ETV Bharat / state

Bhavnagar Rainfall: ફાગણ મહિનામાં ફોરા પડ્યા, ડુંગળીના પાક પર પાણી ફર્યું

author img

By

Published : Mar 5, 2023, 9:44 AM IST

Updated : Mar 5, 2023, 12:06 PM IST

Rain in Bhavnagar: ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું, ઘઉં અને ડુંગળી લણવામાં બાકી ખેડૂતો ચિંતિત બન્યા
Rain in Bhavnagar: ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું, ઘઉં અને ડુંગળી લણવામાં બાકી ખેડૂતો ચિંતિત બન્યા

ભાવનગરમાં હવામાન વિભાગએ જે પ્રમાણે આગાહી કરી હતી તે અનૂસાર માવઠું પડ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેતરો ભીંજાયા અને ખેડૂતોના રહેલા પાક બગડવાની દહેશત જાગી હતી. કમોસમી વરસાદ શરૂ થતા ભાવનગર જિલ્લાના રસ્તાઓ ભીંજાયેલા નજરે પડતા હતા.

ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું, ઘઉં અને ડુંગળી લણવામાં બાકી ખેડૂતો ચિંતિત બન્યા

ભાવનગર: ગુજરાત સરકારના હવામાન વિભાગ આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ઉમરાળા,વલભીપુર,જેસર,પાલીતાણા અને સિહોર જેવા તાલુકામાં માવઠું થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું
ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું

વાતાવરણમાં પલટો: ગુજરાત સરકારના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગર શહેર નહીં પરંતુ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમીમાં આવતું થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.

ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું
ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું

આ પણ વાંચો Bhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો મળ્યા

જિલ્લામાં માવઠું: ભાવનગર શહેરમાં ઢળતી સંધ્યા સમયે વાતાવરણ વરસાદી માહોલ જેવું સર્જાયું હતું. ચોમાસા જેવા માહોલ વચ્ચે વાદળો ધસી આવ્યા હતા. પરંતુ ભાવનગર શહેરમાં માવઠું વરસ્યુ ન હતું. જો કે મળતી માહિતી મુજબ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હોવાનું સામે આવ્યું હતું. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેતરો ભીંજાયા અને ખેડૂતોના રહેલા પાક બગડવાની દહેશત જાગી હતી. કમોસમી વરસાદ શરૂ થતા ભાવનગર જિલ્લાના રસ્તાઓ ભીંજાયેલા નજરે પડતા હતા.

ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું
ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું

આ પણ વાંચો Bhavnagar Kashi Vishwanath: જશોનાથ મહાદેવનું શિવાલય, જ્યાં ભક્તોની દરેક સમસ્યા હલ થાય છે

કમોસમી વરસાદ: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા, ઠોંડા, હડમતીયા લાખાવાડ સહિત આસપાસના ગ્રામ્ય પથકમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું હતું. માવઠાની અસરથી ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે તેવી ભીતી સેવાઈ હતી. પાલીતાણા અને જેસર તાલુકાના પણ કેટલાક ગામડાઓમાં માવઠું થયું હતું.

ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું
ભાવનગર શહેર નહિ પણ જિલ્લામાં માવઠું

પાકોમાં ભીતિ વધી: ભાવનગર જિલ્લામાં થયેલા માવઠાને પગલે તાલુકામાં ખેડૂતોને ચિંતાનું પ્રમાણ વધી ગયું છે. ઘણા ખેડૂતો દ્વારા પાણીની વ્યવસ્થા વચ્ચે કરવામાં આવેલા પાકો બગડવાની ભીતી સેવાઈ રહી છે. ડુંગળી હોય કે ઘઉંના પાક હોય દરેક પાકોમાં વરસાદને પગલે નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂત ચિંતિત બન્યો હતો. ઘઉં હજુ ઘણા ખેતરોમાં ઉભા અને લણવાના બાકી હોઈ ત્યારે માવઠાથી ઘઉંનો તૈયાર પાક બગડવાની શક્યતાઓ વધી ગઈ છે.

Last Updated :Mar 5, 2023, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.