ETV Bharat / state

મોરબીમાં ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ DyCM નીતિન પટેલે આપી હાજરી, કહ્યું- સત્તા પર ન હોવા છતાં બોલાવ્યો તેનો આનંદ

author img

By

Published : Oct 5, 2021, 11:37 AM IST

મોરબીના ખોખરા હનુમાન હરિધામમાં વેદ વિદ્યાલય અને સંસ્કૃત મહાવિદ્યાલય તેમ જ ગુરુકુળના નવા ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં નીતિન પટેલે કહ્યું હતું કે, સત્તા હોય કે ન હોય પણ બોલાવ્યો તેનો આનંદ થયો.

મોરબીમાં ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ DyCM નીતિન પટેલે આપી હાજરી, કહ્યું- સત્તા પર ન હોવા છતાં બોલાવ્યો તેનો આનંદ
મોરબીમાં ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ DyCM નીતિન પટેલે આપી હાજરી, કહ્યું- સત્તા પર ન હોવા છતાં બોલાવ્યો તેનો આનંદ

  • મોરબીના ખોખરા હનુમાન હરિધામમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો
  • આ સમારોહમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત
  • વેદ વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નવા ભવનનો યોજાયો ઉદ્ઘાટન સમારોહ

મોરબીઃ જિલ્લાના ખોખરા હનુમાન હરિધામમાં વેદ વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકૂળના નવા ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તેમ જ પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયા સહિતના મહાનુભાવો તેમ જ મહામંડલેશ્વરમાં કનેશ્વરી દેવીના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં ઉદ્ઘાટન સમારોહ

આ પણ વાંચો- નીતિન પટેલ સહિત નારાજ પ્રધાનોને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે: હાર્દિક પટેલ

સત્તા હોય કે ન હોય પણ બોલાવ્યો તેનો આનંદ નીતિન પટેલે વ્યક્ત કર્યો

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સત્તામાં હોય કે ન હોય, પરંતુ તેમને બોલાવે તે મહત્ત્વનું છે.ય મંદિરનું જ્યારે તેમને આમંત્રણ મળ્યું ત્યારે તેઓ નાયબ મુખ્યપ્રધાન હતા અને બાદમાં પરિસ્થિતિ બદલાઈ હતી છતાં માતાજીએ તેઓને ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાનું જ છે તેવું આમંત્રણ આપતા તેઓ અહીં પધાર્યા હોવાનું જણાવ્યું હતું

આ પણ વાંચો- ભારતીય જનતા પાર્ટી માટે 2022ની ચૂંટણીમાં કોઈ પડકાર નથી : વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલ

મોરબીની ઓળખમાં હવે ત્રીજી વસ્તુ ઉંમેરાઈઃ નીતિન પટેલ

નીતિન પટેલે મોટાભાગનું વક્તવ્ય હિન્દી ભાષામાં જ આપ્યું હતું. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, મોરબી અગાઉ હોનારત અને સિરામિક ઉદ્યોગથી ઓળખાતું હતું. જ્યારે હવે એમાં ત્રીજી વસ્તુ ઉમેરાતા હવે મોરબી સંસ્કૃત વિશ્વ વિદ્યાલયથી ઓળખાશે.

ઉદ્યોગપતિઓની સેવાને નીતિન પટેલે બિરદાવી

ખોખરા હનુમાન ધામમાં 107 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા પણ બનવાની છે. સાથે જ કોરોના કાળમાં ઉદ્યોગપતિઓએ કરેલી સેવાને નીતિન પટેલે બિરદાવી હતી. તો વક્તવ્ય પૂર્ણ થયા બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જોકે હોદ્દો ન હોવા છતાં તેમને આમંત્રણ મળ્યું હતું. આથી ગમ્મતમાં તેઓ બોલ્યા હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.