ETV Bharat / state

Corona ના કારણે 'ટંકારાના રાખડી ઉદ્યોગમાં મંદીનો માહોલ, ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું

author img

By

Published : Jul 30, 2021, 8:15 PM IST

મોરબી જિલ્લામાં આવેલ ટંકારા તાલુકો ઈમિટેશન ઉદ્યોગમાં હબ તો છે જ સાથે જ રાખડીનું પણ મોટું માર્કેટ જોવા મળે છે.જોકે કોરોના મહામારીએ ટંકારાના રાખડી ઉદ્યોગને પણ નુકશાન કર્યું છે. ત્રણ માસ કરતા વધુ સમય કામ બંધ રહેતા રાખડીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું છે.

Corona ના કારણે 'ટંકારાના રાખડી ઉદ્યોગમાં મંદીનો માહોલ, ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું
Corona ના કારણે 'ટંકારાના રાખડી ઉદ્યોગમાં મંદીનો માહોલ, ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું

  • કોરોનાના કારણે રાખડી ઉદ્યોગમાં મંદીનો માહોલ
  • ત્રણ માસ કરતા વધુ સમયથી કામ બંધ રહ્યું
  • 40 થી 50 ટકા જેટલી ઓછી રાખડી બની

મોરબીઃ જિલ્લાનો ટંકારા તાલુકો ઈમિટેશન ઉદ્યોગમાં હબ તો છે જ, સાથે જ રાખડીનું પણ મોટું માર્કેટ જોવા મળે છે. ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગમાં રાખડી બનાવવાનું કામકાજ મોટાપાયે કરવામાં આવે છે. ટંકારામાં બનતી રાખડીઓ દેશના વિવિધ રાજ્યમાં વેચાણ અર્થે જતી હોય છે. જોકે કોરોના મહામારીએ ટંકારાના રાખડી ઉદ્યોગને પણ નુકશાન કર્યું છે. ત્રણ માસ કરતા વધુ સમય કામ બંધ રહેતા રાખડીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટી ગયું હોવાનું રાખડી ઉદ્યોગના વેપારીઓ જણાવી રહ્યાં છે. આવો જોઈએ ટંકારા તાલુકાના રાખડી ઉદ્યોગને કોરોના કેવી રીતે નડ્યો અને કોરોના મહામારીને પગલે ટંકારા પંથકમાં રાખડીનું ઉત્પાદન કેટલું ઘટી જવા પામ્યું ?
બંગાળ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં રાખડી એક્સપોર્ટ
ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગમાં રાખડી બનાવવામાં આવે છે જે રાખડી દેશના વિવિધ રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેમજ પંજાબ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં જતી હોય છે અને વેપારીઓના મસમોટા ઓર્ડર મળતા હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે કામકાજ બેધ રહેતાં 40-50 ટકા જેટલી ઓછી રાખડી બની છે. હવે રક્ષાબંધન નજીક છે જેથી વધુ રાખડી બનવવાનો સમય રહ્યો નથી. રાજકોટમાં લોકડાઉનને પગલે રો મટીરીયલ્સ મળ્યા ન હોવાથી રાખડી બનાવવાનું કામ ઠપ થયું હોવાનું વેપારી જણાવી રહ્યાં છે

Corona ના કારણે 'ટંકારાના રાખડી ઉદ્યોગમાં મંદીનો માહોલ
રાખડી એક દિવસનો તહેવાર પણ કામ કરતી મહિલાઓ માટે બારેમાસ રોજગારી ટંકારામાં રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા અન્ય વેપારી જણાવે છે કે રાખડી ઉદ્યોગ 10 વર્ષથી ચાલે છે જેનાથી મોટા પ્રમાણમાં મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળે છે. વિવિધ રાજ્યના વેપારીના ઓર્ડર મુજબ રાખડી બનાવી વેચાણ માટે મોકલતા હોય છે. જોકે કોરોના મહામાંરીને પગલે વેપારીઓ, રોજગારી મેળવનાર મહિલાઓને વ્યાપક નુકશાન થયું છે. દર વર્ષે લાખોનું ટર્નઓવર તેઓ કરતા હોય છે. રાખડીનું કામ કરીને રોજગારી મેળવતી મહિલા જણાવે છે કે રક્ષાબંધન એક દિવસનો તહેવાર છે પરંતુ અહી મહિલાઓને બારેમાસ રોજગારી મળતી હોય છે. રાખડીનું કામ ઘરે બેઠા મળે છે જેથી કામ માટે બહાર જવું પડતું નથી. કોરોનાને કારણે વેપારીના ઓર્ડર ન મળવાથી આ વખતે ઓછું કામ મળ્યું હતું. સ્થિતિ સુધરશે તો નવા વર્ષમાં નવા ઓર્ડર મળશે ટંકારા પંથકમાં રાખડીના ગૃહ ઉદ્યોગ થકી મોટી સંખ્યામાં મહિલાઓ રોજગારી મેળવી રહી છે અને ભાઈબહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે જ મહિનાઓથી તેઓ રાખડી તૈયાર કરતી હોય છે. જોકે અન્ય વેપાર ધંધા માફક જ રાખડી ઉદ્યોગને પણ કોરોના મહામારીએ નુકશાન પહોંચાડ્યું છે. જોકે સ્થિતિ ફરી સુધરી જશે અને આવતા વર્ષ માટે રાખડીઓના નવા ઓર્ડર મળશે તેવી આશા પણ વેપારીઓએ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ Vaccine Rakhi: રક્ષાબંધન નિમિતે રાજકોટની બજારોમાં કોરોના વેક્સિનવાળી રાખડી માચાવશે ધૂમ

આ પણ વાંચોઃ 31 જુલાઈએ જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વિદ્યાર્થીઓ નહીં ફક્ત શાળાઓ જોઈ શકશે પરિણામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.