Navsari fishermen missing: મુંબઇ વહાણમાં ગયેલા નવસારીના 5 માછીમારો ગુમ

author img

By

Published : Dec 7, 2021, 7:45 PM IST

Navsari fishermen missing: મુંબઇ વહાણમાં ગયેલા નવસારીના 5 માછીમારો ગુમ

વિજલપોર-નવસારી શહેરના છાપરા વિસ્તારમાં રહેતા ચાર ખલાસીઓ કૃષ્ણપુરના ટંડેલ સાથે મુંબઇના જગવંદન વહાણમાં માછીમારી કરવા માટે ગયા હતા. જ્યાં ગત 27 નવેમ્બરની રાતે તેમનું વહાણ અરબ સાગરમાં ગુમ (Navsari fishermen missing) થતા, નવસારીમાં તેમના પરિવારોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને અનિલ અને અમિત હળપતિની માતા રમીલાબેનની આંખોમાંથી આંસુઓ છે કે સુકાતા જ નથી. રડી રડીને અધમુઆ થયેલા રમીલાબેન સતત તેમના બંને દિકરાઓની ચિંતા કરી રહ્યા છે. સાથે જ સરકાર કે તંત્ર તેમને શોધી કાઢે અને બંને દીકરાઓ સુરક્ષિત પરત ફરે એવી આશા સેવી રહ્યા છે. જયારે અનિલની પત્ની શોકમાં સરી પડી છે અને માસુમ ત્રણ બાળકોના ભવિષ્યની ચિંતા એને સતાવી રહી છે.

  • મુંબઇથી વહાણ દરિયામાં માછીમારી કરવા ગયા બાદ ગુમ
  • નવસારી-વિજલપોરના 4 ખલાસી સહિત કૃષ્ણપુર ગામનો ટંડેલ પણ ગુમ
  • વહાણ માલિકે મુંબઇ ખાતે નોંધાવી ફરિયાદ

નવસારી: વિજલપોર-નવસારી શહેરના છાપરા વિસ્તારમાં રહેતા ચાર ખલાસીઓ કૃષ્ણપુરના ટંડેલ સાથે મુંબઇના જગવંદન વહાણમાં માછીમારી કરવા માટે ગયા હતા. જ્યાં ગત 27 નવેમ્બરની રાતે તેમનું વહાણ અરબ સાગરમાં ગુમ (ship missing in mumbai sea) થતા, નવસારીમાં તેમના પરિવારોમાં ચિંતા વ્યાપી છે. એક જ પરિવારના બે ભાઈઓ દરિયામાં ગયેલા વહાણ સાથે ગુમ (Navsari fishermen missing) થતા તેમની માતાની આંખો સુકાતી જ નથી. જયારે ગુમ થયેલા દિકરાઓ સુરક્ષિત પરત ફરે એવી આશા સેવી રહી છે. અને જણાવ્યુ હતુ કે ગત 27 નવેમ્બરની રાતે જગવંદન વહાણ દરિયામાં ગયા બાદ, બંનેએ પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

Navsari fishermen missing: મુંબઇ વહાણમાં ગયેલા નવસારીના 5 માછીમારો ગુમ

28 નવેમ્બરે પરિવારે કરી હતી વાત

નવસારી જિલ્લાને 52 કિમીનો દરિયા કિનારો છે અને દરિયા કાંઠે રહેતા માછીમારો મુંબઇ અને સૌરાષ્ટ્રના ઓખા અને પોરબંદરના બંદરોએથી પોતાના વહાણ દરિયામાં ઉતારી મચ્છીમારી કરે છે. નવસારીના વહાણમાં ટંડેલ, જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી ખલાસીઓને માછીમારી માટે લઇ જતા હોય છે. જેમાં નવસારીના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના બલવીર ટંડેલ નવસારી-વિજલપોર શહેરના છાપરા વિસ્તારમાં રહેતા અનિલ હળપતિ, તેના ભાઈ અમિત હળપતિ, શંકર હળપતિ અને નિમેશ હળપતિને પોતાની સાથે મુંબઇના જગવંદન વહાણ પર માછીમારી કરવા ખલાસી તરીકે લઇ ગયા હતા. શ્રાવણ મહિનામાં ગયેલા અનિલ અને અમિત ૧૫ દિવસે દરિયામાં મચ્છીમારી કરી બહાર આવતા અને પરિવારજનો સાથે વાત (missing fishermen contact to family) કરતા હતા.

દિકરાઓ ગુમ થતા પરિવારજનોની ચિંતા વધી

ગત ૫ ડિસેમ્બર, રવિવારે અનિલ, અમિત, શંકર અને મિનેશના ફોટો તેમના પરિવારજનો પાસેથી બલવીર ટંડેલના પરિજનોએ ફોનથી મંગાવ્યા હતા. ત્યારે ચારેય ખલાસીઓના પરિવારજનોને તેઓ 27 નવેમ્બરની રાતથી ગુમ થયા હોવાનુ જણાવતા જ તેમના હોશ ઉડી ગયા છે. ખાસ કરીને અનિલ અને અમિત હળપતિની માતા રમીલાબેનની આંખોમાંથી આંસુઓ છે કે સુકાતા જ નથી. રડી રડીને અધમુઆ થયેલા રમીલાબેન સતત તેમના બંને દિકરાઓની ચિંતા કરી રહ્યા છે. સાથે જ સરકાર કે તંત્ર તેમને શોધી કાઢે અને બંને દીકરાઓ સુરક્ષિત પરત ફરે એવી આશા સેવી રહ્યા છે. જયારે અનિલની પત્ની શોકમાં સરી પડી છે અને માસુમ ત્રણ બાળકોના ભવિષ્યની ચિંતા એને સતાવી રહી છે.

આ પણ વાંચો: નવસારીના ગ્રીડ નજીક PNG ગેસ લાઈનમાં લિક થવાને કારણે લાગી આગ

વહાણના માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ

જગવંદન વહાણના માલિક અને મુંબઇ રહેતા કૈલાશ સોલંકીએ મુંબઇના યલોગેટ પોલીસ મથકે ફરિયાદ (ship owner report to mumbai)નોંધાવી છે. જેમાં ગત 27 નવેમ્બરની રાતે 8:34 વાગ્યા બાદથી જગવંદન વહાણ સાથેનો સંપર્ક તુટ્યો હોવાનું જણાવ્યુ છે. સાથે જ જેમાં બલવીર ટંડેલ, સંજય ટંડેલ, જયંતિ ટંડેલ, મનસુખ ટંડેલ, શંકર હળપતિ, અનિલ હળપતિ, અમિત હળપતિ અને નિમેશ હળપતિ અરબ સાગરમાં વહાણ લઈને ગયા બાદ ગુમ થયા હોવાનું જણાવ્યુ છે.

આ પણ વાંચો: નવસારીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાના ધામા, જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.