ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 300ને પાર, 28 લોકોના મોત

author img

By

Published : Jul 1, 2020, 6:46 PM IST

મહેસાણા જિલ્લાને રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ ગણવામાં આવે છે, ત્યારે જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારસુધીમાં 303 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 28 લોકોના મોત થયા છે.

મહેસાણા
મહેસાણા

મહેસાણાઃ જિલ્લામાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જેના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ 4320 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 3926 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મહેસાણામાં કોરોના કેસમાં થયો વધારો

  • અત્યારસુધીમાં કુલ 303 કેસ નોંધાયા
  • 20 કોરોના દર્દીઓનું થયું મોત
  • 206 દર્દીઓ થયા સાજા
  • હાલ, 67 કેસ સક્રિય

મળતી માહિતી પ્રમાણે, જિલ્લામાં અત્યારસુધી 303 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 28 લોકોના મોત થયાં છે. તો 206 દર્દીઓ સ્વસ્થ્ય થતાં તેમને રજા આપવામાં આવી હતી, ત્યારે આજે ફરી એક સાથે 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

તો બીજી તરફ 8 દર્દીઓ કોરોનામુક્ત થયાં હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 368 જેટલા સેમ્પલના રિપોર્ટની સમીક્ષા કરાઈ રહી છે.

નોંધનીય છે કે, આરોગ્ય બાબતે માત્ર સરકાર જ નહીં પરંતુ જિલ્લા વહીવટી તંત્ર પણ સતત પ્રયત્નશીલ રહ્યું છે. જો કે, લોકડાઉન દરમિયાન મહેસાણા જિલમાં કોરોનાની બીમારી ખૂબ જ ઓછા લોકોને થઈ હતી. ત્યાં અનલોક સાથે મળેલી છૂટછાટને પગલે જિલ્લામાં જાણે અજાણે લોકો કોરોના વાઇરસનો શિકાર બની રહ્યા છે.

આમ, જિલ્લામાં પ્રતિદિન 10 જેટલા કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. જેના કારણે ધીમે-ધીમે કોરોના વાઇરસ મહેસાણા જિલ્લા પર હાવી થતો હોવાની પરિસ્થિતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણામાંથી 5, કડીમાં 4 અને બેચારજીમાં 1 મળી કુલ 12 કેસ નોંધાયા છે. હાલ કુલ 67 કેસ સક્રિય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.