કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન, જાણો કોણ છે ?

author img

By

Published : Aug 16, 2021, 7:34 PM IST

કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવેલા કેવડિયા જંગલ સફારી પાર્કમાં છે. કેવડિયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે, હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે, જેથી જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે.

  • કેવડિયા ખાતેના જંગલ સફારીમાં નવું આકર્ષણ ઉમેરાયું
  • જંગલ સફારીમાં શરૂઆતથી વીર નામનો સફેદ વાઘ હતો
  • વીરની સાથીદાર તરીકે માદા વાઘ 'શક્તિ'ને લાવવામાં આવી

નર્મદા : કેવડિયા ખાતેના સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ખાતેના જંગલ સફારીમાં નવું આકર્ષણ ઉમેરાયું હોવાથી આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, સફેદ વાઘ સામાન્ય રીતે પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળતા હોય છે, કારણ કે વનમાં વિચરતા જોવા માટે છેક બંગાળ સુધી ધક્કો ખાવો પડે, પરંતુ કેવડિયાની જંગલ સફારીમાં શરૂઆતથી જ વીર નામનો સફેદ વાઘ હતો. હવે પ્રાણી એક્સચેન્જ હેઠળ વીરની સાથીદાર તરીકે 'શક્તિ'ને લાવવામાં આવી છે. સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા ઝુ આદાનપ્રદાનની દરખાસ્તને માત્ર ૧ જ દિવસમાં પરવાનગી આપી છે.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના તળાવમાંથી 194 મગરોને સ્થાળાતંર કરવામાં આવ્યા

અતિસુંદર દેખાતી બંગાળ વાઘની પ્રજાતી

જંગલ સફારી દ્વારા આ સફેદ વાઘની જોડીને પ્રવાસીઓનાં આકર્ષણ માટે મુકવાનું આયોજન કરી દેવામાં આવ્યુ છે અને નજીકનાં ભવિષ્યમાં તેમનાં બચ્ચા પણ નિ:સંદેહ જંગલ સફારીનું આકર્ષણ બની રહેશે, સફેદ વાઘ જે એક અતિસુંદર દેખાતી બંગાળ વાઘની પ્રજાતી છે, જેના શરીર પર રૂંવાટી અને ઘાટ પટ્ટા હોય છે, જે સદીયોથી માનવીને આકર્ષિત કરતા રહ્યા છે.

આ પણ વાંચો : ખંભાત તાલુકાનો ચોરખાડી ચેકડેમ ફ્લેમિંગો પક્ષી માટે આશીર્વાદરૂપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.