ETV Bharat / state

કોરોનાની કક્કાવારી... મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ

author img

By

Published : Apr 23, 2020, 11:16 PM IST

ક એટલે કલમ નહીં પરંતુ કોરોનાથી સાવચેત રહો...જાણીને નવાઇ લાગી. આજે કોરોનાએ સમ્રગ વિશ્વમાં ભરડો લીધો છે. કોરોનાથી બચવા માટે તંત્ર દ્વારા નિયંત્રણ અટકાયતી પગલા લેવાઇ રહ્યાં છે. મહેસાણા જિલ્લાએ કોરોના નિયંત્રણ અટાકાયતી પગલાં માટે આગેવાની લીધી છે. મહેસાણા જિલ્લામાં લોકોમાં કોરોના બાબતે જાગૃત થાય અને કોરોના એટલે કે કોવિડ-19 વાઈરસથી અવગત થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીની પ્રેરણાથી કોરોનાની કક્કાવારી દ્વારા કોરોનામાં સાવધાની હેઠળ નવતર પ્રયોગ કર્યો છે.

mehsana-corona-update
કોરોનાની કક્કાવારી... મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ

મહેસાણા: જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીની પ્રેરણા અને માર્ગદર્શનથી જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ક થી માંડીને ક્ષ સુધી કોરોનાની માહિતી અને બચાવ અંગેના ઉપાયોગની વિગતે સમજ આપી છે. લોકોમાં કોરોનાના માનસિક ડર પ્રવેશી ચૂક્યો છે. આ સમયે લોકોમાં ગમ્મત સાથે કોરોના અંગે જાગૃત કરવાની અનોખી પહેલને જિલ્લાના લોકોએ આવકારી છે.

કોરોનાની આ ક્કકવારીમાં ક એટલે કોરોનાથી સાવચેત રહો, ખ એટલો ખોરાક હલકો લેવા અને ખુલ્લામાં ખાંસી ન ખાવો, બ એટલે બહાર જવાનું ટાળો, લ એટલે લક્ષણો દેખાય તુરંત ડોક્ટરનો સંપર્ક કરો, સહિત ક થી ક્ષ સુધી વિવિધ કોરોના અંગેની સમજ, જાગૃતિ અને બચાવ અંગેના ઉપાયો દર્શાવવામાં આવેલ છે.

કોરોનાની આ કક્કાવારીમાં આયુષ અંગે માર્ગદર્શન, કોરોનાના લક્ષણો, કોરોનાથી બચવાના ઉપાયો, રોજની દિન ચર્યા, વારંવાર હાથ ધોવા સહિતની માહિતી આપવામાં આવેલી છે.

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીની પ્રેરણાથી બનાવેલ આ કક્કાવારી નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ તમામ લોકોમાં પ્રિય બની છે. કોરોનાની આ ક્કકાવારીથી અપાતી કોરોના વિશેની અનોખી સમજને લોકો કુતુહુલથી સમજી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.