ETV Bharat / state

નાણાપ્રધાન કનુ દેસાઈ નવસારી સ્વામિનારાયણ મંદીર ખાતે દર્શન માટે પહોંચ્યા

author img

By

Published : Oct 27, 2022, 11:34 AM IST

નવસારીમાં આવેલ BAPS સ્વામીનારાય મંદિર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂર દૂરથી 7 હાજરથી વધુ હરિ ભક્તો અને રાજકીય વર્ગ ધરાવતા લોકો અહીં ભગવાના ધામમાં આવી નવા વર્ષની શરૂઆત કરી હતી. ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ (Finance Minister Kanu Desai) અને સ્થાનિક ધારાસભ્ય પિયુષ દેસાઈ દર્શન કર્યા હતા.

નાણાપ્રધાન કનુ દેસાઈ નવસારી સ્વામિનારાયણ મંદીર ખાતે દર્શન માટે પહોંચ્યા
નાણાપ્રધાન કનુ દેસાઈ નવસારી સ્વામિનારાયણ મંદીર ખાતે દર્શન માટે પહોંચ્યા

નવસારી: ધાર્મિક આસ્થાએ ગુજરાતીઓનું ઘરેણું કહેવાય છે. ત્યારે હાલ દિવાળીનો પર્વ અને નવા વર્ષના દિવસે નવસારી જિલ્લાના ગ્રીડ ખાતે આવેલા BAPS સ્વામીનારાય મંદિર (Finance Minister Kanu Desai) ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂર દૂરથી 7 હાજરથી વધુ હરિ ભક્તો અને રાજકીય વર્ગ ધરાવતા લોકો અહીં ભગવાના ધામમાં આવી નવા વર્ષની શરૂઆત કરી હતી. ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય પિયુષ દેસાઈ દર્શન કર્યા હતા.

નાણાપ્રધાન કનુ દેસાઈ નવસારી સ્વામિનારાયણ મંદીર ખાતે દર્શન કર્યા

ઉજવણી સાદગીથી: કોરોના મહામારી બાદ જ્યારે હાલ સમગ્ર દેશ સુખી જીવન જીવતો થયો છે અને તહેવારોની ઉજવણી કરતો થયો છે. ત્યારે કોરોના બાદની આ પ્રથમ દિવાળી લોકો માટે કોરોના મુક્ત બની છે. છેલ્લા બે વર્ષથી મંદિર પરિસરમાં નવા વર્ષની ઉજવણી સાદગીથી કરવામાં આવતી હતી પરંતુ કોરોનાનો કહેર હળવો થતા જ આ વર્ષે નવસારી સ્થિત ગ્રીડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

1344 જેટલી વાનગીઓ: 1344 જેટલી વાનગીઓ નો અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણને ધરવામાં આવ્યો હતો. હરિભક્તો અને દર્શનાર્થીઓ સાથે ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય એવા પિયુષ દેસાઈ મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા. નવા વર્ષના દિવસે સંતો હરિભક્તો અને દર્શનાર્થીઓની જય જય કાર અને ભીડથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો

સુવર્ણ કાળ: કનુ દેસાઈ નાણા પ્રધાનએ જણાવ્યું હતું કે કોરોનાના બે વર્ષો બાદ હવેનો સમય સુવર્ણ કાળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મંદિરો સુરક્ષિત બનવા સાથે એમનો પુનઃ ઉદ્ધાર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.