ETV Bharat / bharat

ઝારખંડની બજારોમાં આ વર્ષે ધુમ મચાવી રહી છે કોરોના ફ્રી રાખડી

author img

By

Published : Jul 31, 2020, 3:35 PM IST

કોરોના ફ્રી રાખડી
કોરોના ફ્રી રાખડી

રક્ષાબંધન માટે, રાજ્ય ખાદી બોર્ડ દ્વારા તસાર સિલ્કની કોરોના ફ્રી રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. આ રાખડીઓ પર્યાવરણ માટે સારી છે. આ સાથે મહિલાઓને રોજગાર પણ મળી રહ્યો છે. બજારમાં હાથથી બનેલી રાખડીની માગ ઘણી છે.

રાંચી: ભાઈ-બહેનોના પવિત્ર સંબંધોનો તહેવાર રક્ષાબંધન જેની તૈયારીઓ લોકો ધુમધામથી કરી રહ્યા છે. રાંચીમાં અનેક સ્તરે તહેવારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે કોરોના રોગચાળાને કારણે આ વર્ષે રાખીડીઓ બજારમાં ઓછી જોવા મળી રહી છે. રાખડીઓ ભાઈઓ સુધી પહોંચી અને લોકો તેને સલામત રાખે તેને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં રાખડી બનાવનારા લોકો સાવચેતીને ધ્યાનમાં રાખી રહ્યા છે. રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળમાં રાખડી બનાવતી મહિલાઓ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી રહી છે.

કોરોના ફ્રી રાખડી
કોરોના ફ્રી રાખડી

કામ શરૂ કરતા પહેલા દરેકનું તાપમાન માપવામાં આવે છે. દરેક કર્મચારીને માસ્ક પહેરવું ફરજીયાત છે. હાથ ધોયા પછી અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા પછી જ રાખડી બનાવવાનું કામ શરૂ કરવામાં આવે છે.

દર વર્ષે રાખીના તહેવાર દરમિયાન ખાદી બોર્ડ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતી રાખડીઓની માગ બજારમાં વધારે હોય છે. રાંચી માર્કેટમાં ચીની રાખડીઓનો વેપારીઓએ બહિષ્કાર કર્યો છે અને હાથથી બનાવવામાં આવેલી રાખડીઓનું વેચાણ કરી રહ્યા છે. આ વખતે ચાઇનાની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ નથી, પરંતુ ખાદી બોર્ડની રાખડીઓ બજારોને રોશન કરી રહી છે. ખાદી બોર્ડની રાખીડી રેશમના દોરામાંથી બનાવવામાં આવી છે. તેમાં મોતી, ફૂલો વગેરે મૂકવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.