ETV Bharat / state

Palas Festival at Statue of Unity: SOUમાં પ્રવાસીઓ કેસુડા અંગે જાણે તે માટે કેસુડા ટૂરનો કરાયો પ્રારંભ

author img

By

Published : Mar 14, 2022, 10:20 AM IST

Updated : Mar 14, 2022, 10:51 AM IST

Palas Festival at Statue of Unity: SOUમાં પ્રવાસીઓ કેસુડા અંગે જાણે તે માટે કેસુડા ટૂરનો કરાયો પ્રારંભ
Palas Festival at Statue of Unity: SOUમાં પ્રવાસીઓ કેસુડા અંગે જાણે તે માટે કેસુડા ટૂરનો કરાયો પ્રારંભ

નર્મદા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા નગરમાં હોળી પર્વે વસંતના વધામણાં કરવા પલાસ ઉત્સવ શરૂ (Palas Festival at Statue of Unity) કરવામાં આવ્યો છે. અહીં ફરવા આવતા કેસુડાનું મહત્વ (Importance of Kesuda Flower) જાણે અને કેસુડાની બનાવટ લઈ જાય તે હેતુથી કેસુડા ટૂરનો પ્રારંભ (Beginning of Kesuda Tour) કરવામાં આવ્યો છે.

નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા નગરમાં હોળી પર્વે વસંતના વધામણાં કરવા શરૂ પલાસ ઉત્સવ શરૂ (Palas Festival at Statue of Unity) કરવામાં આવ્યો છે. SOU ફરવા આવતા કેસુડાનું મહત્વ Importance of Kesuda Flower) જાણે અને કેસુડાની બનાવટ લઈ જાય તે હેતુથી કેસુડા ટૂરનો પ્રારંભ (Beginning of Kesuda Tour) કરવામાં આવ્યો છે. તો આવો જોઈએ કેવી છે ટૂર અને પ્રવાસીઓ કેવી કરે છે મજા આ ખાસ વિશેષ અહેવાલમાં.

કેસુડા વિશે લોકો વિસ્તૃત માહિતી મેળવે તે હેતુથી શરૂ કરાયો ઉત્સવ

કેસુડા વિશે લોકો વિસ્તૃત માહિતી મેળવે તે હેતુથી શરૂ કરાયો ઉત્સવ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિંધ્યાચલ ગિરિમાળા વિસ્તારમાં (Palas Festival at Statue of Unity) આવેલી છે. ચોમાસાની ઋતુમાં જેમ આખો વિસ્તાર લીલીછમ ચાદર ઓઢી લે છે. આમ, ઉનાળાની પાનખર સાથે વસંત ઋતુના વધામણાં કરવા કેસુડા ખીલી ઉઠતાં હોય છે. આ વિસ્તારમાં 65,000 કરતા પણ વધુ કેસુડાના ઝાડ (Beginning of Kesuda Tour) છે. હાલ એકદમ ચારે કોર કેસુડા જ કેસુડા દેખાતા હોવાથી આ કેસુડા વનને પ્રવાસીઓ નજીકથી માણે અને તેના ફૂલને જાણે, કેસુડાના પુષ્પમાંથી બનનારા જ્યૂસ પ્રવાસીઓ પીવે તેવી જંગલ વિસ્તારમાં 3 કલાક કાઢે અને મોઝમસ્તી કરે એવા આયોજન સાથે કેશુડા ટૂરનું આયોજન (Beginning of Kesuda Tour) SOU સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

વસંતુ ઋતુની મજા માણવા સહેલાણીઓ વન વિસ્તારમાં ફરશે
વસંતુ ઋતુની મજા માણવા સહેલાણીઓ વન વિસ્તારમાં ફરશે

આ પણ વાંચો- કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન, જાણો કોણ છે ?

વસંતુ ઋતુની મજા માણવા સહેલાણીઓ વન વિસ્તારમાં ફરશે

પ્રથમ ત્રણ દિવસમાં 100 જેટલા પ્રવાસીઓ એ આ કેસુડા ટૂરની (Beginning of Kesuda Tour) મજા માણી છે અને આગળના સમયમાં બુકિંગ માટે ઈન્કવાયરીઝ સારું થઈ ગઈ છે. ત્યારે આ નવો પ્રોજેકટ કેસુડા ચાલશે ત્યાં સુધી ચાલશે. સવારે 7થી 10 અને સાંજે 4થી 7 2 સ્લોટમાં પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. અહીં વ્યક્તિદીઠ 300 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે, જેમાં ચા-કોફી, નાસ્તાનો સમાવેશ (Palas Festival at Statue of Unity) કરવામાં આવ્યો છે. આમ, વસંત ઋતુની મજા માણવા હવે સહેલાણીઓ વન વિસ્તારમાં ફરશે.

આ પણ વાંચો- નર્મદા ક્રૂઝ બોટમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભૂત નજારો

SOUમાં અત્યાર સુધી 78 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ (Statue of Unity world class tourist destination) બન્યું છે. અહીં અત્યાર સુધીમાં દેશવિદેશના 78 લાખ કરતા વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ 65,000 વૃક્ષથી સમૃદ્ધ છે અને વસંત ઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઈ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે. માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરની શરૂઆત (Beginning of Kesuda Tour) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેસુડા ટૂર માટે 3 રૂટ તૈયાર કરાયા

કેસુડા ટૂર (Beginning of Kesuda Tour) માટે અલગ અલગ 3 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ (Beginning of Kesuda Tour) અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાસના ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતાજોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધી ટ્રેક કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઈકોટૂરિઝમ સાઈટની મુલાકાત કરાવવામાં આવશે. જ્યાં તમામ પ્રવાસીઓને કેસુડાની ચા આપવામાં આવશે.

સમય સ્લોટ્સ અને ટિકિટિંગ વિગતો:

ટૂર પીકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) અને

ટૂર સમાપ્ત પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)

પ્રવાસનો સમય - સવારે 7 થી 10 અને સાંજે 4 થી 7

(મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે) ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.

લોકો કેસુડા ખરીદે તો સ્થાનિકોને રોજગારી મેળવે છે

જોકે, SOU ફરવા આવતા કેસુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય છે, જેથી શહેરી વિસ્તારમાં આ જંગલ વિસ્તારમાં થતા કેસુડાને ખરીદતા અહીંના સ્થાનિકોની રોજગારી તો મળે છે, પરંતુ સાથે સાથે શહેરમાંથી આવતા પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા સાથે આ એક નવો પ્રોજેક્ટ પ્રવાસીઓને ઘણો પસંદ આવી રહ્યો છે. આથી આટલી ગરમી માપન પ્રવાસીઓ આ નઝારો જોવાનું ચૂકતા નથી .

Last Updated :Mar 14, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.