ETV Bharat / state

મોરબીમાં જીવતા સમાધિની જીદ કરનારને સમજાવવા અધિકારીઓની ટીમ પહોંચી

author img

By

Published : Nov 17, 2019, 8:14 PM IST

મોરબી: ઘણા દિવસોથી પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડીયાની જીવતા સમાધિની વાતો ચાલી રહી છે. જ્યારથી તેઓએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે, ત્યારથી જીલ્લા તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું છે. કાંતિલાલના નિવેદનો નોંધી પોલીસ સતત નજર રાખી રહી છે.

મોરબીમાં જીવતા સમાધિની જીદ કરનારને સમજાવવા અધિકારીઓની ટીમ પહોંચી

મોરબી અધિક કલેકટર કેતન જોષી અને SP ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે. જેમાં DYSP મુનાફખાન પઠાણ, મામલતદાર ડી જે જાડેજા, નાયબ મામલતદાર ગંભીર અને તાલુકા PSI જાડેજા જોડાયેલા છે. આ ટીમ આજે કાંતિલાલના ઘરે પહોંચી હતી અને કાંતિભાઈને સમજાવવાના પ્રયાસ કર્યા હતાં.

મોરબીમાં જીવતા સમાધિની જીદ કરનારને સમજાવવા અધિકારીઓની ટીમ પહોંચી

સમજાવટ માટેની બેઠક બાદ DYSP મુનાફખાન પઠાણે જણાવ્યું હતું કે, કાંતિલાલ કોઈ ખોટું પગલું ન ભરે તે સમજાવવા ટીમ આવી હતી. તેમણે ખાડો ખોદીને સમાધિ લેવાની વાત કહી નથી. તેમણે નિવેદનમાં એવું જણાવ્યું છે કે, તે સમાધિ સ્થળે ધ્યાનમાં બેસી જશે અને તેનો પ્રાણ છૂટી જશે તો ગુરુની વાત સાચી થશે નહિ તો હું ખોટો પડીશ.

તો આજે કાંતિલાલ મુછડિયા સાથે ફરીથી વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ કોઈ ગેરકાનૂની પગલું ભરશે નહિં. જીલ્લા એસપીએ તેમને સમજાવ્યા છે અને તેઓ પણ કાયદાને માન આપશે. શનિવારે મોડી રાત્રીના સમયે વિજ્ઞાનજાથાની ટીમે પણ મુલાકાત કરી હતી. તો આજે રચાયેલી ખાસ ટીમ સાથે વાતચીત દરમિયાન કાંતિલાલે અગાઉ મગજની તકલીફની દવા લેતા હોવાનો પણ એકરાર કર્યો હતો.

Intro:gj_mrb_02_samadhi_team_samjavat_bite_01_avbb_gj10004
gj_mrb_02_samadhi_team_samjavat_bite_02_avbb_gj10004
gj_mrb_02_samadhi_team_samjavat_visual_avbb_gj10004

gj_mrb_02_samadhi_team_samjavat_avbb_gj10004
Body:મોરબીમાં જીવતા સમાધિની જીદ કરનારને સમજાવવા અધિકારીઓની ટીમ પહોંચી
         મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછ્ડીયાએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કર્યા બાદ જીલ્લા તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું અને કાંતિલાલના નિવેદનો નોંધી પોલીસ સતત નજર રાખી રહી છે દરમિયાન મોરબી અધિક કલેકટર કેતન જોષી અને એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે જે ટીમના ડીવાયએસપી મુનાફખાન પઠાણ, મામલતદાર ડી જે જાડેજા, નાયબ મામલતદાર ગંભીર અને તાલુકા પીએસઆઈ જાડેજા સહિતની ટીમ આજે કાંતિલાલના ઘરે પહોંચી હતી અને સમજાવવા પ્રયાસ કર્યા હતા જે સમજાવટ માટેની બેઠક બાદ ડીવાયએસપી મુનાફખાન પઠાણે જણાવ્યું હતું કે કાંતિલાલ કોઈ ખોટું પગલું ના ભરે તે સમજાવવા ટીમ આવી હતી અને તેઓ ખાડો ખોદીને સમાધિ લેવાની વાત કહી નથી તેમને નિવેદનમાં એવું જણાવ્યું છે કે તે સમાધિ સ્થળે ધ્યાનમાં બેસી જશે અને તેનો પ્રાણ છૂટી જશે તો ગુરુની વાત સાચી થશે નહિ તો હું ખોટો પડીશ તેમ જણાવ્યું હતું તો આજે કાંતિલાલ મુછડિયા સાથે ફરીથી વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ કોઈ ગેરકાનૂની પગલું નહિ ભરે, જીલ્લા એસપીએ તેમને સમજાવ્યા છે અને તેઓ પણ કાયદાને માન આપશે તો દરમિયાન શનિવારે મોડી રાત્રીના સમયે વિજ્ઞાનજાથાની ટીમે પણ પીપળીયામાં કાંતિલાલની મુલાકાત કરી હતી તો આજે રચાયેલી ખાસ ટીમ સાથે વાતચીત દરમિયાન કાંતિલાલે અગાઉ મગજની તકલીફની દવા લેતા હોવાનો પણ એકરાર કર્યો હતો

બાઈટ ૧ : મુનાફખાન પઠાણ – ડીવાયએસપી, એસસી-એસટી સેલ મોરબી
બાઈટ ૨ : કાંતિલાલ મુછડિયા – જીવતા સમાધિનો દાવો કરનાર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.