ETV Bharat / state

શું છપ્પનીયો કાળ બની રહ્યું કચ્છ ? લોકોની વેદનાથી કાળજું કંપી ઉઠશે

author img

By

Published : Jun 28, 2022, 1:45 PM IST

Updated : Jun 28, 2022, 3:28 PM IST

સરહદી જિલ્લા કચ્છ જિલ્લામાં આજે પણ લોકો પાણી માટે વલખાં મારી (Water problem in Kutch) રહ્યા છે. અહીંના 4 તાલુકાના 32 ગામોમાં આજે પણ ટેન્કરરાજ (Tanker Raj in Kutch) છે. તો આવો જોઈએ હર ઘર જલ પહોંચાડવાની વાત કરતી સરકારની કઈ રીતે પોલ (Government exposed in Kutch ) ખૂલી રહી છે.

'હર ઘર જલ' પહોંચાડવાની વાત કરતી સરકારની ખૂલી પોલ, આજે પણ ટેન્કરરાજ પર નિર્ભર છે આ જિલ્લો
'હર ઘર જલ' પહોંચાડવાની વાત કરતી સરકારની ખૂલી પોલ, આજે પણ ટેન્કરરાજ પર નિર્ભર છે આ જિલ્લો

કચ્છઃ રાજ્ય સરકાર હર ઘર જલ પહોંચાડવાની મોટી મોટી વાત કરે છે, પરંતુ સરહદી જિલ્લા કચ્છમાં તો કંઈક ઊંધો જ ઘાટ જોવા (Water problem in Kutch) મળી રહ્યો છે. કચ્છ આમ તો સુકો મૂલક જ છે, જ્યાં ઉનાળા દરમિયાન અનેક ગામો પાણી માટે વલખાં મારતા જોવા મળે છે. અનેક ગામો પાણીના ટેન્કર (Tanker Raj in Kutch) પર નિર્ભર રહે છે. ત્યારે આજે પણ કચ્છ જિલ્લાના 4 તાલુકાઓના 32 ગામો અને 31 પરામાં હાલ પાણીના 20 ટેન્કરો (Tanker Raj in Kutch) મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

'હર ઘર જલ'ની વાત કરતી સરકારની ખૂલી પોલ

નેસ ખોદી પાણીની જરૂરિયાત કરે છે પૂરી - જ્યારે બન્ની વિસ્તારના ગામો નેસ ખોદી પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરે છે, પણ વાગડ વિસ્તારનું એક ગામ તો હાલ ચોમાસું ચાલુ થયા પછી પણ પાણી માટે વલખાં મારી રહ્યું છે. આ ગામમાં પાણી, રસ્તા અને વીજળી જેવી પાયાની સુવિધાઓ (Water problem in Kutch) પણ નથી.

નેસ ખોદી પાણીની જરૂરિયાત કરે છે પૂરી
નેસ ખોદી પાણીની જરૂરિયાત કરે છે પૂરી

દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ શરમજનક સ્થિતિ - એક તરફ આપણા દેશને આઝાદ થયાના 75 વર્ષ થયા તેમ છતાં કચ્છ જિલ્લો પાણી માટે આજે પણ વલખાં મારી રહ્યો છે. અહીં રાપર તાલુકાના જટાવાડા ગામ હેઠળની જિલ્લારવાંઢમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ગામને પાણી, રસ્તા અને વીજળી જેવી પાયાની સુવિધાઓ (Lack of basic facilities in Kutch) પૂરી પાડવામાં (Lack of basic facilities in Kutch) આવી નથી. આ ગામમાં અંદાજે 70થી 80 પરિવારો જાણે આજે પણ 70થી 80 વર્ષ જૂનું જીવન જીવતા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો ગામના બાળકો અને વૃદ્ધો સહિત લોકો આજે પણ ગામમાં ઠેકઠેકાણે આવેલા વિરડાઓમાંથી મુશ્કેલીથી પાણી ભરી પોતાની તરસ (Water problem in Kutch) છિપાવે છે.

દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ શરમજનક સ્થિતિ
દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ શરમજનક સ્થિતિ

આ પણ વાંચો- Banaskantha water problem: સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચે છે ક્યાં, અહીં જઇને જૂઓ શી હાલત છે

ગામના લોકો વિરડા આધારિત મેળવે છે પાણી - જિલ્લારવાંઢના સ્થાનિકોના જણાવ્યા મુજબ, અંદાજે આ ગામ 100 વર્ષથી વસેલું છે અને આ ગામને આજ દિન સુધી ગામતળનો દરજ્જો પ્રાપ્ત નથી થયો, જેના કારણે તેઓ આજ સુધી તમામ સરકારી સુવિધાઓથી વંચિત રહ્યા છે. માત્ર પાણી જ નહીં પણ રોડરસ્તા, લાઈટ, પાણી અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી (Lack of basic facilities in Kutch) પણ ગામના લોકો વંચિત છે. વાંઢના લોકો ચોમાસાની ઋતુમાં પણ પાણી માટે પીડા ભોગવી રહ્યા છે. આજે પણ અહીંના લોકો વિરડા આધારિત પાણી મેળવે છે. પરિવારના અબાલ વૃદ્ધ માટે વાસણો લઈ પાણી ભરવા જાવું નિત્યક્રમ બની ગયો છે.

નેસ ખોદી પાણીની જરૂરિયાત કરે છે પૂરી
નેસ ખોદી પાણીની જરૂરિયાત કરે છે પૂરી

આ પણ વાંચો- પાણીની સમસ્યા વિકટ બની: રાધનપુરના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પાણી સમસ્યા અંગે પત્ર લખી રજૂઆત કરી

જિલ્લાર વાંઢ જેવા ગામો હજી પણ સરકારી યોજનાઓની જોઈ રહ્યા છે રાહ - ગામના 70 પરિવારો આઝાદી પૂર્વેના સમયમાં જીવી રહ્યા હોય તેવું આભાસ અહીં થાય છે. શ્રમ કાર્ય સાથે જોડાયેલા અંદાજિત 70થી 80 જેટલા પરિવારો 20મી સદીનું જીવન જીવી રહ્યા છે. કચ્છના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારો વિકાસના પંથે ઘણી પ્રગતિ કરી છે. પણ એટલી જ હકીકત આ પણ છે કે જિલ્લાર વાંઢ જેવા ગામો હજી પણ સરકારી યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. ગ્રામજનોમાં પણ રોષ છે કે, રાજકારણીઓ ચુંટણી પહેલા ગામની સમસ્યાઓ હલ કરવાના વાયદા કરે છે અને પછી અહીં ફરકતા પણ નથી.

ગામના લોકો વિરડા આધારિત મેળવે છે પાણી
ગામના લોકો વિરડા આધારિત મેળવે છે પાણી

ખાડાઓમાંથી વાટકી વડે દૂષિત પાણી ભરીને પીવું પડી રહ્યું છે - આજે પણ ગામના લોકોને ખાડાઓમાંથી વાટકી વડે દૂષિત પાણી ભરીને પીવું પડી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર કચ્છમાં નલ સે જલ યોજનાની 100 ટકા સફળતાની પ્રસિદ્ધિ કરી રહી છે. ત્યારે ચોમાસામાં પણ પાણી માટે તરસતા આ જિલારવાંઢને પાણીનો (Government exposed in Kutch) ટેન્કર (Tanker Raj in Kutch) પણ નસીબ નથી થઈ રહ્યો.ગ્રામજનોની આશા છે કે સૌના સાથ સાથે થઈ રહેલા સૌના વિકાસ સાથે આ વાંઢનો પણ વિકાસ થાય.

જિલ્લાર વાંઢ જેવા ગામો હજી પણ સરકારી યોજનાઓની જોઈ રહ્યા છે રાહ
જિલ્લાર વાંઢ જેવા ગામો હજી પણ સરકારી યોજનાઓની જોઈ રહ્યા છે રાહ

અનેક વખત સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છતાં કોઈ પગલાં નથી લેવાયા - જટાવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પાંચાભાઈ રૂડાભાઈએ જણાવ્યું હતું કે, આ ગામમાં સરકારી યોજનાઓની એક પણ સુવિધા નથી. રાજકારણીઓ મત માગવા માટે ખાલી અહીં આવે છે અને ખોટા વાયદાઓ કરીને ચાલ્યા જાય છે, પરંતુ પછી કોઈ દિવસ આવતા નથી અને કોઈ વિકાસનો કામ પણ કરતા નથી. પાણીની સમસ્યા ખૂબ રહે છે અને પાણીના ટેન્કર પણ નથી આવતા. અનેક વખત સરકાર સમક્ષ રજૂઆત કર્યા છતાં પણ અમારી વાત કોઈ સાંભળતું જ નથી.

Last Updated : Jun 28, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.