ETV Bharat / state

પોષણ અભિયાનમાં કુશળ કામગીરી બદલ મહેસાણા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

author img

By

Published : Aug 28, 2019, 10:43 PM IST

મહેસાણાઃ જિલ્લાએ પોષણ અભિયાન અંતર્ગત ઉત્તમ કામગીરી કરી હતી. જે બદલ જિલ્લાને રાષ્ટ્રીસ્તરે એવોર્ડ એનાયત કરાયો હતો. દિલ્હી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના DDOને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોષણ અભિયાનમાં કુશળ કામગીરી બદલ મહેસાણા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

સરકાર દ્વારા શરૂ કરાયેલા પોષણ અભિયાનમાં મહિનાના ચાર મંગળવારે ICDS દ્વારા આંગણવાળી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. પોષણ અભિયાનને વેગ આપી મહેસાણા જિલ્લાએ ઉત્તમ કામગીરી દર્શાવી હતી. જેથી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. તેમજ DDOને એવોર્ડ એનાયત કરી સન્માનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પોષણ અભિયાન થકી મહિનાના પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ કાર્યક્રમ, બીજા મંગળવારે બાળ તુલા, ત્રીજા મંગળવારે અન્નપ્રાસન દિવસ અને ચોથા મંગળવારે અન્ન વિતરણ અને પૂર્ણ દિવસ યોજવામાં આવે છે.

વડાપ્રધાન દ્વારા 8 માર્ચ 2018થી રાજસ્થાનના ઝૂંઝુનું જિલ્લાથી પોષણ અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ 3 જુલાઈ 2018 થી રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત થઇ હતી. જેમાં હેસાણા જિલ્લાએ ઉત્તમ આગેવાની કરી હતી. જે બદલ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ એવોર્ડ 23 ઓગસ્ટના રોજ એવોર્ડ એનાયત કરાયો હતો.

રાષ્ટ્રીય પોષણ અભિયાનનો હેતું 6 વર્ષ સુધીના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવાનો હતો. આઇ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ અધિકારી ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, પોષણ સ્તર સુધારવા જનઆંદોલન કાર્યક્રમમાં જિલ્લાએ વિશેષ કામગીરી કરી હતી. જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરો દ્વારા સુપોષણ સંવાદ, બાલતુલા દિવસ, અન્નપ્રાશન દિવસ, બાલ દિવસ, અન્ન વિતરણ દિવસ, મમતા દિવસ સહિતના વિવિધ દિવસો યોજીને જિલ્લાએ પોષણ અભિયાનમાં સુપેરે કામગીરી કરી હતી.

Intro:પોષણ અભિયાનમાં કુશળ કામગીરી બદલ રાજ્યમાં મહેસાણા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ પુરસ્કાર પ્રાપ્ત થયોBody:મહેસાણા જિલ્લાએ પોષણ અભિયાન અંતર્ગત ઉત્તમ કામગીરી કરવા બદલ રાષ્ટ્રી સ્તરે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે જેમાં દિલ્લી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના ddoને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે


બાળક એ દેશનું ભાવિ છે અને બાળકનું ઘડતર એ દેશના ભવિષ્યનું ઘડતર કહી શકાય ત્યારે સરકાર દ્વારા શરૂ કરાયેલા પોષણ અભિયાનમાં મહિનાના ચાર મંગળવારે ICDS દ્વારા આંગણવાળી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજી પોષણ અભિયાનને વેગ આપી મહેસાણા જિલ્લાએ ઉત્તમ કામગીરી દર્શાવી છે ત્યારે દિલ્લી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં પોષણ અભિયાનની કામગીરીને બિરદાવતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિભાગના મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે મહેસાણા જિલ્લાના ડીડીઓને એવોર્ડ એનાયત કરી સન્માનપત્રો આપવામાં આવ્યા છે ત્યારે આજે મહેસાણા જિલ્લો પોષણ અભિયાન માટે સમગ્ર રાજ્યમાં કેન્દ્રીય સ્તરે ઉત્તમ કામગિરી કરી રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

જિલ્લામાં હાલમાં પોષણ અભિયાન થકી મહિનાના પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ કાર્યક્રમ કરવામાં આવે છે , બીજા મંગળવારે બાળ તુલા કરવામાં આવે છે , ત્રીજા મંગળવારે અન્નપ્રાસન દિવસ ઉજવાય છે, અને ચોથા મંગળવારે અન્ન વિતરણ અને પૂર્ણ દિવસ યોજી જિલ્લા માં પોષણ અભિયાનની ઉત્તમ કામગીરી કરવામાં આવી છે





(((( મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને પોષણ અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ એનાયત

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા ફિલ્ડ લેવલ લીડરશીપ એવોર્ડ એનાયત કરાયો

રાષ્ટ્રીય સ્તરે રાજ્યમાં આ એવોર્ડ મહેસાણા જિલ્લાને ફાળે જતા જિલ્લાનું ગૌરવ વધ્યું


પોષણ અભિયાનમાં ઉત્તમ કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારીને એવોર્ડ એનાયત


પોષણ અભિયાનમાં ઉત્તમ કામગીરી બદલ સમગ્ર રાજ્યમાં મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ એવોર્ડ ૨૩ ઓગષ્ટ શુક્રવારના રોજ કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે આપવામાં આવ્યો છે

દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮થી રાજસ્થાનના ઝૂંઝુનું જિલ્લાથી પોષણ અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાઇ હતી.રાજ્યમાં રાજ્ય વ્યાપી ૦૩ જુલાઇ ૨૦૧૮ થી આ અભિયાનની શરૂઆત થઇ હતી. પોષણ અભિયાનમાં ઉત્તમ કામગીરી માટે મહેસાણા જિલ્લાએ આગેવાની લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા કામગીરીને ગતિ આપી ફિલ્ડ લેવલે લીડરશીપ એવોર્ડ મેળવી રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

પોષણ અભિયાનમાં ફિલ્ડ લેવલે લીડરશીપ એવોર્ડ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મહેસાણા જિલ્લાને મળ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી નવી દિલ્લી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે પ્રાપ્ત થયો હતો
રાષ્ટ્રીય પોષણ અભિયાનનું મુખ્ય લક્ષ્ય ૦ થી ૦૬ વર્ષના બાળકોમાં પાતળાપણાનું પ્રમાણ ઘટાડવાનો છે.આઇ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ અધિકારી ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું કે પોષણ સ્તર સુધારવા જનઆંદોલન કાર્યક્રમમાં જિલ્લાએ વિશેષ કામગીરી કરી છે.જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરો દ્વારા સુપોષણ સંવાદ,બાલતુલા દિવસ,અન્નપ્રાશન દિવસ,બાલ દિવસ,અન્ન વિતરણ દિવસ,મમતા દિવસ સહિતના વિવિધ દિવસો યોજીને જિલ્લાએ પોષણ અભિયાનમાં સુપેરે કામગીરી કરી છે.
રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં નાગરિકો-પ્રજાજનોની તંદુરસ્તીને મહત્વનું પરિબળ છે. પોષણ અભિયાનના વ્યાપક લાભ જિલ્લાના તમામ વિસ્તારો સહિત ખૂણે-ખૂણે પહોંચાડવા માટે મહેસાણા જિલ્લાએ અગત્યની કામગીરી કરી રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.આ અભિયાન સતત ચાલતી પ્રક્રિયા છે.તમામ નાગરિકોએ પોષણ કામગીરીમાં પોતાનું યોગદાન આપવા જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ અપીલ કરી છે. ))))Conclusion:રોનક પંચાલ , ઈટીવી ન્યુઝ , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.