ETV Bharat / state

નવસારીમાં સરકારી ચોપડે એપ્રિલ મહિનામાં 2 મોત, જ્યારે સ્મશાનમાં 129 મૃતદેહને કોવિડ ગાઇડલાઇનથી અપાયો અગ્નિદાહ

author img

By

Published : Apr 17, 2021, 10:13 PM IST

નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સામે નવસારીના વિરાવળ સ્મશાન ભૂમિમાં પણ કોરોના ઇન્ફેકટેડ મૃતદેહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં સ્મશાન ભૂમિમાં કુલ 504 કોરોના ઇન્ફેકટેડ મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરાયા છે, એપ્રિલ મહિનાના 16 દિવસોમાં જ વિરાવળ સ્મશાન ભૂમિમાં 129 કોરોનામાં મૃત્યુ પામનારા મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેની સામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં ફક્ત બે જ લોકોના કોરોનાના કારણે મોત બતાવાયા છે, જે તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે.

વિરાવળ સ્મશાન ભૂમિ
વિરાવળ સ્મશાન ભૂમિ

  • નવસારીના વિરાવળ સ્મશાન ભૂમિમાં એપ્રિલના 16 દિવસોમાં કોરોના 129 મૃતદેહો આવ્યા
  • એક વર્ષમાં સ્મશાન ભૂમિમાં 504 કોરોના ઇન્ફેકટેડ મૃતદેહોના કરાયા અગ્નિ સંસ્કાર
  • એપ્રિલમાં નવસારી સિવિલ હોસ્પિટલમાંથી કોરોનામાં 25 લોકોના મોત

નવસારી : જિલ્લામાં માર્ચ મહિનાથી કોરોના બુલેટ ગતિથી આગળ વધી રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં ગત 16 દિવસોમાં 550 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 25 ટકા લોકો જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં કોરોનાને કારણે મોતને ભેટ્યા હોવાનું નવસારી વિરાવળ સ્મશાન ભૂમિના આંકડાઓ દર્શાવી રહ્યા છે. સ્મશાનના આંકડાઓ પર નજર કરીએ, તો એપ્રિલ મહિનાના પ્રારંભથી 16 એપ્રિલ સુધી કોરોનાથી મૃત્યુ પામેલા 129 મૃતદેહોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

એક વર્ષમાં સ્મશાન ભૂમિમાં 504 કોરોના ઇન્ફેકટેડ મૃતદેહોના કરાયા અગ્નિ સંસ્કાર

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં કોરોનાને કારણે ફક્ત બે લોકોના મોત દર્શાવવામાં આવ્યા

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં કોરોનાને કારણે ફક્ત બે લોકોના મોત દર્શાવવામાં આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગના મોતના આંકડા અને વિરાવળ સ્મશાન ભૂમિના કોરોનાથી મૃત્યુ પામનારા મૃતદેહોના આંકડામાં જમીન-આસમાનનો ફરક જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ ફક્ત એક સ્મશાન ગૃહના આંકડા છે, જિલ્લાના અન્ય સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનમાં કોરોનાને કારણે થતી દફનવિધિના આંકડાઓ મેળવવામાં આવે તો આંકડો હજૂ પણ ચોંકાવનારો હોઈ શકે છે.

વિરાવળ સ્મશાન ભૂમિ
સ્મશાનમાં 129 મૃતદેહને કોવિડ ગાઇડલાઇનથી અપાયો અગ્નિદાહ

રજિસ્ટરમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલમાંથી આવી રહ્યા છે કોરોના મૃતદેહો

નવસારીના વેરાવળ સ્મશાન ગૃહ ઓના રજિસ્ટર પર નજર કરવામાં આવે તો કોરોના કાળથી અત્યાર સુધીમાં અંદાજે 504 કોરોનામાં અવસાન પામનારા મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા છે. જેમાં એપ્રિલ મહિનામાં 16 દિવસોમાં 129 કોરોના ઇન્ફેકટેડ મૃતદેહો આવ્યા હતા. જેમાં પણ સૌથી વધુ 13 એપ્રિલે 18 મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા હતા. જિલ્લામાં નવસારી સિવિલ હોસ્પિટલમાંથી જ વધુ મૃતદેહો વિરાવળ સ્મશાન ભૂમિએ જાય છે, એપ્રિલ મહિનામાં 16 એપ્રિલ સુધીમાં જ 25 મૃતદેહો એકલા સિવિલ હોસ્પિટલના હતા.

વિરાવળ સ્મશાન ભૂમિ
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં કોરોનાને કારણે ફક્ત બે લોકોના મોત દર્શાવવામાં આવ્યા

આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ

કોરોના મુદ્દે આરોગ્ય વિભાગ ખાનગી હોસ્પિટલના આંકડા અને કોરોનાની સાથે કો મોરબીડ અવસ્થામાં દર્દીનુ મોત થયું હોય, તો તેને સરકારી આંકડામાં ધ્યાનમાં લેવાતું હોવાનું જણાવી ચૂક્યું છે. જેથી કોરોનાને કારણે થતા મોતના આંકડાઓ મુદ્દે આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.

વિરાવળ સ્મશાન ભૂમિ
25 ટકા લોકો જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં કોરોનાને કારણે મોતને ભેટ્યા હોવાનું નવસારી વિરાવળ સ્મશાન ભૂમિના આંકડાઓ દર્શાવી રહ્યા છે

અન્ય જિલ્લામાં સામે આવેલા આંકડા

ભાવનગરમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં 76 મોત, જ્યારે એક જ સ્મશાનમાં રોજના 20 મૃતદેહને અપાય અગ્નિદાહ

ભાવનગરમાં દૈનિક 100થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. આ સાથે સ્મશાનમાં મૃતદેહોનો ધસારો ઓછો થતો નથી, ત્યારે તંત્રના ચોપડે મોતની સંખ્યા શૂન્ય હોવા છતાં સ્મશાનમાં 15થી 20 એક સ્મશાનમાં મૃદેહ આવી રહ્યા છે. હાલ સ્મશાનમાં લાકડાઓ માટે દાતા પર નિર્ભર છે, ત્યારે સ્મશાનના ટ્રસ્ટીએ સરકાર પર આકરા પ્રહારો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

ભાવનગર શહેરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા રોજની એક કુંભારવાડા, ગોરડ કે ચિત્રા જેવા સ્મશાનમાં જોવા મળે છે. સ્મશાનના ચોપડે નોંધાયેલા નામ અને આંકડા કહે છે કે, એક સ્મશાનમાં ઓછામાં ઓછા રોજના 10 તો હોય જ છે, તો ચારના હિસાબ પ્રમાણે 40 મોત શહેરમાં થઈ રહ્યા છે, પણ તંત્રના ચોપડે એક પણ મોત નોંધાયું નથી. કુંભારવાડામાં ETV BHARAT દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે કુંભારવાડામાં આશરે 20 મૃતદેહો ગુરૂવારના જોવા મળ્યા છે, ત્યારે તંત્ર આંકડો આખરે કેમ નથી આપતી તે પ્રશ્ન જરૂર ઉભો થયો છે.

ભારતના વિવિધ રાજ્યોના આંકડાઓ પર એક નઝર

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં ગત 24 કલાકમાં કોરોનાનાં 10,166 નવા કેસ નોંધાયા છે. જે સાથે 53 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં સરેરાશ એક જ દરે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

મધ્યપ્રદેશમાં 12 એપ્રિલના આંકડા જોઈએ, તો સત્તાવાર માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આ દિવસે કોરોનાને કારણે 47 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે તે દિવસે ભોપાલના સ્મશાન સ્થળે 58 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આવી જ રીતે છીંદવાડામાં 37થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ રીતે ભોપાલ અને છિંદવાડામાં કુલ 74 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જે તે દિવસે રાજ્યમાં કોરોનાના મૃત્યુની સત્તાવાર આંકડા કરતા વધારે હતી. ઉલ્લેખનીય છે કે, અમે ફક્ત બે શહેરના સ્મશાન ગૃહમાંથી અંતિમવિધિના આંકડા આપ્યા છે.

દિલ્હી

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યો છે, ત્યારે ગત 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 16,699 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 112 લોકોનાં મોત થયા છે. દિલ્હીમાં હાલ કુલ 54,309 સક્રિય કેસ છે.

રાજધાની દિલ્હીમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોના સરકારી આંકડા અને સ્મશાન ગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કારના આંકડા પણ અનેક સવાલો ઉભા કરે છે. 12 એપ્રિલના રોજ દિલ્હીના આંકડા પર નજર નાખો તો, દિલ્હીની દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના સ્મશાન ઘાટમાં 43 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને 40 મૃતદેહોને નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના સ્મશાન ઘાટમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ રીતે ફક્ત બે મ્યુનિસિપલ કોર્પોરેશનો હેઠળ કુલ 72 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે સરકારના આંકડા મુજબ, 12 એપ્રિલના રોજ, 72 લોકોના મોત થયા હતા.

છત્તીસગઢ

છત્તીસગઢમાં પણ ગત 24 કલાકમાં કોરોનાના 15,256 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાને કારણે કુલ 105 લોકોનાં મોત પણ થયાં છે, પરંતુ દિલ્હી અને મધ્ય પ્રદેશની જેમ છત્તીસગઢમાં પણ કોવિડથી થયેલા મોતના સત્તાવાર સવાલો ઉભા કરે છે.

છત્તીસગઢના કિલ્લામાં કોરોના ઇન્ફેક્શનની ગતિ ભયાનક છે. પહેલા રાજ્ય સરકારે કિલ્લામાં જ પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું હતું. 13 એપ્રિલના આંકડા પર નજર કરીએ તો દુર્ગના એક સ્મશાન ગૃહમાં કુલ 61 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે સરકારી આંકડા મુજબ 13 એપ્રિલના રોજ સમગ્ર છત્તીસગઢમાં 73 લોકોનાં મોત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.