ETV Bharat / city

Vaccine Rakhi: રક્ષાબંધન નિમિતે રાજકોટની બજારોમાં કોરોના વેક્સિનવાળી રાખડી માચાવશે ધૂમ

author img

By

Published : Jul 23, 2021, 6:35 PM IST

Vaccine Rakhi
Vaccine Rakhi

કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે સાથે જ આગામી સમયમાં વિવિધ તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે આગામી મહિનામાં આવી રહેલા ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધને લઈને પણ બજારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારમાં ભાત-ભાતની રાખડીઓ જોવા મળી રહી છે, ત્યારે ભાઈની સુરક્ષા સ્વરૂપે રાજકોટના હિનલ દ્વારા વેક્સિન રાખડી તૈયાર કરવામાં આવી છે.

  • વેક્સિન જાગૃતિ અંગેની રાખડીઓએ મચાવી બજારમાં ધૂમ
  • કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બનાવાયેલી રાખડી આકર્ષણનું કેન્દ્ર
  • રાજકોટના હીનલ રામાનુજે બનાવી વેક્સિન રાખડી

રાજકોટ: આગામી દિવસોમાં દેશમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. એવામાં હજુ પણ દેશમાંથી કોરોનાની મહામારી ગઈ નથી અને રક્ષાબંધન સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી રાજકોટમાં કોરોના વેક્સિન જાગૃતિ અંગેની રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. કોરોનાની મહામારી દૂર કરવા એક માત્ર કોરોના વેક્સિન જ ઉપાય છે. ત્યારે રાજકોટમાં હીનલ રામાનુજ નામની મહિલા દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અનોખી રાખડી તૈયાર કરવામાં આવી છે, જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. આગામી દિવસોમા આ અનોખી રાખડી રાજકોટની બજારોમાં ધૂમ માચાવશે.

કોરોના વેક્સિનવાળી રાખડી
કોરોના વેક્સિનવાળી રાખડી

આ પણ વાંચો- ઝારખંડની બજારોમાં આ વર્ષે ધુમ મચાવી રહી છે કોરોના ફ્રી રાખડી

કોરોનાની ધ્યાનમાં રાખીને બનાવાઈ વેક્સિન રાખડી

હીનલ રામનુજે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે મેં આ કોરોના વેક્સિન જાગૃતિ અંગેની રાખડી બનાવી છે. જ્યારે લોકો વધુમાં વધુ કોરોના વેક્સિન લે અને કોરોનાને દેશમાંથી ભગાડવા માટે મેં આ થીમ પસંદ કરી છે. આ સિવાય વિવિધ બાળકોને ગમે તેવી રાખડીઓ બનાવી છે. હું આર્ટ અને ક્રાફ્ટની વસ્તુ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છું જેના કારણે આ હું દર વર્ષે આવી અલગ અલગ થીમ પર રાખડીઓ બનાવતી હોવ છું.

હીનલ રામાનુજે બનાવી કોરોના વેક્સિનવાળી રાખડી

છેલ્લા ચાર વર્ષથી બનાવે છે અવનવી રાખડીઓ

હિનલે વધુમાં જણાવ્યું હતું કે, રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર, જ્યારે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે તેને રાખડી બાંધતી હોય છે. ત્યારે કોરોના કાળમાં પણ ભાઈની રક્ષા થાય તે માટે કોરોના વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. જેના માટે મેં આ વર્ષે વધુમાં વધુ લોકો કોરોના વેકસીન લે અને લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ આવે તે માટે આ કોરોના વેક્સિન સાથેની રાખડી બનાવી છે. જેને લઈને રક્ષાબંધનના તહેવાર સાથે કોરોનાની મહામારી પણ લોકો ધ્યાનમાં રાખીને ઉજવી શકે અને વેકસીન પણ લે અને સુરક્ષિત બને.

Vaccine Rakhi
હીનલ રામાનુજ

આ પણ વાંચો- છત્તીસગઢ: મેડિકલ સ્ટાફે PPE કીટ પહેરી કોરોના દર્દીઓને રાખડી બાંધી

પરિવારના સભ્યોનો ખૂબ જ સહકાર

હીનલ રામાનુજ આર્ટ અને ક્રાફટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જેના કારણે તેઓ આવા નવા નવા વિચારો સાથે અવનવી વસ્તુઓ બનાવતા હોય છે. ત્યારે રાખડી બનાવવાનું કામ તેમને છેલ્લા ચાર વર્ષથી કર્યું છે. જે કામમાં હીનલને તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યો ખૂબ જ મદદ કરતા હોય છે. ત્યારે આ વખતે કોરોનાની મહામારીને લઈને તેમને કોરોના વેકસીનની રાખડી બનાવી છે.

કોરોના વેક્સિનવાળી રાખડી
કોરોના વેક્સિનવાળી રાખડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.