ETV Bharat / state

પરિવારમાં આંતરિક વિખવાદ વચ્ચે જામનગર ઉત્તરમાં રિવાબાનો વિજય

author img

By

Published : Dec 6, 2022, 2:36 PM IST

Updated : Dec 8, 2022, 2:03 PM IST

જામનગરમાં ઉત્તર વિધાનસભા બેઠક પરથી (Jamnagar North Assembly Seat) પરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા (Rivaba Jadeja Jamnagar North Assembly Seat won) નો વિજય થયો છે. ભાજપે આ બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ જાડેજાની (હકુભા) જગ્યાએ નવાં ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને (Rivaba Jadeja Jamnagar North Assembly Seat) ટિકીટ આપી હતી. જોકે, આ બેઠક સૌથી વધુ વિવાદમાં રહી હતી. કારણ કે, આ બેઠકના કારણે જાડેજા પરિવારનો આંતરિક વિખવાદ (Low Vote turnout in VIP Assembly Seats) જગજાહેર થયો હતો.

જામનગર ઉત્તરમાં આંતરિક વિખવાદ વચ્ચે જીતવું ભાજપનાં ઉમેદવાર માટે સૌથી મોટો પડકાર
જામનગર ઉત્તરમાં આંતરિક વિખવાદ વચ્ચે જીતવું ભાજપનાં ઉમેદવાર માટે સૌથી મોટો પડકાર

અમદાવાદ જામનગરમાં ઉત્તર વિધાનસભા બેઠક પરથી (Jamnagar North Assembly Seat) પરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા (Rivaba Jadeja Jamnagar North Assembly Seat won) નો વિજય થયો છે. ભાજપે આ બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ જાડેજાની (હકુભા) જગ્યાએ નવાં ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને (Rivaba Jadeja Jamnagar North Assembly Seat) ટિકીટ આપી હતી. જોકે, આ બેઠક સૌથી વધુ વિવાદમાં રહી હતી. કારણ કે, આ બેઠકના કારણે જાડેજા પરિવારનો આંતરિક વિખવાદ (Low Vote turnout in VIP Assembly Seats) જગજાહેર થયો હતો.

જામનગર ઉત્તરનું મતદાન જામનગર ઉત્તર બેઠક પર (Jamnagar North Assembly Constituency) ભાજપનાં ઉમેદવાર રિવાબા જાડેજા (Rivaba Jadeja Jamnagar North Assembly Seat) ચૂંટણી (Low Vote turnout in VIP Assembly Seats) લડી રહ્યાં છે. આ બેઠક પર આ વખતે કુલ 55.96 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 65.50 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.54 ટકા ઓછું મતદાન (Low turnout in Jamnagar) થયું હતું. તેના કારણે ઉમેદવારો ચિંતામાં આવી ગયા છે.

કાંટાની ટક્કર
કાંટાની ટક્કર

કાંટાની ટક્કર ભાજપે આ બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકીટ આપી છે. જ્યારે કૉંગ્રેસે જામનગરના ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ (Jamnagar Chamber of Commerce) બિપેન્દ્રસિંહ જાડેજાને (Bipendrasinh Jadeja Congress Jamnagar North) ટિકીટ આપી છે. તેઓ રાજપૂત સમાજના દિગ્ગજ નેતા પણ છે. તેમ જ સમાજમાં સારું નામ ધરાવે છે. ઉપરાંત તેઓ વેપાર ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. જોકે, અગાઉ તેઓ એક પણ ચૂંટણી લડ્યા નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ વખતે અહીંથી કરસન કરમૂરને (Karsan Karmur AAP Candidate Jamnagar North) ઉમેદવાર જાહેર કર્યા હતા. તેઓ ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા છે. તેમનું આહીર સમાજમાં સારું પ્રભુત્વ છે. મહત્વનું છે કે, અહીં સૌથી વધુ મતદારો પણ આહીર જ છે. એટલે હવે જોવું એ રહ્યું છે મતદારોને ઝૂકાવ કોની તરફ રહેશે.

રાજકીય સમીકરણો: આ બેઠક પર વર્ષ 2017માં વિજેતા થયા બાદ હકુભા જાડેજાને (Hakubha Jadeja) રૂપાણી સરકારમાં પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2021માં રૂપાણી સરકારના રાજીનામા બાદ હકુભાને રિપીટ કરવામાં ન આવ્યા. એટલે ભાજપે આ વખતે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાને (Rivaba Jadeja Jamnagar North Assembly Seat) આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં હતાં. આ બેઠક પર હકુભા જાડેજાનો દબદબો રહ્યો છે. તેઓ એક વખત કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. જ્યાર બીજી વખત ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

બેઠકનું સમીકરણ આ બેઠક પર મુસ્લિમ મતદારો તેમ જ લેઉઆ પટેલ અને કડવા પટેલ, SC-ST, બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ છે. તો મુસ્લિમ મતદારોની સંખ્યા 13.86 ટકા, આહીર સમાજ 5.69 ટકા, SC અને ST મતદારોની સંખ્યા 14.92 ટકા છે.

હાઈપ્રોફાઈલ બેઠક ગણી શકાય જ્યારથી ભાજપે આ બેઠક પરથી રિવાબા જાડેજાનું (Rivaba Jadeja Jamnagar North Assembly Seat) નામ જાહેર કર્યું છે. ત્યારથી જ જાડેજા પરિવારનો આંતરિક વિખવાદ (Jadeja Family Internal Conflict) સામે આવ્યો છે. કારણ કે, રિવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજા કૉંગ્રેસમાં છે. તેમણે આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનો (Bipendrasinh Jadeja Congress Jamnagar North) પ્રચાર કર્યો હતો. જ્યારે રિવાબા જાડેજાનાં સસરા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ તેમના પૂત્રવધુને વોટ ન આપવા લોકોને અપીલ કરતા મામલો વધુ બગડ્યો હતો. મતદાનના દિવસે (Low turnout in Jamnagar) પણ પરિવારનો વિખવાદ આંખે ઊડીને સામે આવ્યો હતો.

PMએ કર્યો હતો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જામનગરમાં (PM Modi Public Meeting in Jamnagar) ભાજપના પ્રચાર માટે આવ્યા હતા. અહીં તેમણે જંગી જાહેરસભા સંબોધી ભાજપના ઉમેદવારો માટે મત માગ્યા હતા. આ સાથે જ તેઓ સ્ટેજ પર રિવાબા જાડેજા સહિતના ભાજપના ઉમેદવારોને આશીર્વાદ આપતા નજરે પડ્યા હતા.

Last Updated :Dec 8, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.