ETV Bharat / state

કોર્ટે વધુ રિમાન્ડની માગણી ફગાવી દેતા, તપાસ અધિકારીએ વધુ રિમાન્ડ માટે કરી રિવિઝન અરજી

author img

By

Published : Nov 9, 2022, 3:59 PM IST

Updated : Nov 9, 2022, 4:30 PM IST

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા ઓરેવા કંપનીના મેનેજર સહિતના આરોપીઓના ધરપકડ કરી તપાસ અર્થે રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે ઓરેવા કંપનીના બે સંચાલકોની વધુ રિમાન્ડની માગણી ફગાવી (Court Rejected plea for Remand) હતી. જેમાંથી બે આરોપીના વધુ રિમાન્ડની માગણીને મોરબી કોર્ટ ફગાવી દીધી હતી. જેને લઈને તપાસ અધિકારીએ આરોપી સંચાલકોના વધુ રિમાન્ડ માટે હાઇકોર્ટમાં રિવિઝન અરજી (Investigating Officer filed a Revision Application) કરી હતી.

હાઇકોર્ટે વધુ રિમાન્ડની માગણી ફગાવી દેતા, તપાસ અધિકારીએ વધુ રિમાન્ડ માટે કરી રિવિઝન અરજી
હાઇકોર્ટે વધુ રિમાન્ડની માગણી ફગાવી દેતા, તપાસ અધિકારીએ વધુ રિમાન્ડ માટે કરી રિવિઝન અરજી

મોરબી મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી (Morbi Hanging Bridge Incident)થવાના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ અર્થે રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે ઓરેવા કંપનીના બે સંચાલકોની વધુ રિમાન્ડની માગણી (Demand of Remand of two OREVA company directors) ફગાવી હતી. જેથી કે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે થવાની હતી, જોકે વધુ એક મુદત ઘટી ગઈ છે અને હવે તારીખ 11 નવેમ્બર 2022ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

તપાસનીશ અધિકારીએ દલીલ કરી મોરબીનો ઝુલતો બ્રિજ 30 ઓક્ટોબર 2022 સાંજના અકસ્માતમાં (Morbi Hanging Bridge Tragedy) 135 લોકોના મોત થયા હતા. નવ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ઓરેવા કંપનીના બે મેનેજર અને બે કોન્ટ્રાક્ટરના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. જેમાં તપાસનીશ અધિકારીએ દલીલ કરી હતી કે બંને સંચાલકોને રાજકોટ અને મોરબી કલેક્ટર કચેરી (Rajkot and Morbi Collector Office) અને મોરબી નગરપાલિકા ખાતે ઉલટ તપાસ માટે (Cross examination at Morbi Municipality) વધુ રિમાન્ડની જરૂર છે. જોકે કોર્ટે વધુ રિમાન્ડની માગણી ફગાવી દીધી હતી.

વધુ રિમાન્ડ માટે હાઇકોર્ટમાં રિવિઝન અરજી જેથી તપાસ અધિકારીએ આરોપી સંચાલકોના વધુ રિમાન્ડ માટે ઉપરી કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી જે આજે તા. સુનાવણી 09 ના રોજ નક્કી કરવામાં આવી હતી જે આજે સમાપ્ત થઈ ગઈ છે. હવે 11 નવેમ્બર 2022ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે

Last Updated : Nov 9, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.