ETV Bharat / state

મોરબીમાં 12 અનાથ બાળકોને સહાય ચૂકવાશે, Coronaમાં ગુમાવ્યાં માતાપિતા

author img

By

Published : Jul 6, 2021, 9:04 PM IST

Corona Pandemicમાં માતા અને પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા અમલી બનેલી ‘‘મુખ્યમંત્રી બાળ સહાય યોજના’’ ( CM Bal Sahay Yojna ) અંતર્ગત મોરબી જિલ્લામાં કોરોનાકાળમાં અનાથ થયેલાં 12 બાળકોને મહિને 4000 રૂપિયાની સહાયનો પ્રારંભ માટેની કાર્યવાહી કરવામાં આવી છે.આવતીકાલે આ યોજનાના પ્રારંભ કરાયા બાદ તેમના ખાતામાં રકમ જમા થશે.

મોરબીમાં 12 અનાથ બાળકોને સહાય ચૂકવાશે, Coronaમાં ગુમાવ્યાં માતાપિતા
મોરબીમાં 12 અનાથ બાળકોને સહાય ચૂકવાશે, Coronaમાં ગુમાવ્યાં માતાપિતા

  • મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયતા
  • મોરબીમાં 12 અનાથ બાળકોને સહાય ચૂકવાશે
  • Corona Pandemic માં ગુમાવ્યાં માતાપિતા

    મોરબી- Corona Pandemic દરમિયાન માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આવા નિરાધાર બાળકોને આર્થિક રીતે મદદ કરવા સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળ સહાય યોજના ( CM Bal Sahay Yojna ) અમલી બનાવાઈ છે. જેમાં આવા અનાથ બાળકને પ્રતિ માસ સહાય પેટે બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂા. 4000 મળવાપાત્ર છે.
    બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી દર માસે 4000 રુપિયા ચૂકવાશે

બાળકોના ખાતામાં જમા થશે રકમ

મુખ્યમંત્રી બાળ સેવા યોજના ( CM Bal Sahay Yojna ) અંતર્ગત મોરબી જિલ્લાના બાળકોને કોરોનામાં માતાપિતા ગુમાવ્યાં હોય તેવા 12 બાળકોને સહાય પેટે રૂપિયા 4000 ચૂકવવામાં આવશે અને તેની રકમ લાભાર્થી બાળકના ખાતામાં જમા કરવામાં આવશે.


આ પણ વાંચોઃ EXCLUSIVE : કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોની વ્હારે આવી સરકાર, 7 જુલાઈથી અપાશે આર્થિક સહાય

આ પણ વાંચોઃ કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેક્શનની કામગીરીનો આરંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.