ETV Bharat / state

Water Issue in Kutchh: ઊંટ પર કેરબા નાખી વાડીમાં લોકો વીરડી બનાવીને મેળવે છે પાણી, 40 વર્ષથી સમસ્યા

author img

By

Published : Mar 13, 2023, 1:43 PM IST

Updated : Mar 14, 2023, 10:09 AM IST

કચ્છના છેવાડાના સૂકા મલક બન્ની વિસ્તારમાં અત્યારથી જ પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ભર ઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે તરસ્યા છે. લોકો ઊંટ પર સવાર થઈને અન્ય વાડી વિસ્તારમાંથી વીરડી બનાવીને પાણી મેળવવું પડી રહ્યું છે.

Kutch News : ઊંટ પર કેરબા નાખી વાડીમાં લોકો વીરડી બનાવીને મેળવે છે પાણી, 40 વર્ષથી સમસ્યા
Kutch News : ઊંટ પર કેરબા નાખી વાડીમાં લોકો વીરડી બનાવીને મેળવે છે પાણી, 40 વર્ષથી સમસ્યા

Water Issue in Kutchh: ઊંટ પર કેરબા નાખી વાડીમાં લોકો વીરડી બનાવીને મેળવે છે પાણી, 40 વર્ષથી સમસ્યા

કચ્છ : એશિયાનું સર્વશ્રેષ્ઠ માનતા બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારના ધ્રોબાણા ગામ ધુનારા વાંઢમાં છેલ્લાં 40 વર્ષોથી પાણી અને વીજળીની સમસ્યા છે. ગામની દીકરીઓ અને મહિલાઓ બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બન્ની વિસ્તારની આ ધુનારા વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી માટે લોકોને ઊંટ પર 40 લીટરના પાણીના કેરબા લાદીને પાસેના ગામની વાડીમાં બનાવવામાં આવેલ વીરડી મારફતે પાણી ભરવું પડી રહ્યું છે.

પાણી માટે ભારે સંધર્ષ : ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં ભુજનો બન્ની પંથ પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. ત્યારે આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની મુશ્કેલી સર્જાઈ છે. ધુનારા વાંઢના લોકો ચાલીસ વર્ષથી પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે. ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે, અનેક વખત અરજીઓ આપીને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજી સુધી કોઈ ચોક્કસ પગલાં નથી લેવાયા.

ઊંટ પર કેરબા લાદીને પાણી મેળવે : ધુનારા વાંઢના સ્થાનિક મોડજી સમાંએ જણાવ્યું હતું કે, ગામમાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે અને તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ રીતનો જવાબ પણ આપવામાં નથી આવી રહ્યો. સાથે જ કોઈ ચોક્કસ પગલાં પણ નથી લેવામાં આવી રહ્યા. ગામની મહિલાઓ અહીં વાડીમાં બનાવવામાં આવેલી વીરડીમાંથી પીવાના, નહાવાના, કપડાં ધોવા માટે પાણી અહીંથી લઇ જતી હોય છે. કોઈ વ્યક્તિ પાસે ઊંટ હોય તો ઊંટ પર 20-20 લીટરના કેરબા લાદીને પાણી લઈ જવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Kutch News : સૂકા મલકમાં અત્યારથી જ માનવ-પશુ પાણી માટે તરસ્યા

વીરડીમાંથી પણ દૂષિત પાણી : વાડીઓમાં બનાવવામાં આવેલી વીરડીમાંથી જે પાણી મેળવવામાં આવી રહ્યું છે તે પણ પીવાલાયક નથી હોતું, પરંતુ જીવનનિર્વાહ માટે તેનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સુકાપ્રદેશ કચ્છમાં ઉનાળા દરમિયાન જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની આગમન થયું છે તેવામાં છેવાડાના પંથકમાં જળની સમસ્યા જોવા મળી રહી છે. ધોમધમતા આકરા તાપમાં મહિલાઓ પાણી માટે રજળપાટ કરી રહી છે. તો વીરડીમાંથી પાણી ખૂબ દૂષિત મળી રહ્યું છે.

આ પણ વાંચો : Bhavnagar Rainfall: ફાગણ મહિનામાં ફોરા પડ્યા, ડુંગળીના પાક પર પાણી ફર્યું

4થી 5 વખત આ રીતે ઊંટ પણ પાણીની હેરફેર : ધુનારા વાંઢમાં એક પરિવાર પાસે એક ઊંટ છે. જેના પર 20-20 લીટરના પાણના કેરબા લાદીને વીરડીમાંથી પાણી મેળવવામાં આવી રહ્યું છે. તો દિવસમાં 4થી 5 વખત આ રીતે ઊંટ પર પાણી લાવવામાં આવી રહ્યું છે. તો વીરડીમાં પણ દૂષિત પાણી આવી રહ્યું છે. તો વીરડીમાં મર્યાદિત માત્રામાં પાણી મળે છે. ધુનારા વાંઢના સ્થાનિક લોકો સરકાર સમક્ષ પીવાની પાણી અને વીજળીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે.

Last Updated : Mar 14, 2023, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.