ETV Bharat / state

મહિસાગર પંથકમાં સાર્વત્રિક વરસાદ, વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

author img

By

Published : Jun 25, 2019, 10:38 AM IST

મહિસાગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યારે મહિસાગર જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાવાસીઓને અસહ્ય ગરમી અને ઉકળાટથી છૂટકારો મળ્યો છે. આ સાથે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

મહીસાગર પંથકમાં સાર્વત્રિક વરસાદ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતની થઈ છે.મહિસાગર જિલ્લાના કેટલાક તાલુકામાં મૂશળધાર તેમજ ધીમીધારે વરસાદ વરસ્યો છે.મહિસાગર જિલ્લાના વીરપુરમાં 49 મીમી, લુણાવાડામાં 29 મીમી, બાલાસિનોરમાં 12 મીમી સંતરામપુરમાં 28 મીમી, કડાણામાં 20 મીમી અને ખાનપુર તાલુકામાં 17 મીમી વરસાદ નોંધાયો છે.

મહિસાગર પંથકમાં સાર્વત્રિક વરસાદ

સમગ્ર જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા જિલ્લાવાસીઓને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ વીરપુર તાલુકામાં 83 મીમી, બાલાસિનોરમાં 72 મીમી, જયારે સૌથી ઓછો વરસાદ ખાનપુર તાલુકામાં 42 મીમી નોંધાયો છે. બાલાસિનોરમાં વરસાદ સારો પડતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી.

Intro:
R_GJ_MSR_01_25-JUN-19_VARASAD_SCRIPT_VIDEO_RAKESH

મહીસાગર પંથકમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં આનંદો

સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતની સાથે સાથે સમગ્ર મહીસાગર જિલ્લામાં
પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સમગ્ર મહીસાગર જિલ્લામાં મધ્ય રાત્રીથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે
જેના કારણે જિલ્લાવાસીઓને અસહ્ય ગરમી અને ઉકળાટથી છુટકારો મળ્યો છે.આ સાથે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતની સાથે સાથે સમગ્ર મહીસાગર જિલ્લામાં પણ ચોમાસાની
શરૂઆત થઈ ગઈ છે અને સમગ્ર મહીસાગર જિલ્લામાં મધ્ય રાત્રીથી વહેલી સવાર સુધી મહીસાગર જિલ્લામાં આવેલ 6
તાલુકાઓમાં કોઈ તાલુકામાં મુશળધાર તો કોઈ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે મહીસાગર જિલ્લાના વીરપુરમાં
49 મીમી, લુણાવાડામાં 29 મીમી, બાલાસિનોરમાં 12 મીમી સંતરામપુર માં 28 મીમી, કડાણામાં 20 મીમી અને ખાનપુર
તાલુકા માં 17 મીમી વરસાદ મધ્ય રાત્રીથી વહેલી સવાર સુધી વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં
ઠંડક પ્રસરી ગઈ છે અને જિલ્લાવાસીઓ ને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી
સૌથી વધારે વરસાદ વીરપુર તાલુકામાં 83 મિમિ નોંધાયો છે ત્યાર બાદ બાલાસિનોરમાં 72 મીમી જયારે સૌથી ઓછો વરસાદ
ખાનપુર તાલુકામાં 42 મીમી નોંધાયો છે સમગ્ર જિલ્લામાં બાલાસિનોરમાં વરસાદ સારો થતા ખેડૂતોએ ખેતીની શરૂઆત
કરી દીધી હતી હવે જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતીના શ્રી ગણેશ કરશે.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.