ETV Bharat / state

મોરબીમાં કોરોના ટેસ્ટ કેમ્પમાં 319 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

author img

By

Published : Apr 17, 2021, 2:57 PM IST

મોરબીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી સિરામિક એસોસિએશને કોરોનાના ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 1,900 લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યા હતો અને આમાંથી 319 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા.

મોરબીમાં કોરોના ટેસ્ટ કેમ્પમાં 319 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોરબીમાં કોરોના ટેસ્ટ કેમ્પમાં 319 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

  • મોરબીમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે
  • મોરબી સિરામિક એસોસિએશને કોરોના ટેસ્ટ કેમ્પ યોજ્યો
  • કેમ્પમાં 1,900 લોકોએ કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો

આ પણ વાંચોઃ લુણાવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરી રથ દ્વારા 32 RTPCR,18 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા

મોરબીઃ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે સરકારી ચોપડે કેસો બહુ ઓછા નોંધાતા હોય તેવું લાગી રહ્યું છે. મોરબી સિરામિક એસોસિએશને 2 સ્થળે કોરોના ટેસ્ટ કેમ્પ યોજ્યો હતો, જેમાં 1,900 લોકોના ટેસ્ટ કરતા 319 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

કેમ્પમાં 1,900 લોકોએ કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો

આ પણ વાંચોઃ RT-PCR ટેસ્ટ માટે આણંદ જિલ્લો અમદાવાદના ભરોસે, રિપોર્ટ માટે 48 કલાક સુધીનું વેઈટિંગ

શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે બે સ્થળે કેમ્પ યોજાયા

મોરબીમાં ભાજપ આયોજિત ટેસ્ટ કેમ્પમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધુ સામે આવતી હતી, જેની સામે સરકારી આંકડા બહુ ઓછા હોય અને ભાજપ દ્વારા પોઝિટિવ દર્દીના આંક આપવાનું બંધ કર્યું છે. જોકે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ અને રવાપર ચોકડીએ કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયા હતા, જેમાં 1,900 લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાંથી 319 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું તો કેમ્પ અલગ અલગ સ્થળે યોજવામાં આવશે તેમ સિરામિક ઉધોગપતિઓ દ્વારા જણાવવામાં અવાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.