ETV Bharat / state

Fishermen Missing: નવસારીના માછીમારોની બોટ સુરક્ષિત હોવાના સમાચાર મળતા પરિવારમાં ખુશી

author img

By

Published : Dec 9, 2021, 10:50 AM IST

જે માતાની આંખોમાં ગઈકાલ સુધી આંસુ હતા એ માતા આજે ખિલખિલાટ હસી રહી છે. કારણ કે, અરબ સાગરમાં (Arabian Sea) જગવંદન વહાણ સાથે લાપતા (Navsari fishermen missing) થયેલા એના દીકરાઓ સુરક્ષિત હોવા સાથે જ ગુરૂવારે મુંબઇ બંદરે પરત ફરશેના સમાચાર મળ્યા હતા.

Fishermen Missing: નવસારીના માછીમારોની બોટ સુરક્ષિત હોવાના સમાચાર મળતા પરિવારમાં ખુશી
Fishermen Missing: નવસારીના માછીમારોની બોટ સુરક્ષિત હોવાના સમાચાર મળતા પરિવારમાં ખુશી

  • વ્યંકટેશ વહાણના માછીમારે માલિકને કર્યા ટેક્સ મેસેજ
  • જગવંદન વહાણ માછીમારો સુરક્ષિત હોવાના આપ્યા સમાચાર
  • બન્ને દીકરાઓ સુરક્ષિત હોવાના સમાચારથી માતાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો

નવસારી: વિજલપોર શહેરના છાપરા વિસ્તારમાં રહેતા ચાર યુવાનો કૃષ્ણપુરના બલવીર ટંડેલ સાથે મહારાષ્ટ્રના જગવંદન વહાણમાં માછીમારી માટે ગયા હતા. દરમિયાન 27 નવેમ્બરની રાતે અરબી સમુદ્રમાં (Arabian Sea) માછીમારી માટે ગયેલુ જગવંદન વહાણ લાપતા (Navsari fishermen missing) થયુ હતું અને વહાણમાં સવાર નવસારીના પાંચ સહિત 8 માછીમારો લાપતા (Navsari fishermen missing) થયા હતા.

Fishermen Missing: નવસારીના માછીમારોની બોટ સુરક્ષિત હોવાના સમાચાર મળતા પરિવારમાં ખુશી

માતાની આંખોમાં આંસુ નહીં હર્ષ છવાયો

નવસારીના છાપરામાં રહેતા અનિલ અને અમિત હળપતિના પરિવારને ઘટનાની જાણ થતાં તેઓ ચિંતામાં મુકાયા હતા. ખાસ કરીને અનિલની માતા રમીલાબેન ત્રણ દિવસોથી સતત રડી રહ્યા હતા અને તેમના બન્ને દીકરાઓને સરકાર સહી સલામત પરત લાવવા માટે પ્રયાસ કરે એવી આજીજી કરી રહી હતી. પરંતુ માતાની આંખોમાં આંસુ નહીં હર્ષ છવાયો છે.

આ પણ વાંચો: લોકડાઉનમાં મત્સ્યોદ્યોગ મૃતપ્રાય, સાગરખેડને મોટું નુકશાન, સહાયની આશ

જગવંદન વહાણના માલિકે અનિલ-અમિતના પરિવારને કરી

લાપતા થયેલુ જગવંદન વહાણ દિવ નજીકના ખાડી વિસ્તારમાં અટવાયુ હોવાના ટેક્સ મેસેજ અન્ય વેંકટેશ વહાણના ખલાસીએ તેના માલિકને કર્યા હોવાની જાણ જગવંદન વહાણના માલિકે અનિલ-અમિતના પરિવારને કરી હતી. સાથે વહાણમાં ગયેલા તમામ લોકો સુરક્ષિત હોવા સાથે ગુરૂવારે વહેલી સવારે મુંબઈના ભાઉચા ધક્કા બંદરગાહે પહોંચશે તેવી માહિતી આપી હતી. જેથી નવસારી-વિજલપોર શહેરના અનિલ અને અમિત હળપતિ તેમજ શંકર તથા નિમેષ હળપતિના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. જ્યારે અનિલ અને અમિત વહેલા ઘરે પરત ફરેની આશા માતા ભારતીબેનની આંખોમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Navsari fishermen missing: મુંબઇ વહાણમાં ગયેલા નવસારીના 5 માછીમારો ગુમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.