ETV Bharat / state

Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, કેન્દ્રીય રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી

author img

By

Published : Feb 17, 2022, 8:04 PM IST

Updated : Feb 17, 2022, 8:43 PM IST

મોદી સરકારનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટ(Bullet Train Project ) ગતિ પકડી રહ્યો છે. પ્રથમ સુરતથી બીલીમોરા સુધી બુલેટ ટ્રેનની ટ્રાયલ લેવાનું આયોજન થયું છે. જેને ધ્યાને રાખી આજે કેન્દ્રના રેલ પ્રધાન દર્શના જરદોશે નવસારી જિલ્લામાં ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.

Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, રાજ્યના રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી
Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, રાજ્યના રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી

નવસારી: મોદી સરકારે અમદાવાદથી મુંબઇ સુધીમાં(Mumbai-Ahmedabad Bullet Train Project ) દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું સેવ્યુ છે. હવે એ સપનું સાકાર થઈ રહ્યુ છે ત્યારે નવસારી જિલ્લામાં ત્રણ જગ્યાએ લાર્સન એન્ડ ટૂર્બો દ્વારા કામ પ્રગતિમાં છે. જેમાં બુલેટ ટ્રેનના પીલર ઉભા કરવા સાથે જ તેના ઉપર 40 મીટર સ્પાનના બોક્ષ ગર્ડર મુકવામાં આવશે. જે ગર્ડર બનાવવાનું કામ પણ પૂર જોશમાં ચાલી રહ્યુ છે. જે ગર્ડર 200 થી વધુ વ્હિલના ટ્રેઇલર અને મોટી ક્રેઇનની મદદથી ઉંચકી એક પછી એક પીલર પર(Bullet Train Project ) મુકવામાં આવશે. જેનું નિરીક્ષણ કરવા આજે કેન્દ્રના રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશે (Minister of State for Railways Darshana Zardoshe)નવસારીના પડઘા, નસીલપોર અને કછોલ સ્થિત સાઇટની મુલાકાત લઈ પ્રોજેકટમાં વપરાય રહેલી સ્થાનિક મશીનરી અને તેનાથી આવેલી ઝડપનું નિરીક્ષણ કરી પ્રોજકેટ કેટલા સમયમાં સાકાર થશે એની સમીક્ષા કરી હતી. સાથે જ ભારતના અલગ-અલગ પ્રાંતમાંથી આવેલા મજૂરો સાથે પણ તેમની કામગીરી અને પ્રોજેકટમાં કામ કરવા વિશે વાતચીત કરી હતી.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

આ પણ વાંચોઃ અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જાપાનની ટીમે વડોદરાની મુલાકાત લીધી

મહારાષ્ટ્ર મુદ્દે વિકાસમાં સૌ સાથે જોડાશેની રેલ્વે રાજ્ય પ્રધાનને આશા

રેલ્વે રાજ્ય પ્રધાને બુલેટ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Prime Minister Narendra Modi)સ્વપ્ન ગણાવી, બુલેટ ટ્રેન પ્રોજેકટમાં આવેલી ગતિની પ્રશંસા કરી હતી. આ પ્રોજેકટમાં વપરાયેલી મશીનરી ભારતીય હોવાનો ગર્વ વ્યક્ત કરી પ્રોજેકટ થકી રોજગારી ઉભી થઈ અને દેશના વિભિન્ન પ્રાંતમાંથી મજૂરો આવ્યા છે. એક મીની ભારતના પ્રતિકરૂપ ગણાવી કોરોના કાળમાં વિશ્વ અટકી પડ્યું ત્યારે ભારતે મક્કમતાથી આત્મનિર્ભર બનવા તરફ હરણફાળ ભરી હોવાનું જણાવ્યું હતુ. સાથે જ મહરાષ્ટ્રમાં બુલેટની ગતિ વિશે પૂછતાં તેમણે વિકાસની રાજનીતિની વાત સાથે વિકાસ સૌને ગમે છે અને વિકાસમાં સૌ જોડાશેનો આશાવાદ સેવ્યો હતો.

આ પણ વાંચોઃ દેશમાં 75 વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે, 2024 સુધી બુલેટ ટ્રેન પ્રોજક્ટનો ઘણો બધો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં જોવા મળશે

Last Updated :Feb 17, 2022, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.