ETV Bharat / state

મહેસાણાનું કડી બિમારીના ભરડામાં, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ નોંધાયા

author img

By

Published : Sep 19, 2019, 9:55 PM IST

મહેસાણા: એક તરફ જ્યાં ગુજરાતને દેશમાં મોડલ રાજ્ય તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલના વતન કડીમાં જ તંત્રના પાપે નગરજનો અને વિદ્યાર્થીઓ રોગચાળાના ભરડામાં સપડાયા છે. કડી ખાતે આવેલા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસોમાં 150 વધુ કેસ ડેંન્ગ્યુ અને 45 જેટલા મેલેરિયાના કેસો નોંધાયા છે.

kadi

ટાઈફોડ સહિત નાના મોટો તાવ આવવા સહિત પાણી જન્ય અનેક રોગોના કેસ નોંધાયા છે. કડી આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને અને તાલુકા પંચાયતની જાણ કરી વરસાદી પાણીના નિકાલ સહિત દવા છંટકાવ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી કામગીરી કરતા અઢળક બીમારીઓના કેશ સામે પાવડરનો છંટકાવ અને ફોગીંગ કરવામાં આવ્યું છે.

મહેસાણાનું કડી બિમારીના ભરડામાં, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ નોંધાયા

આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું કડી શહેર જ ગંદકીમાં ખદબદી રહ્યું છે, સ્કૂલ, કોલેજ જતા મોટાભાગના વિદ્યાર્થીઓ બેન્ચીસ પર બેસી ભણવાને બદલે હોસ્પિટલના ખાટલે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર બીમારીઓની દવા લઇ રહ્યા છે. પરિસ્થિતિ જોતા દર્દીઓ અને વાલીઓ આજે ખુદ તંત્રની નિષ્કાળજીનો શૂર રેલાવી રહ્યા છે. આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું કડી રોગચાળાના ભરડામાંથી કેવી રીતે અને ક્યારે મુક્ત થાય છે તે જોવાનું રહ્યું...

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણાથી ધારાસભ્ય છે.

Intro:


આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું વતન કડી બીમારીવસ બન્યું

કડી આવ્યું રોગચાળાના ભરડામાં

ચાલુ સીઝનમાં 2 માસમાં 150 થી વધુ ડેમગ્યું જેવા ગંભીર બીમારીના કેશો નોંધાયા

કડી આરોગ્ય વિભાગ આગ લાગે કુવા ખોદવા બેઠું

બીમારીના આંક વધતા કડી આરોગ્ય વિભાગ સહિત જિલ્લાની ટિમો હરકતમાં આવી

આરોગ્ય વિભાગની જહેમત છતાં મોટાભાગે વિધાયર્થીઓ બીમારીની જપટમાં આવ્યા

બીમારીના કેશમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે

કડીના આરોગ્ય તંત્ર નગરપાલિકા અને તાલુકા પંચાયતના માથે લેખિત જાણ કરી જવાબદારી હળવી કરી

આજે પણ કડીમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોકે મળતા પ્રજાજનો ભયના ઓથાર હેઠળBody:



એક તરફ જ્યાં ગુજરાત રાજ્ય દેશમાં મોડલ રાજ્ય તરીકે રજૂ કરાઈ રહ્યું છે ત્યાં બીજી તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલના વતન કડીમાં જ તંત્રના પાપે નગરજનો અને વિદ્યાર્થીઓ રોગચાળાના ભરડામાં સપડાયા છે ખાસ કડી ખાતે આવેલ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગોની બીમારીની વાત કરીએ તો તહેતરમાં છેલ્લા કેટલાક દિવસોમાં 150 વધુ કેશ ડેન્ગ્યુ અને 45 જેટલા મેલેરિયાના કેશો નોંધાયા છે તો ટાઈફોડ સહિત નાના મોટો તાવ આવવો સહિત વાહકજન્ય અને પાણી જન્ય અનેક રોગો ના કેશ નોંધાયા છે જેને જોતા કડી આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને અને તાલુકા પંચાયતની જાણ કરી વરસાદી પાણીના નિકાલ સહિત દવા કછંટકાવ કરવા સૂચન અપાયા છે જોકે આરોગ્ય વિભાગ દ્વારા આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી કામગીરી કરતા અઢળક બીમારીઓના કેશ સામે પાવડરનો છંટકાવ અને ફોગીંગ કરવામાં આવ્યું છે જોકે કડી શહેરમાં અમારી ટીમે જ્યારે મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું કડી શહેર ગંદકીમાં ખદબદી રહ્યું છે તો સ્કૂલે કોલેજે જતા મોટાભાગના વિદ્યાર્થીઓ બેનચીસ પર બેસી ભણવાને બદલે હોસ્પિટલના ખાટલે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર બીમારી સામે દવાના ડોજ લઈ રહ્યા છે પરિસ્થિતિ જોતા દર્દીઓ અને વાલીઓ આજે ખુદ તંત્રની નિષ્કાળજીનો શૂર રેલાવી રહ્યા છે ત્યારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું કડી રોગચાળાના ભરડા માંથી કેવી રીતે અને ક્યારે મુક્ત થાય છે તે તો જોવું જ રહ્યું...

Conclusion:



બાઈટ 01 : પ્રભાબેન, બીમાર વિદ્યાર્થીનીના વાલી

બાઈટ 02 : દિલીપ દહીંયાં, બીમાર બાળકના પિતા

બાઈટ 03 : નવુભા દરબાર, યુવા દર્દીના પિતા

બાઈટ 04 : મનીષભાઈ , બીમાર વિદ્યાર્થીનીના પિતા

P to C : રોનક

રોનક પંચાલ , ઇટીવી ભારત , કડી - મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.