ETV Bharat / state

Student Death in Navsari: પિતાની વેદના, બાળકોના આરોગ્યની નાની સમસ્યાને અવગણવી મોટી ભૂલ બની શકે છે

author img

By

Published : Mar 30, 2022, 8:59 PM IST

નવસારીમાં ધોરણ 12ના વિદ્યાર્થી (Student Death in Navsari)નું હાર્ટએટેકથી મોત થયું છે. મૃતકના પિતાએ કહ્યું કે તેમના દિકરાને 2 દિવસથી પિત્તની સમસ્યા હતી. તેમણે જણાવ્યું છે કે બાળકોને સામાન્ય તકલીફ હોય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. નાની બીમારીને અવગણવી પણ મોટી ભૂલ થઈ શકે છે.

પિતાની વેદના, બાળકોના આરોગ્યની નાની સમસ્યાને અવગણવી મોટી ભૂલ બની શકે છે
પિતાની વેદના, બાળકોના આરોગ્યની નાની સમસ્યાને અવગણવી મોટી ભૂલ બની શકે છે

નવસારી: 2 વર્ષ બાદ બોર્ડની પરીક્ષાઓ (GSEB Gujarat Board Exams 2022) લેવાઇ રહી છે, પરંતુ ગત 2 દિવસોમાં પરીક્ષા દરમિયાન કે પરીક્ષા પૂર્વે 2 વિદ્યાર્થીઓના હાર્ટએટેકથી મોત (Student Death in Navsari) થયાનું સામે આવ્યું છે. ત્યારે નવસારીના ઉત્સવ શાહને 2 દિવસથી પિત્તની સમસ્યા જણાઈ હતી, પરંતુ સામાન્ય સમસ્યા હાર્ટએટેક (Heart Attack Cases In Gujarat) સુધી પહોંચી હતી. જેથી ઉત્સવના પિતાએ સામાન્ય બીમારી કે સામાન્ય લાગતી સમસ્યાને ન અવગણવા અન્ય વાલીઓને અપીલ કરી હતી.

2 દિવસોમાં પરીક્ષા દરમિયાન કે પરીક્ષા પૂર્વે 2 વિદ્યાર્થીઓના હાર્ટએટેકથી મોત.

2 દિવસથી પિત્તની સમસ્યા હતી- મોત ક્યાં અને કેવી રીતે આવશે એ કોઈ કળી શકતુ નથી. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં અમદાવાદ બાદ નવસારીમાં પણ બોર્ડનો વિદ્યાર્થી હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યો છે. ઉત્સવને 2 દિવસથી પિત્તની સમસ્યા (bile problem symptoms) હતી. સોમવારે પિત્તને કારણે ઉલ્ટી પણ થઈ હતી. જ્યારે ગત રોજ સવારથી જ તેને સારૂ લાગતુ નહોતું. બપોરે તેને વધુ તકલીફ લાગતા પિતાને ફોન કર્યો હતો. જેથી નરેન્દ્રભાઈ સોડા લઈને એપાર્ટમેન્ટના દાદરે પહોંચ્યાં એ પૂર્વે જ ઉત્સવને ગંભીર હાર્ટએટેકનો હુમલો આવતા તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો: Board Exam 2022: વિદ્યાર્થીને પરીક્ષામાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

બાળકને સામાન્ય બીમારી હોય તો પણ ડૉક્ટરનો સંપર્ક કરવો- તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (108 Ambulance Navsari) બોલાવી હોસ્પિટલ લઈ જવાયો હતો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયુ હતુ. જેથી પિતા નરેન્દ્ર શાહે એકનો એક વ્હાલસોયો ગુમાવ્યા બાદ બાળકોની કોઈપણ નાની અમથી સમસ્યાને પણ સામાન્ય ન ગણવાની અપીલ કરી છે. બાળકના આરોગ્યને લગતી સામન્ય તકલીફ હોય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, નહીં તો મોટી ખોટ ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: Student Death in Navsari: આંકડાશાસ્ત્રનું પેપર આવતા જતા પહેલા ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત

બાળકો પુરતુ ભોજન અને પાણી લે છે કે નહીં તેનું ધ્યાન રાખવું- બોર્ડની પરીક્ષા હોવાથી બાળકોમાં પરીક્ષાને લઈને ચિંતા હોય છે. સ્ટ્રેસને કારણે માથુ દુઃખવુ, બેચેની થવી, પિત્ત થવું, અપચો લાગવો જેવી સામાન્ય બીમારી (Diseases in children) દેખાય છે. જ્યારે હાલ ઉનાળો ચાલી રહ્યો છે, જેથી સન સ્ટ્રોકને કારણે ડિહાઇડ્રેશન સાથે જ હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિ પણ પહોંચી શકે એવુ નિષ્ણાત ડોકટર અનુમાન લગાવી રહ્યા છે. જેથી પરીક્ષાના સમયમાં અને ખાસ કરીને ઉનાળાના દિવસોમાં બાળકોને પુરતુ ભોજન લે છે કે નહીં, પુરતા પ્રમાણમાં પાણી પીએ છે કે નહીં, સામાન્ય તકલીફમાં પણ ફેમિલી ડોકટર કે ફિઝિશયન પાસે તપાસ કરાવવી જોઇએ.

વાલીઓ બાળકોની સ્થિતિ પ્રત્યે સભાન રહે એ જરૂરી- બાળકોને ઘરનું વાતાવરણ (Home environment for children) હળવું હોવા છતાં પણ પરીક્ષાના સમયે પ્રશ્નપત્રને લઈ હળવી ચિંતા હોય જ છે. ત્યારે આવી સ્થિતિમાં સામાન્ય શારીરિક તકલીફોની અવગણના ઘણીવાર ન પુરી શકાય એવી ખોટ ઊભી કરે છે, જેથી વાલીઓ બાળકો પ્રત્યે સભાન રહે એ જ સમયની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.