ETV Bharat / state

પેટ્રોલિંગ માટે પોલીસે ઉપયોગમાં લીધેલા ખાનગી વાહનને અસામાજિક તત્વોએ આગ ચાંપી

author img

By

Published : Apr 20, 2020, 7:44 PM IST

લોકડાઉનમાં પેટ્રોલિંગ માટે પોલીસે ઉપયોગમાં લીધેલા ખાનગી વાહનને અસામાજિક તત્વોએ આગ ચાંપી હતી. કડી પી.આઈ.ને લઈને બંદોબસ્તમાં ફરતી ગાડીને રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ આગ લગાડી હતી.

fire in police vehicle
પેટ્રોલિંગ માટે પોલીસે ઉપયોગમાં લીધેલા ખાનગી વાહનને અસામાજિક તત્વોએ આગ ચાંપી

મહેસાણા: લોકડાઉનના અમલ માટે કડી પોલીસે બીજા પ્રાઇવેટ વાહનો ભાડે રાખી પેટ્રોલિંગ ચાલુ કર્યું છે. ત્યારે રવિવારની મોડી રાત્રે ઘર બહાર પડેલી ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાડી દેતા ચકચાર મચી ગયી છે. કડી પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ એફએસએલની મદદથી ગુનેગારોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

fire in police vehicle
પેટ્રોલિંગ માટે પોલીસે ઉપયોગમાં લીધેલા ખાનગી વાહનને અસામાજિક તત્વોએ આગ ચાંપી
કોરોના વાઈરસની મહામારીમાં સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કડી શહેરમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા માટે સરકારી ગાડીઓની અછત વચ્ચે ભાડા કરાર ઉપર લીધેલી ગાડીમાં રવિવાર રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ આગ લગાડી દેતા ગાડી બળીને ખાખ થયી ગઈ હતી. ભાડા કરાર ઉપર લીધેલી ગાડીમાં યાંત્રિક ખરાબી સર્જાતા ગઈ કાલથી ભાડાકરાર રદ કરી દેવામાં આવ્યો હતો. ભાડા કરાર રદ થયાના થોડાક જ કલાકોમાં ગાડીને અજાણ્યા શખ્સોએ આગ લગાડી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો.
fire in police vehicle
પેટ્રોલિંગ માટે પોલીસે ઉપયોગમાં લીધેલા ખાનગી વાહનને અસામાજિક તત્વોએ આગ ચાંપી


નાનીકડી વિસ્તારમાં આવેલી અનમોલ વિલા સોસાયટીમાં રહેતા અલ્પેશ ચંદુભાઈ પટેલની ફોરચુનર ગાડી GJ 01 RA 1212 નંબરની ગાડીમાં રવિવારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ જલદ પ્રવાહી છાંટીને ગાડીના આગળ તથા પાછળ ડાબી બાજુના ટાયરો તેમજ અંદરની સીટ ઉપર આગ લગાડી દેતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ગાડીમાં આશરે 6 લાખ જેટલું નુકસાન થયું હોવાની કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ સીસીટીવી ફૂટેજ તેમજ એફએસએલની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ગતિવિધિ તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.