ETV Bharat / state

મહેસાણા વિસનગર હાઇવે પર મતગણતરીને લઈને વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું

author img

By

Published : Dec 8, 2022, 7:55 AM IST

મહેસાણા વિસનગર હાઇવે પર મતગણતરીને લઈને વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું
મહેસાણા વિસનગર હાઇવે પર મતગણતરીને લઈને વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું

મહેસાણામાં મતગણતરીને લઈને તંત્ર દ્વારા ડાયવર્ઝન (counting of votes in Mehsana) આપવામાં આવ્યું છે. સવારે 05.00 કલાકથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે કઈ કઈ જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જોઈ લો. (Gujarat Assembly Election 2022)

મહેસાણા : વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી વિસનગરના મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ (counting of votes in Mehsana) બાસણા ખાતે કેન્દ્ર નકકી કરવામાં આવેલું છે. જે મતગણતરી દરમિયાન ટ્રાફીક થવાની શક્યતા રહેતી હોય છે. જેને લઈને તારીખ 08, ડિસેમ્બર 2022ના સવારે 05.00 કલાકથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ડાયવર્ટ કરાયેલ રસ્તાઓ મહેસાણાથી વિસનગર તરફના વાહનો માનવ આશ્રમ ચોકડીથી રામુપરા ચોકડી,ઉદલપુર, મગરોડા, કમાણાથી વિસનગર જશે. વિસનગરથી મહેસાણા આવતા વાહનોને વિસનગરથી કમાણા, મગરોડા, ઉદલપુર, રામપુરા ચોકડીથી મહેસાણા જશે. આ પ્રમાણે આયોજન મોટા વાહનો માટે રાખવામાં આવ્યું છે. (counting of votes in Mehsana Diversion over)

નાના વાહનો અને એસટી બસો માટે મહેસાણાથી વિસનગર તરફ આવતા (Mehsana Visnagar Highway Diversion) વાહનો માનવ આશ્રમ ચોકડીથી દેલા હાઈવે બસ સ્ટેન્ડ દેલાગામ બાસણા ગામ બાસણા હાઈવે બસ સ્ટેન્ડ કંસારાકુઈ થઈ વિસનગર જશે. વિસનગરથી મહેસાણા આવતા નાના વાહનો વિસનગરથી કંસારાકુઈ બાસણા હાઈવે બસ સ્ટેન્ડ બાસણા ગામ દેલાગામ દેલા હાઈવે બસ સ્ટેન્ડ થઈ માનવ આશ્રમ ચોકડી જશે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.