ETV Bharat / state

ગાંધીજીના શાશ્વત મુલ્યોને ચરિતાર્થ કરવા દાંડીયાત્રાનું આયોજન: મનસુખ માંડવીયા

author img

By

Published : Apr 5, 2021, 8:49 AM IST

Updated : Apr 5, 2021, 1:18 PM IST

આઝાદીના પ્રવેશદ્વાર સમાન મીઠાના સત્યાગ્રહ માટે કરાયેલી 241 માઈલની દાંડીકૂચને 75 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ભારત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે શરૂ કરાવેલી દાંડીયાત્રા નવસારી પહોંચી છે. ત્યારે ગઈકાલે રવિવારે નવસારીના લુન્સીકુઈથી શરૂ થયેલી યાત્રામાં નાની પેથાણ ગામેથી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા જોડાયા હતા.

ગાંધીજીના શાશ્વત મુલ્યોને ચરિતાર્થ કરવા દાંડીયાત્રા: મનસુખ માંડાવીયા
ગાંધીજીના શાશ્વત મુલ્યોને ચરિતાર્થ કરવા દાંડીયાત્રા: મનસુખ માંડાવીયા

  • દાંડીયાત્રાના બીજા દિવસે લુન્સીકુઈથી મટવાડ સુધી ચાલી યાત્રા
  • નાની પેથાણ ગામેથી કેન્દ્રીય પ્રધાન મનસુખ મંડાવીયા દાંડીયાત્રામાં જોડાયા
  • કરાડી ખાતે બાપુની ઝૂંપડીના કર્યા દર્શન

નવસારી: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આરંભાયેલી દાંડીયાત્રા તેના અંતિમ ચરણમાં પહોંચી છે. ત્યારે ગઈકાલે રવિવારે નવસારીના લુન્સીકુઈથી શરૂ થયેલી યાત્રામાં નાની પેથાણ ગામેથી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા જોડાયા હતા. જેમણે કરાડી સ્થિત બાપુની ઝૂંપડીએ પહોંચીને મહાત્માને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ તેમણે દાંડીયાત્રા મહાત્મા ગાંધીજીના શાશ્વત મુલ્યોને ચરિતાર્થ કરવા અને નવી પેઢીને ગાંધી વિચારોથી પ્રેરિત કરવા મહત્વની ગણાવી હતી.

કાંઠાની બહેનોએ ગાંધી ભજનો સાથે યાત્રાને આવકારી

આઝાદીના પ્રવેશદ્વાર સમાન મીઠાના સત્યાગ્રહ માટે કરાયેલી 241 માઈલની દાંડીકૂચને 75 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ભારત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે શરૂ કરાવેલી દાંડીયાત્રા નવસારી પહોંચી છે. જે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી હતી. સવારે નવસારીના લુન્સીકુઈથી નીકળીને વિજલપોર થઈ એરૂ ચાર રસ્તા પહોંચી હતી. જ્યાં આગેવાનો અને પદયાત્રીએ મહાત્માને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદથી નિકળેલી દાંડીયાત્રા ૩ એપ્રિલે પહોંચશે નવસારી

દાંડીયાત્રા ઐતિહાસિક દાંડી તરફ આગળ વધી હતી

દાંડીયાત્રા ઐતિહાસિક દાંડી તરફ આગળ વધી હતી અને નાની પેથાણ ગામે વિરામ કર્યો હતો. જ્યાંથી કરાડી તરફ પદયાત્રીઓએ પગલાં આગળ વધારતા તેમનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ માંડવીયા યાત્રામાં જોડાયા હતા. જેમની સાથે ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા.

ગાંધીજીના શાશ્વત મુલ્યોને ચરિતાર્થ કરવા દાંડીયાત્રાનું આયોજન: મનસુખ માંડવીયા

યાત્રા ઐતિહાસિક કરાડી ગામે પહોંચી હતી

યાત્રા દાંડીપથ પરથી આગળ વધતી યાત્રાને કાંઠાની બહેનોએ ગાંધી ગીતો સાથે પુષ્પવર્ષા સાથે આવકારી હતી. યાત્રા ઐતિહાસિક કરાડી ગામે પહોંચી હતી. જ્યાં 1930માં મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ બાદ 21 દિવસો ઝૂંપડી બાંધી રહ્યા હતા. તેઓએ અહીંથી સત્યાગ્રહને આગળ ધપાવવા વાઇસરોયને પત્ર લખ્યો હતો અને અંગ્રેજોએ તેમની ધરપકડ પણ કરાડીથી અડધી રાતે કરી હતી. કેન્દ્રીય પ્રધાને બાપુને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: દાંડીયાત્રા 2021 : વીઆઇપી સગવડથી સજ્જ દાંડીયાત્રાના યાત્રિકો સંબંધીને ત્યાં પહોચ્યા

Last Updated : Apr 5, 2021, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.