ETV Bharat / state

મહેસાણામાં આશાવર્કરો અને ફેસિલિટરોએ પડતર માંગણીઓને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

author img

By

Published : Jan 27, 2021, 12:58 PM IST

આશાવર્કરો અને ફેસિલિટરની પડતર માંગણીઓને લઈને મહેસાણા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે દરમિયાન મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આશાવર્કરો અને ફેસિલિટેટર બહેનો ઉમટી પડી બિલાડી બાગથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી.

ds
ds

  • મહેસાણામાં આશાવર્કરો અને ફેસેલિટરોએ પડતર માંગણીઓને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
  • પગાર વધારાની માંગ અને મેટરનીટી લિવ સહિતનાં મુદ્દે આશાવર્કરો નારાજ
  • ફિક્સ પગારની માંગ સાથે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આશાવર્કર અને ફેસિલિટેટરો દ્વારા કલેકટર કચેરીએ હલ્લાબોલ
  • કલેકટરને આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત

    મહેસાણાઃ આશાવર્કરો અને ફેસિલિટરની પડતર માંગણીઓને લઈને મહેસાણા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે દરમિયાન મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આશાવર્કરો અને ફેસિલિટેટર બહેનો ઉમટી પડી બિલાડી બાગથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી.

માંગણી પુરી નહી થાય તો આંદોલનની ચિમકી

ગુજરાત જનતા જાગૃતિ મંચના મુખ્ય મહિલા કન્વીનરના જણાવ્યા અનુસાર સરકાર એક બાજુ એમ કહી રહી છે કે આશાવર્કર સ્વૈચ્છિક કાર્યકર છે અને અઠવાડિયામાં ચાર થી પાંચ દિવસ પોતાની મરજી મુજબ રોજ બે કલાક આરોગ્યને લગતી પ્રવૃતિ કરે છે અને એના બદલામાં એમને ઇન્સેન્ટીવ ચુકવવામાં આવે છે. બીજી બાજુ કોરોના એ જીવલેણ બિમારી છે અને કોરોનાથી સંક્રમિત થવાના ભય વચ્ચે આશાવર્કરો અને ફેસિલિટરને અઠવાડિયાના સાતે દિવસ પુરા સમય માટે કોરોનાને લગતી કામગીરી કરાવવામાં આવે છે. આ જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરોને રોજના માત્ર ૩૩=૩૩ રૂપિયા જ્યારે ફેસિલિટેટરને માત્ર ૧૭=૦૦ રૂપિયા જેટલું વળતર ચુકવી અન્યાય કરવામાં આવી રહ્યો છે.

મહેસાણામાં આશાવર્કરો અને ફેસિલિટરોએ પડતર માંગણીઓને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

આ મહિલાઓને દર મહિને કોઇ ફિક્સ વેતન મળતુ ન હોવાથી બિમારીના તેમજ માતૃત્વ ધારણ કરવાના પ્રસંગોમાં એમની આવક બંધ થઇ જતી હોઇ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. જો સરકાર આશાવર્કરો અને ફેસિલિટેટરની માંગણીઓને ગંભીરતાથી નહી લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ચંદ્રિકાબેન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.


કોરોના વોરિયર્સનું બિરુદ પરત કરશે..!

અત્યારે પંચાયત વિભાગના કર્મચારીઓ પોતાની ગ્રેડ પે ની માંગને લઈને હડતાળ ઉપર છે. ત્યારે સરકાર દ્વારા એમની ઉપર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 કાર્યવાહી કરવા આદેશ કરી પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે એ પરત ખેંચવા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્રારા સરકારને 26 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે. જો કેસ પાછા નહી ખેચવામા આવે તો 27 મી એ રાજ્યની તમામ આશાવર્કરો ફેસિલિટેટર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ કોરોના વોરિયર્સનુ બિરૂદ પરત કરશે.

ે્ે
મહેસાણામાં આશાવર્કરોનો વિરોધ
આશાવર્કરોની માંગણીઓ(૧) આશાવર્કર અને ફેસિલિટરનું રેગ્યુલર મહેકમ ઉભુ કરી એમને કાયમી કરવામાં આવે (૨) ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરી આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવામાં આવે (૩) પ્રસુતિના સમયગાળા દરમિયાન આશાવર્કર અને ફેસિલિટેટરને અન્ય મહિલા કર્મચારીઓની જેમ જ 180 દિવસની સવેતન મેટરનિટી લીવ આપવામાં આવે (4) ઉંમર ભેદ રાખ્યા સિવાય તમામ આશાવર્કર અને ફેસિલિટેટરને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે(૫) મોટા ભાગની આશાવર્કર અને ફેસિલિટેટરને જુન મહિના પછી કોરોનાની કામગીરી બદલ પ્રોત્સાહક રકમ મળી નથી તો સરકારના આદેશ મુજબ તાત્કાલિક એ નાણા ચુકવવામાં આવે (૬) સરકાર દ્વારા કોઇ ઓળખ પત્ર આપેલ ન હોઇ સર્વે સહિતની કામગીરી દરમિયાન આશાવર્કર અને ફેસિલિટરને અપમાનનો સામનો કરવો પડતો હોઇ એમને તાત્કાલિક આઇડેન્ટી કાર્ડ આપવામાં આવે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.