ETV Bharat / city

અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જાપાનની ટીમે વડોદરાની મુલાકાત લીધી

author img

By

Published : Sep 2, 2021, 8:43 PM IST

અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જાપાનની ટીમે વડોદરાની મુલાકાત લીધી
અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જાપાનની ટીમે વડોદરાની મુલાકાત લીધી

રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનના કામકાજની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે વડોદરામાં જમીન સંપાદન મામલે કામગીરી પૂર્ણ થયા બાદ બુધવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જાપાની જીકા કંપનીના અધિકારીઓ તેમજ પંડ્યા બ્રિજ નીચેની ચાલીના રહીશો વચ્ચે બેઠક મળી હતી.જેમાં અધિકારીઓએ સોશિયલ ઇમ્પેક્ટ, કોમ્પોઝેશન લેન્ડ એક્વાયર અંગે ખાસ ચર્ચા વિચારણા કરી હતી.

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી વેગવંતી બનાવાઈ
  • જાપાની જીકા કંપનીના અધિકારીઓનું ડેલિગેશન દ્વારા વડોદરામાં સર્વે કરાયો
  • બુલેટ ટ્રેન પ્રોજેકટ જમીન સંપાદન મામલે અધિકારીઓ અને નાણાવટી ચાલના રહીશો વચ્ચે બેઠક મળી
  • જાપાનની ટીમે પ્રોજેકટ માટે 92 ટકા જમીન પસંદ કરવામાં આવી હોવાની વિગતોથી સંતોષ વ્યકત કર્યો

વડોદરાઃ શહેરમાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેનું કામગીરીના નિરીક્ષણ માટે આવેલી જાપાનની ટીમે પ્રોજેકટ માટે 92 ટકા જમીન પસંદ કરવામાં આવી હોવાની વિગતોથી સંતોષ વ્યકત કર્યો હતો.જયારે અસરગ્રસ્તો સાથેની વાતચીત દરમિયાન તેમને જમીનનું પુરેપુરું વળતર મળ્યું હોવાનું જણાવતા તેઓએ શહેરમાં થયેલી બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની કામગીરીથી સંતોષ વ્યકત કયો હતો. આ ટીમમાં શહેરના કલેકટર આર બી બારડ અને શહેરના બુલેટ ટ્રેન પ્રોજેકટના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

વડસરથી પંડયા બિજ સહિતના સ્થળોની મુલાકાત

અમદાવાદ - મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેકટની કામગીરી ગુજરાતમાં ઝડપભેર પૂર્ણતાને આરે પહોચવાની તૈયારીમાં છે. દરમિયાનમાં જાપાનની કંપનીની ટીમ દિલ્હીના હાઇસ્પીડ રેલ પ્રોજેકટના અધિકારીઓએ આજે શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની મુલાકાત લીધી હતી. વડસરથી પંડયા બિજ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પ્રતાપનગર રેલવે રાષ્ટ્રીય અકાદમીની બાજુમાં જ બુલેટ ટ્રેન પ્રોજેકટના ટ્રેનીંગ ઇન્સ્ટિટયુટની મુલાકાત લીધી હતી.

અધિકારીઓએ સોશિયલ ઇમ્પેક્ટ, કોમ્પોઝેશન લેન્ડ એક્વાયર અંગે ખાસ ચર્ચા વિચારણા કરી

શહેરમાં જમીન સંપાદનની કામગીરી 92 ટકા પૂર્ણ : કેટલીક જમીન સંપાદન બાકી

વડોદરા બુલેટ ટ્રેન પ્રોજેકટના પ્રવેશ દ્વારની બદલાયેલી સ્થિતિ અંગે પણ તેમને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.જેમાં લલીતા ટાવરના સ્થાને હવે એસ ટી ડેપો તરફ પ્રવેશ દ્વાર બનશે. જેમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7 ઉપરથી નાખવામાં આવનાર રોડને રદ કરવામાં આવ્યો છે.જેના લીધે પ્રોજેકટને ખૂબ જ લાભ થયો છે. વડોદરાના પ્રોજેકટની ચાલી રહેલી કામગીરી અને જમીન સંપાદનની વિગતોથી જાપાનના પ્રતિનિધિમંડળ અને દિલ્હીના અધિકારીઓએ સંતોષ વ્યકત કર્યો હતો.

વળતર બાબતે તપાસ થઈ

નાણાવટી ચાલના અગ્રણી પ્રદીપભાઈ શાહે જણાવ્યું હતું કે જાપાનીઝ કંપની જે ભારતમાં બુલેટ ટ્રેન માટે કંપની સ્થાપી છે તેમાંથી અધિકારીઓ આવ્યાં હતાં. અધિકારીઓ એ જાણવા માટે આવ્યાં હતાં કે જમીન સંપાદનનું પૂરેપૂરું વળતર રહીશોને મળ્યું છે કે નહીં. જબરજસ્તીથી જમીનો તો નથી લીધી ને જે બાબતોનો સર્વે કરવા માટે આવ્યા હતાં. ખાસ કરીને કંપનીના અધિકારીઓએ સોશિયલ ઇમ્પેક્ટ, કમ્પોઝેશન , લેન્ડ એક્વાયર અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચીફ પ્રોજેક્ટ મેનેજર પ્રદીપ આહીરકર તેમજ કંપનીના જાપાનીઝ અધિકારીઓએ ચર્ચા કરી છે. અમારો કોઈ બાબતે વિરોધ નથી.માત્ર કમ્પોઝેશન માટે થોડું મનદુઃખ હતું જે અંગે અમે લેખિતમાં પણ ઓથોરિટીને આપ્યું છે.જેનો નિર્ણય હાલ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરા ધર્માતરણ મુદ્દે મહત્વના ખુલાસા, આફમી ટ્રસ્ટે 100 મસ્જીદો બનાવવા વાપર્યું કરોડોનું ભંડોળ

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું, જાણો કેવા હશે ટ્રેનના કોચ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.