ETV Bharat / state

કડીના રહીશો દ્વારા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું પુષ્પોથી અભિવાદન કરાયું

author img

By

Published : Apr 13, 2020, 10:51 PM IST

કડીમાં કોરોના વાઈરસના કારણે લૉકડાઉનની પરિસ્થિતિમાં દિવસ રાત શહેર સહિત તાલુકાના ગામોમાં કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં અને જાહેરનામાનો ભંગ કરનાર 165 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

appreciation of police by society people
કડીના રહીશો દ્વારા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું પુષ્પોથી અભિવાદન કરાયું

મહેસાણા : કડીમાં કોરોના વાઈરસના કારણે લૉકડાઉનની પરિસ્થિતિમાં દિવસ રાત શહેર સહિત તાલુકાના ગામોમા કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં અને જાહેરનામાનો ભંગ કરનાર 165 જેટલા શખ્સોની અટકાયત કરી સફળતા પૂર્વક ફરજ બજાવનાર કડીના ફસ્ટ પી.આઈ ઓ.એમ.દેસાઈ, સેકન્ડ પી.આઈ રામાણી સહિતના પોલિસ કર્મીઓનુ સોમવારે કરણનગર રોડ સ્થિત, શિકાગો ફ્લેટ અને ધરતી સીટીના રહીશોએ ફૂલોથી સ્વાગત અભિવાદન કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

appreciation of police by society people
કડીના રહીશો દ્વારા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું પુષ્પોથી અભિવાદન કરાયું
મહેસાણા જિલ્લામાં કોરોના વાઈરસની દહેશત વચ્ચે 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. કડી પોલીસની સરાહનીય કામગીરીને પગલે કડી શહેરમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફનું પુષ્પવર્ષા કરી સ્વાગત અને અભિવાદન કર્યું હતું. લૉકડાઉનના પાલનમાં મહત્વની ભૂમિકા અદા કરનાર પોલીસ વિભાગનું કડીના રહીશોએ અભિવાદન કરી પોલીસની કામગીરીને પ્રોત્સાહિત કરી કોરોના વાઈરસની જંગ સામે પોલીસ અને જનતા એકમેકના સહયોગથી આગળ વધી રહ્યાં છે.
appreciation of police by society people
કડીના રહીશો દ્વારા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું પુષ્પોથી અભિવાદન કરાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.