબરોય હોટલમાં આયોજિત રોડ શો(CM Bhupendra Patel road show in Dubai) દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને અર્બનાઈઝડ ઇકોનોમી ધરાવતા રાજ્યોમાંનું એક રાજ્ય છે અને સામાજિક આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર બન્યો છે. આ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આત્મનિર્ભર ભારત સેલ્ફરિલાયન્ટ ભારત માટેનું આવાહન કરી રહ્યું છે. ગુજરાત ઔદ્યોગિક, કૃષિ, સામાજિક માળખાકીય, એમ સર્વગ્રાહી વિકાસથી આત્મનિર્ભર બની આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ VGGS 2022: ગુજરાતનો ડંકો વગાડવા યુરોપના 3 દેશમાં થયાં રોડ શૉ, જાણો શું થઇ રજૂઆતો

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવાની કામગીરી શરૂ, બેનર માટે ખાસ કરાઈ વ્યવસ્થા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.