ETV Bharat / state

વિસનગર તાલુકા પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર

author img

By

Published : Jan 19, 2021, 9:38 AM IST

મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબેશનના ગુનામાં તપાસ અર્થે લાવવામાં આવેલા રાજસ્થાની આરોપી પોલીસને ચકમો આપી કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હતો.

sa
s

  • વિસનગર તાલુકા પોલીસની કસ્ટડીમાંથી આરોપી ફરાર, જિલ્લાની પોલીસ દોડતી થઈ
  • પ્રોહબિશનના ગુનાની તપાસમાં લેવાયેલ આરોપી ભાગી છૂટ્યો
  • 25 વર્ષીય વિક્રમસિંહ મૂળ રાજસ્થાનનો રહેવાસી


    વિસનગરઃ મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબેશનના ગુનામાં તપાસ અર્થે લાવવામાં આવેલા રાજસ્થાની આરોપી પોલીસને ચકમો આપી કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હતો. જેની જાણ થતાં સ્થાનિક પોલીસ સહીત જિલ્લા પોલીસ બેડામાં દોડભાગ મચી હતી.


    ચકમો આપી ભાગેલા આરોપીને પકડવા પોલીસનો ધમધમાટ

    વિસનગર તાલુકા પોલીસ મથકે પ્રોહીબેશનના ગુનામાં મૂળ રાજસ્થાનના 25 વર્ષીય વિક્રમસિંહની અટકાયત કરી તપાસના કામે લોકપમાં રાખવામાં આવ્યો હતો. જેની પૂછપરછ તપાસ દરમિયાન બપોરના સમયે પોલીસ મથકમાં પોલીસ કર્મીઓની પાંખી હાજરી જોવા મળતા આરોપીએ યુક્તિ વાપરી લોકપની છત પરના પતરા ઉખાડીને ભાગી જવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસ કર્મીઓને ભણક પણ ન આવે તે રીતે પતરા ખોલી નાખી ભાગી જવામાં આરોપી સફળ રહ્યો હતો. જોકે તાલુકા પોલીસ મથકના પોલીસ કર્મીઓને ધ્યાને આવતા જિલ્લા કન્ટ્રોલ રૂમને જાણ કરી આરોપીની વિગત સર્ક્યુલર કરતા જિલ્લાના તમામ પોલીસ મથકોને એલર્ટ કરી જિલ્લામાં નાકાબંધી સહિતની કામગીરી કરી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.