ETV Bharat / state

મોરબીની વાંકાનેર જીલ્લા પંચાયતની સીટ માટે સેન્સ યોજાઈ

author img

By

Published : Feb 3, 2021, 10:44 PM IST

વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ સેન્સ લેવામાં આવી હતી. જેમાં નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા અને પ્રદેશ નિરીક્ષક દ્વારા સેન્સ લેવામાં આવી હતી.

Morbi
Morbi

  • વાંકાનેર જીલ્લા પંચાયતની સીટ માટે સેન્સ યોજાઈ
  • સેન્સ પ્રક્રીયામાં મોટી સંખ્યામાં દાવેદારો આવ્યા
  • જીલ્લા પંચાયત 6,પાલિકા 28 અને તાલુકા પંચાયત 24 બેઠકો માટે યોજાઈ સેન્સ
  • પ્રદેશ કોંગ્રેસ નિરિક્ષક દ્વારા લેવામાં આવી સેન્સ
    વાંકાનેર જીલ્લા પંચાયતની સીટ માટે સેન્સ યોજાઈ

મોરબી: જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વાંકાનેર નગરપાલિકની 28 બેઠકો, વાંકાનેર તાલુકા પચયાત 24 બેઠકો અને જિલ્લા પંચયાત 6 બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. નિરીક્ષક કરણદેવસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના પાયાના કાર્યકરોને મહત્વ આપવામાં આવશે. જેમાં ખેડૂતો અને બેરોજગારી મુદ્દાને ધ્યાનમાં લઈને વાંકાનેરની તમામ સીટો પર લોકો વચ્ચે રહેતા કાર્યકરના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં વાંકાનેર પાલિકા સહિત રાતી દેવડી, ચંદ્રપુર, તીથવા, રાજા વડલા, ધ્રુવા, મહિકા સહિતની જીલ્લા પંચાયતની સીટો સેન્સ લઈ ઉમેદવાર નક્કી કરવામાં આવશે અને બાદમાં તેને જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.