ETV Bharat / state

કચ્છ: અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું

author img

By

Published : Jan 3, 2021, 10:17 AM IST

અંજાર તાલુકાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અંતર્ગત દુધઇ ખાતે કુલ રૂ. 61.90 લાખના ખર્ચે 3 પંચાયત ઘર તેમજ 6 આંગણવાડી કેન્દ્રોનું રાજ્યપ્રધાન વાસણભાઇ આહીરના હસ્તે લોકાર્પણ કરાયું હતું. અંજાર તાલુકાના દુધઇ, મીંદીયાળા અને ભાદ્રોઇ પંચાયત ઘરોનું કુલ રૂ. 33. 46 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુધઇ-1, દુધઇ-2, દુધઇ-3, લાખાપર-1, લાખાપર-2 અને હિરાપર આંગણવાડી કેન્દ્રોનું રૂ.28.44 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.

અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું
અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું

  • અંજાર તાલુકામાં રૂ. 61.90 લાખના ખર્ચે નિર્માણ કરાયું
  • નવા પંચાયત ઘરો તેમજ આંગણવાડીઓનું થયું લોકાર્પણ
    અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું
    અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું

કચ્છ: અંજાર તાલુકાના દુધઇ ખાતે આયોજિત એક સમારોહમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળ આ વિવિધ વિકાસલક્ષી કામોની વિકાસ યાત્રા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આજથી આ ગામના તમામ કાર્યો આ સુંદર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રજાની સેવા એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. તેમણે ગ્રામજનોને કોરોના મહામારીના આ સમયમાં સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમજ માસ્કનો ફરજીયાત ઉપયોગ, દો ગજ કી દુરી અને હાથ સેનિટાઇઝ કરવા અપીલ કરી હતી.

અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું
અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું

આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, અગ્રણીઓ હરિભાઇ જાટીયા, નરેન્દ્રસિંહ જાડેજા, સામજીભાઇ ડાંગર, કાનજીભાઇ શેઠ, મશરૂ રબારી, દેવશીભાઇ તેમજ અંજાર તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર બી.પી.ગોર, સેકસન ઓફિસર એમ.આઇ.સૈયદ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.