ETV Bharat / state

નવસારી: કામ વગર બહાર નીકળનારા સામે હવે ડ્રોનથી રખાશે નજર, જિલ્લામાં જાહેરનામા ભંગના 65 કેસ

author img

By

Published : Mar 29, 2020, 9:09 PM IST

ભારત સરકારે કોરોના વાઇરસની સ્થિતિ ત્રીજા સ્ટેજમાં પહોંચતા અટકાવવા સમગ્ર દેશને લોકડાઉન કર્યું છે. જેનો નવસારી જિલ્લા પોલીસ કડકાઇથી અમલ કરાવી રહી છે. પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં હજી પણ લોકો સોસાયટી કે મોહલ્લાના નાકે ભેગા થઇ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી બહાર નીકળતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ જે બહાર ફરતા દેખાયા તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.

નવસારીમાં
નવસારીમાં

નવસારી: વિશ્વમાં કોરોના વાઇરસની બિમારીએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોનાની સ્થિતિ વણસે તે પહેલાં દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવી છે. આ સાથે જ વગર કામે કોઈ ઘરની બહાર ન નીકળે એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં પણ 100 પોઇન્ટ પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે સાથે જ શહેરમાં પોલીસ અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમજ સ્થિતિને જોતા નવસારી જિલ્લામાં લોકડાઉનનું ગંભીરતાથી પાલન કરાવવા પોલીસ સખ્તી કરી રહી છે.

નવસારીમાં વગર કામે બહાર નીકળનારા સામે હવે ડ્રોનથી રખાશે નજર

જોકે, તેમ છતાં લોકો ગંભીર થવાને બદલે સોસાયટીઓના કોમન પ્લોટ, ગલી મોહલ્લાઓના નાકાઓ પર ભેગા થઇ રહ્યા છે. તેમજ નાના બાળકો ક્રિકેટ કે અન્ય રમતો પણ રમી રહ્યા છે. જેથી હવે પોલીસ દ્વારા શહેરોમાં સોસાયટી, મોહલ્લાઓની બહારથી ડ્રોન કેમેરા ઉડાવીને વગર કામે ઘરની બહાર નીકળતા લોકો પર નજર રાખી રહી છે. જેમાં સમજાવવા છતાં પણ ઘર બહાર નીકળતા લોકોને પોલીસે જાહેરનામાં ભંગ બદલ ધરપકડ પણ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર, સમગ્ર નવસારી જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ 65 કેસ કરવામાં આવ્યા છે તેમજ 114 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં...

  • જલાલપોર 6 કેસ 14 વ્યક્તિઓ
  • નવસારી 15 કેસ 25 વ્યક્તિઓ
  • નવસારી ગ્રામ્ય 8 કેસ 8 વ્યક્તિઓ
  • વિજલપોર 7 કેસ 20 વ્યક્તિઓ
  • બીલીમોરા 3 કેસ 6 વ્યક્તિઓ
  • ગણદેવી 1 કેસ 15 વ્યક્તિઓ
  • ચીખલી 6 કેસ 6 વ્યક્તિઓ
  • ખેરગામ 1 કેસ 1 વ્યક્તિ
  • વાંસદા 1 કેસ 2 વ્યક્તિઓ
  • મરોલી 17 કેસ 17 વ્યકિતોની ધરપકડ કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.