ETV Bharat / state

મહેસાણામાં 2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ, લિંચ ગામે વિજળી ત્રાટકતા ભેંસનું મોત

author img

By

Published : Jun 30, 2020, 7:52 PM IST

જિલ્લામાં આજરોજ મંગળવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં બે કલાક સતત વરસેલા વરસાદના પગલે શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે એક અકસ્માતમાં વીડળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું.

2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ, લિંચ ગામે વિજળી ત્રાટકતા ભેંસનું મોત
2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ, લિંચ ગામે વિજળી ત્રાટકતા ભેંસનું મોત

મહેસાણા : જિલ્લામાં આજે મંગળવારે સવારે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે બે કલાક સતત વરસેલા વરસાદને પગલે મહેસાણામાં દોઢ ઇંચ વરસાદ પડતાં શહેરનું ગોપી નાળુ પાણીથી ભરાઈ ગયું હતું તો કંઈક રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ

આજે મંગળવારે જિલ્લાના ઊંઝા તાલુકામાં 09mm, જોટાણા તાલુકામાં 04mm, બેચારજી તાલુકામાં 21mm, મહેસાણા તાલુકામાં 36mm, વડનગર તાલુકામાં 04mm, વિજાપુર તાલુકામાં 13mm, વિસનગર તાલુકામાં 11mm આમ, જિલ્લામાં સવારે 8થી 10 કલાક સુધી બે કલાકમાં કુલ 98 mm એટલે કે પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ
2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ
જિલ્લામાં સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદમાં લિંચ ગામે લીમડાના ઝાડ પર વિજળી ત્રાટકી હતી. જેમાં વિજળીના તીવ્ર ક્રાંતિને પગલે વૃક્ષના થળીયામાં મોટી તિરાડ પડી હતી તો વૃક્ષ નીચે બાંધેલા પશુપાલકની ભેંસનું ઘટના સમયે જ વીજળીની ઝપેટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પશુપાલન અને ડિઝાસ્ટરની ટિમ દ્વારા સ્થળ મુલાકાત કરી જરૂરી કાર્યવાહી કરી પશુ ધનનું નુક્સાન નોંધવામાં આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.