ETV Bharat / state

કાલોલમાં ATM ચોરીનો પ્રયાસ, ગણતરીની કલાકોમાં 2 આરોપી ઝડપાયા

author img

By

Published : Jul 28, 2019, 11:41 AM IST

કાલોલ: પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના ડેરોલ રોડ પર આવેલા કોટક મહેન્દ્રા બેન્કના ATMને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા CCTV કેમેરાની મદદ લઈ 2 ચોરને બાઈક સાથે કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

Arrested

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ રોડ પર કોટક મહેન્દ્રા બેન્કનું ATM આવેલુ છે. ગતરાત્રી દરમિયાન કોઈ અજાણ્યા 2 જેટલા શખ્શો દ્વારા બેન્કના ATMને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે તે 2 શખ્શોને તેમનો પ્રયાસમાં સફળતા મળી ન હતી.

કાલોલ ATMમાં ચોરીનો પ્રયાસ, ગણતરીની કલાકોમાં 2 આરોપી ઝડપાયા

જો કે, આ સમગ્ર ચોરીનો પ્રયાસ CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. બીજા દિવસ સવારે બેન્કના મેનેજરને જાણ થતા આ બાબતે મેનેજર દ્વારા કાલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને લઈ પોલીસ દ્વારા CCTV કેમેરાની મદદ લઈ કાલોલમાં સઘન તપાસ હાથ ઘરવામાં આવી હતી. કાલોલના રસ્તા પર નાકાબંધી કરતા 2 યુવકો પર શંકા જતા તેમને રોકી વધુ પૂછપરછ કરતા, તેમણે પોતાનો ગુનો કબુલ્યો હતો. તેઓ જે મોટર સાયકલ પર જતા હતા તે વિશે પૂછતાં મોટર સાયકલ પણ ચોરીનું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ હતું.

Intro:કાલોલના ડેરોલ રોડ પર આવેલ કોટક મહેન્દ્રા બેન્કના એ ટી એમ ને તોડવાનો નિષફળ પ્રયાસ કરનાર 2 ચોરોને ચોરી ની બાયક સાથે કાલોલ પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યા.Body:પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા ના ડેરોલ રોડ પર કોટક મહેન્દ્રાબેન્ક નું atm આવેલ છે .જે ને ગતરાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા 2 જેટલા શખ્સો દવારા બેન્ક ના etm ને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તે શખ્સો ને સફળતા મળી ન હતી .જો કે આ સમગ્ર ચોરી નો પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. બીજા દિવસ સવારે બેન્ક ના મેનેજર ને જાણથતા આ બાબતે મેનેજર દવારા કાલોલ પોલીસ ને જાણ કરવામાં આવી હતી .બનાવ ની ગંભીરતા ને લઈ પોલીસ દવારા સીસીટીવી કેમેરા ની મદદ લઈ કાલોલ માં સઘન નાકાબંધી કરી હતી જે દરમ્યાન એક મોટર સાયકલ પર સવાર થતા 2 યુવકો પર શંકા જતા તેમને રોકી વધુ પૂછપરછ કરતા તેઓ દવારા જ ગતરાત્રી એ બેન્ક ના atm માં જઇ ને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો એવી કબૂલાત કરવામાં આવી હતી અને મોટર સાયકલ વિશે પૂછતાં મોટર સાયકલ પણ ચોરી નું હોવાનું પોલીસ સૂત્રો પાસે થી જાણવા મળેલ હતું .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.