Teachers Recruitment Navsari: ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે અનોખી 'પરીક્ષા'

Teachers Recruitment Navsari: ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે અનોખી 'પરીક્ષા'
નવસારીમાં ધોરણ 11 અને 12 માં ગણિતના શિક્ષકની ભરતી માટે એક નવી અને અનોખી પદ્ધતિ શોધી કાઢી છે.જેમાં એક દાખલો આપવામાં આવ્યો હતો. જેનો જવાબ એક નંબર હતો. આ દાખલાનો જવાબ લાવી અને જે જવાબમાં નંબર આવે તેમાં ફોન કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
નવસારીઃ અત્યાર સુધી કોઈ પણ શાળામાં ભરતી માટે શિક્ષકોનો એક ડેમો લેક્ચર ગોઠવવામાં આવે છે. પણ નવાસારીની એક સ્કૂલે શિક્ષકની ભરતી કરવા માટે શિક્ષક સામે એક ટાસ્ક મૂક્યો છે. જેમાં એક દાખલો ગણવાનો રહે છે. નવસારીમાં આવેલી ભક્તાશ્રમશાળાએ ધોરણ 11 અને 12 માં ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે એક એવી અનોખી પદ્ધતિ શોધી કાઢી છે. જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે.શાળાના શિક્ષકે ગણિતનો એક એવો દાખલો તૈયાર કર્યો. જેના જવાબમાં મોબાઈલ નંબર છૂપાયેલો હતો. જેને નોકરી જોઈતી હોય તે દાખલાઓ જવાબ મેળવી ફોન કરે તેવી અનોખી શરત રાખમાં આવી હતી.
આ પણ વાંચો સાવિત્રી બાઈ ફૂલે જયંતિ 2023: સ્ત્રીઓને સન્માન આપનાર નાયિકા
ભરતી પ્રક્રિયા: શાળાઓમાં ભરતી પ્રક્રિયામાં ક્યારેક અધિકારીઓ રાજકારણીઓને ઊંચા હોદ્દા પર બેસેલા વ્યક્તિઓ લાગવગનો ફોન કરી પોતાના મનગમતા વ્યક્તિને નોકરી અપાવવા માટે ભલામણ કરે છે. ત્યારે નવસારીમાં આવેલી ભક્ત પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ભક્તાશ્રમ શાળામાં શિક્ષકની ભરતી માટે શોધી કાઢી અનોખી રીત. જેમાં ગણિતના શિક્ષકે પોતાનો મોબાઈલ નંબરના આધારે ક્રિએટિવલી એક દાખલો ઘડી કાઢ્યો.
મોબાઈલ નંબર છુપાયેલો: જવાબમાં તેમનો પોતાનો મોબાઈલ નંબર છુપાયેલો હતો.જે ઉમેદવાર એ દાખલો ઉકેલે તેને નોકરી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આ દાખલાને ભારતના અનેક ગણીતપ્રેમીઓએ ઉકેલ્યો હતો. ભારત સહિત અનેક વિસ્તારમાંથી દાખલો ઉકેલવાના ફોન હજુ આવી રહ્યા છે. શાળાએ દાખલો ઉકેલનાર 8 ઉમેદવાર પૈકી સૌથી યોગ્ય ઉમેદવાર નવસારી શિક્ષક ચિંતન ટંડેલને નોકરી આપી છે.
ત્રણ મિનિટમાં ઉકેલી: M.sc,B.ed થયેલા ચિંતન ટંડેલે આ દાખલો માત્ર ત્રણ મિનિટમાં ઉકેલીને તેમાંથી મોબાઈલ નંબર મેળવી શાળાનો સંપર્ક કરતા તેમનો ઇન્ટરવ્યૂ કરી તેમને નોકરી આપવામાં આવી હતી. તેમને જણાવ્યા મુજબ આ દાખલો ગણિતના પ્રાથમિક નિયમો અને ફોર્મ્યુલાને આધારે જો સોલ્વ કરવામાં આવે તો તે સહેલાઈથી ઉકેલાઈ જાય છે. મોટાભાગે લોકો ગણિતથી દૂર ભાગતા હોય છે અને તેને અઘરો વિષય સમજતા હોય છે. પરંતુ, આ વિષયને સરળતાથી પણ સમજી શકાય છે.
આ પણ વાંચોઃ Rotary Club of Navsari: વિસરાતી જતી રમતો સાથે મોબાઇલ યુગના બાળકોને જોડવાની અનોખી ઝાંખી
સહેલાઈથી ઉકેલાઈ: દાખલાને ઘડવા માટે પરીન મહેતાને દોઢ કલાક જેટલી સમય વીત્યો હતો. જેમાં તેમની દીકરીએ પણ તેમની મદદ કરી હતી. ધોરણ 11 અને 12 નો વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા યોગ્ય ઉમેદવાર જ શિક્ષકની નોકરી મેળવે તેવા ઊંમડા હેતુ સાથે આ ટ્રિક બનાવી હતી. ગણિત ના દાખલા ઉકેલવા માટે મોટાભાગે લોકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પ્રાથમિક પદ્ધતિથી જો ગણિતને ઉકેલવામાં આવે તો તે સહેલાઈથી ઉકેલાઈ જાય છે. તેવી વાત દાખલો બનાવનાર પરીન મહેતાએ જણાવી હતી.
ફોન શાળાને આવ્યા: નોકરી મેળવવા માટે ભૂતકાળમાં અનેક લાગવગના ફોન શાળાને આવ્યા હતા. ત્યારે બાળકોને ઉચ્ચ શિક્ષણ અને યોગ્ય શિક્ષક મળે તેવા હેતુ સાથે ભરતી માટે દાખલો ઉકેલવાની અનોખી પદ્ધતિ શાળાએ શોધી હતી. જે કારગર થઈ છે ચિંતન ટંડેલ નામનો યોગ્ય શિક્ષક મળ્યાનો ગર્વ શાળા અનુભવી રહી છે.
