ETV Bharat / state

ગોધરા BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અનોખી પહેલ, રક્તદાન કરી કરી દેશની સેવા

author img

By

Published : Apr 10, 2020, 10:01 PM IST

ભારત દેશમાં લોકડાઉન છે. ત્યારે અનેક લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યમાં આવેલી બ્લડ બેન્કોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે ગોધરા ખાતે આવેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેન્કની આ જ હાલત છે.

ગોધરા બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અનોખી પહેલ, રક્તદાન કરી કરી દેશની સેવા
ગોધરા બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અનોખી પહેલ, રક્તદાન કરી કરી દેશની સેવા

પંચમહાલઃ સમગ્ર વિશ્વમાં જેના કારણે હાહાકાર મચી રહ્યો છે. ત્યારે અનેક લોકોને તકલીફનો સામનો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ડૉકટર્સ દ્વારા પણ લોકોને ઇમરજન્સી સિવાય હોસ્પિટલ ન જવું તેવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. પરંતુ લોકડાઉનની સ્થિતિમાં એવા ઘણા લોકો છે કે જેમને થેલેસેમિયાની બીમારી છે.

ગોધરા બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અનોખી પહેલ, રક્તદાન કરી કરી દેશની સેવા
ગોધરા બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અનોખી પહેલ, રક્તદાન કરી કરી દેશની સેવા

તમને ખાસ લોહીની જરૂર પડતી હોય તેમજ ગર્ભવતી મહિલાઓને પણ પ્રસુતિ દરમિયાન લોહીની જરૂર પડતી હોય છે. ત્યારે આ લોકોડાઉનના સંજોગોમાં રાજ્યમાં આવેલી બ્લડ બેન્કોની સ્થિતિ બ્લડ ડોનેશન ઓછુ થવાને લઈને નાજુક બની છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં પણ બ્લડ યુનિટની હાલની માગ સામે ઓછા બ્લડ યુનિટનો જથ્થો છે.

ગોધરા બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અનોખી પહેલ, રક્તદાન કરી કરી દેશની સેવા
ગોધરા બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અનોખી પહેલ, રક્તદાન કરી કરી દેશની સેવા

ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા ઈન્ડિયન રેડ ક્રોસ સોસયટી સંચાલિત બલ્ડ બેંકમાં હાલના સમયમાં રોજીંદી 50 યુનિટ રક્તની માગ સામે બ્લડ બેંક પાસે માત્ર 200 યુનિટ જ રક્ત છે. પંચમહાલ જિલ્લામાં હાલ ર્કતની રોજીંદી વધુ પડતી જરુરિયાતને પહોંચી શકાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા પંચમહાલની જનતાને અપીલ કરવામાં આવી હતી કે, યોગ્ય સોશિયલ ડિસ્ટન્ટ રાખી લોકો આ સમાજ ઉપયોગી કામમાં આગળ આવે અને રક્તદાન કરે જેમાં દરેક આફતના સમયે હંમેશા પોતાનું યોગદાન કરનાર ધાર્મિક સંસ્થાઓ આગળ આવતી હોય છે અને અનેક પ્રકારે પોતાની સેવા આપીને દેશહિતમાં સહભાગી થાય છે .

આજે પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે આવેલા બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા ગુજરાતમાં પ્રથમ કહી શકાય એવી અનોખું યોગદાન આપ્યું છે. હાલરકતદાનની અછત હોવાની જાણ BAPS સંસ્થાના સંતોને થતા તેમને તેમજ બીજા હરિભક્તોએ ભેગા મળી 20 યુનિટ જેટલું રક્તદાન ગોધરા ખાતે ચાલતી રેડ કોર્સ સોસાયટી સંચાલિત બ્લડ બેન્કમાં કર્યું હતું.

જેમાં સંસ્થા દ્વારા લોકડાઉનમાં રોજ 200 જેટલા ટિફિન ગામડાંના જરૂરિયાત લોકોને પહોંચાડવામાં આવે છે. તેમજ રોજે રોજ રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવે છે. ખરે ખર આ ધાર્મિક સંસ્થા દ્વારા ધાર્મિક કામગીરી સિવાયની દેશ સેવાને સલામ છે. આ રકતદાન કેમ્પમાં ગોધરાના ધારાસભ્ય સી .કે રાઉલજી તેમજ ગોધરા પ્રાંત અધિકારી વિશાલ સકશેના હાજર રહી સંતોની કામગીરીને વંદન કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.