ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા કુલ 906 ફોર્મ ઉપડ્યા

author img

By

Published : Feb 9, 2021, 1:50 PM IST

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાની 4 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. જેમાં વિસનગરમાંથી 75, મહેસાણામાંથી 74, કડીમાંથી 22 અને સૌથી વધારે ઊંઝા નગરપાલિકા માંથી 250 ઉમેદવારી પત્રો અરજદારો દ્વારા લેવામાં આવ્યા છે. ત્યારે સામાન્ય રીતે તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ લેવા મામલે કોઇ ફી નથી હોતી.

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 906 ફોર્મ એક ગયા
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 906 ફોર્મ એક ગયા

  • 4 પાલિકામાં ઉમેદવારી માટે કુલ 421 ફોર્મ ઉપડ્યા
  • 10 તાલુકા પંચાયતમાં ઉમેદવારી માટે 394 ફોર્મ ઉપડ્યા
  • જિલ્લા પંચાયત ઉમેદવારી માટે 91 ફોર્મ ઉપડ્યા

મહેસાણા: આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી પંચની જાહેરાત અનુસાર 8 ફેબ્રુઆરીથી ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ 4 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતમાં નિર્ધારિત બેઠકો પર ઉમેદવારી ઇચ્છતા અરજદારોએ કુલ 906 જેટલા ફોર્મ મેળવ્યા હતા.

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 906 ફોર્મ એક ગયા
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 906 ફોર્મ એક ગયા

સૌથી વધારે ઊંઝા નગરપાલિકામાંથી 250 ઉમેદવારી પત્રો અરજદારો દ્વારા લેવામાં આવ્યા

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાની 4 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. જેમાં વિસનગરમાંથી 75, મહેસાણામાંથી 74, કડીમાંથી 22 અને સૌથી વધારે ઊંઝા નગરપાલિકામાંથી 250 ઉમેદવારી પત્રો અરજદારો દ્વારા લેવામાં આવ્યા હતા. ત્યારે સામાન્ય રીતે તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ લેવા મામલે કોઇ ફી નથી હોતી. જ્યારે નગરપાલિકામાં ઉમેદવારી પત્ર મેળવવા માટે 50 રૂપિયા ફી નિર્ધારિત કરાઈ છે. જેથી 4 પાલિકામાં મળી કુલ 421 ઉમેદવારી પત્રો અરજદારો દ્વારા તંત્રને 21,050 જેટલી આવક નોંધાઇ હતી.

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 906 ફોર્મ એક ગયા
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 906 ફોર્મ એક ગયા

જિલ્લા પંચાયત માટે 91 અને 10 તાલુકા પંચાયત માટે 394 ફોર્મ વિતરણ કરાયા

જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતમાં ચૂંટણીની યોજાનાર છે ત્યારે ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં કડીમાંથી 45, જોટાણામાંથી 35, બેચરાજીમાંથી 20, મહેસાણામાંથી 52, વિસનગરમાંથી 49, વિજાપુરમાંથી 38, વડનગરમાંથી 19, સતલાસણામાંથી 34 અને સૌથી વધુ ઊંઝા તાલુકા પંચાયત માટે 61 મળી ઉમેદવારી ઇચ્છુક અરજદારોએ કુલ 394 જેટલા ફોર્મ મેળવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયત માટે 91 ફોર્મ વિતરણ કરાયા હતા.

ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ ઊંઝા પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સૌથી વધુ ફોર્મ ઉપડ્યા

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જિલ્લામાં ઊંઝા સેન્ટર પરથી જાણે કે, ચૂંટણીનો રંગ ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ જાજો ચડેલો જોવા મળી રહ્યો છે. કારણકે, જિલ્લામાં 4 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો વિતરણ કરવાના પ્રથમ દિવસે જ ઊંઝા નગરપાલિકામાં ઉમેદવારી ઇચ્છુક લોકોમાં ફોર્મ મેળવનારના ઉત્સાહમાં સૌથી વધુ ફોર્મ વિતરણ થયા છે. જ્યારે ઊંઝા તાલુકા પંચાયત માટે પણ જિલ્લામાંથી ઊંઝામાં સૌથી વધુ ફોર્મ વિતરણ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.