ETV Bharat / state

Fake Marksheet Scam : નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, એક મહિલાની ધરપકડ

author img

By

Published : Jan 26, 2022, 11:38 AM IST

Updated : Jan 26, 2022, 12:17 PM IST

નર્મદા પોલીસે દેશવ્યાપી નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ રેકેટનો પર્દાફાશ (Narmada Police expose Fake Marksheet Scam) કર્યો છે. આ સાથે જ દેશની જુદી જુદી યુનિવર્સિટીની બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ (Fake university marksheet and degree certificate) તેમ જ માર્કશીટો બનાવનારી મહિલાની પણ ધરપકડ (Woman accused of fake degree scam arrested) કરવામાં આવી છે. જાણો કઈ રીતે કરી રહી હતી ગેરરીતિ.

Fake Marksheet Scam : નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, એક મહિલાની ધરપકડ
Fake Marksheet Scam : નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, એક મહિલાની ધરપકડ

નર્મદા: નર્મદા પોલીસે (Narmada Police expose Fake Marksheet Scam) દેશવ્યાપી નકલી માર્કશિટ અને ડિર્ગી (Fake university marksheet and degree certificate) સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજપીપળા ખાતેની (Woman Accused at Rajpipla Police Station) બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર 2021ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવી હતી. આ ઉપરાંત આ યુનિવર્સિટીની ફેક વેબસાઈટ પણ બનાવવામાં આવી હતી. ત્યારે આ અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Birsa Munda Tribal University Police Complaint) નોંધાવી હતી.

યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી

આ ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક તપાસ લોકલ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં (investigation handed over local crime branch) આવી છે. LCBના PI એ.રા. પટેલે તથા તેમની ટીમે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ફેક વેબસાઈટ બનાવનારની (Fake website of Birsa Munda Tribal University) ઓળખ કરી છે.

નર્મદા LCB પોલીસે નવી દિલ્હીમાં આરોપીના દરોડા પાડ્યા હતા

યુનિવર્સિટીઓના સર્ટિફિકેટ બાબતે વેરિફિકેશન તેમ જ તેને લાગતાવળગતા પાસાઓની તપાસ કરવામાં આવી હતી. ત્યારે મૂળ છત્તીસગઢ અને હાલ દિલ્હી ખાતે રહેતી દેઉલા નંદ રૈવ બીસી નંદના (રહે. ઘર 4 એ, નંબર 124 રાજાપુરી રોડ, ઉત્તમનગર, નવી દિલ્હી). આ જગ્યા પર નર્મદા LCBની ટીમે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો- Marks Improvement Scam : HNGUમાં MBBSના ગુણ સુધારણા કૌભાંડની ચાર્જશીટ મામલે કારોબારીએ કુલપતિનો જવાબ ફગાવ્યો

પોલીસે અન્ય સ્ટેશનરી પણ કબજે કરી

પોલીસે તપાસ કરતા આરોપી મહિલાના ઘરમાંથી ભારતની વિવિધ 35 યુનિવર્સિટીની 510 નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ (Fake university marksheet and degree certificate મળી આવી હતી. સાથે જ પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમ જ વિવિધ યુનિવર્સિટી અને બોર્ડના 94 રબર સ્ટેમ્પ તથા ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ ઉપર લગાડવાના હૉલમાર્ક મળ્યા હતા.

આ પણ વાંચો- Duplicate Pesticide Scam : ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા શખ્સની વાપીમાંથી ધરપકડ

પોલીસ આરોપીને રાજપીપળા લઈ આવી

આ ઉપરાંત પોલીસે વિવિધ એજ્યુકેશન યુનિવર્સિટી અને સંસ્થાઓની કુલ 73 વેબસાઈટ ડોમેઈન, જે આરોપી પોતે ચલાવી રહી છે. તે તમામ મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવી છે. આ સાથે જ વધુ તપાસ માટે અત્યારે મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી રાજપીપળા ખાતે લાવવામાં (Woman Accused at Rajpipla Police Station) આવી છે. ગુજરાતના તથા ગુજરાત બહારના એજન્ટોની તમામ કાર્યવાહી ચાલુમાં છે.

Last Updated : Jan 26, 2022, 12:17 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.