ETV Bharat / state

26 ઓક્ટોબરથી શરૂ થશે રણોત્સવ, રણમાં રોમાંચ સાથે ઊગશે દિવસ

author img

By

Published : Oct 20, 2022, 2:14 PM IST

Updated : Oct 20, 2022, 2:23 PM IST

કચ્છમાં 26 ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી રણોત્સવનું (Kutch rann utsav) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ફરી એક વાર સફેદ રણમાં (white desert kutch) રણોત્સવમાં પ્રવાસીઓને (Tourist ready for Kutch Rann Utsav) આકર્ષવા માટે કચ્છ સજ્જ બન્યું છે. તો આ વખતે રણોત્સવમાં (Rann Utsav in Kutch) શું વિશેષતા હશે તે અંગે જોઈએ આ અહેવાલ.

પ્રવાસીઓને આકર્ષવા કચ્છ સંપૂર્ણ રીતે સજ્જ, સફેદ રણમાં 26 ઓક્ટોબરથી શરૂ થશે રણોત્સવ
પ્રવાસીઓને આકર્ષવા કચ્છ સંપૂર્ણ રીતે સજ્જ, સફેદ રણમાં 26 ઓક્ટોબરથી શરૂ થશે રણોત્સવ

કચ્છ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતો (Kutch rann utsav) રણોત્સવ ફરી એક વાર પ્રવાસીઓને આવકારવા માટે સજ્જ બન્યું છે. આ રણોત્સવ હંમેશા દેશ અને વિદેશના પ્રવાસીઓને (Tourist ready for Kutch Rann Utsav) પોતાની તરફ આકર્ષે છે. ત્યારે આ વખતે રણોત્સવનું આયોજન 26 ઓકટોબરથી 28 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી રણોત્સવના ઓફિશિયલ સોશિયલ મીડિયા (Rann Utsav Social Media) પ્લેટફોર્મ પર જાહેર (Rann Utsav in Kutch) કરવામાં આવી છે.

સફેદ રણમાં યોજાતો રણોત્સવ ફરીથી પ્રવાસીઓને આવકારવા સજ્જ
સફેદ રણમાં યોજાતો રણોત્સવ ફરીથી પ્રવાસીઓને આવકારવા સજ્જ

જૂદી થીમ જોવા મળશે કચ્છનું સફેદ રણ (white desert kutch) દેશ વિદેશમાં પ્રખ્યાત થયું છે. તેવામાં દેશવિદેશમાંથી આવતા પ્રવાસીઓ (Tourist ready for Kutch Rann Utsav) ખાસ રણોત્સવ માટે કચ્છ આવે છે. તો આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને કંઇક અલગ અને જુદી જ થીમ જોવા મળશે.

આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે
આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે

મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે તેવી શક્યતા રણોત્સવમાં (Kutch rann utsav) કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના (Gujarat Tourism) વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે આંશિક પાબંદી વચ્ચે લોકોએ અહીં આવી હળવાશની પળો માણી હતી. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર હળવો હોતાં ડોમેસ્ટિક તેમ જ આંતરરાષ્ટ્રીય આવાગમન પર કોઈ કોઈ પ્રકારના પ્રતિબંધ ન હોતાં રણોત્સવમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે તેવી શક્યતા છે.

આ વર્ષે પણ ટેન્ટ સિટીની થીમ રણ કે રંગ રાખવામાં આવશે
આ વર્ષે પણ ટેન્ટ સિટીની થીમ રણ કે રંગ રાખવામાં આવશે

પ્રવાસીઓને આકર્ષવા કરાશે જુદું જુદું સુશોભન આ ઉપરાંત રણોત્સવના (Kutch rann utsav) ઑફિશિયલ સોશિયલ મીડિયા (Rann Utsav Social Media) પ્લેટફોર્મ પરની માહિતી મુજબ, પ્રથમ વખત દેશભરના હસ્ત કળાના કારીગરોને પ્રવાસન વિભાગ આમંત્રણ (gujarat tourism department) આપશે. તો પ્રવાસીઓને આકર્ષવા બીએસએફ ચોકીથી વોચ ટાવર સુધી લાઈટિંગ પણ કરવામાં આવશે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા આ ઉત્સવ માટે ભિરંડીયારાથી ધોરડો સુધી કુલ 40 જેટલા નાના મોટા રીસોર્ટ્સ પણ આવતા અઠવાડિયાથી તૈયારીઓ શરૂ કરશે.

સુપર પ્રીમિયમ કેટેગરીનું ટેન્ટ ઉમેરવામાં આવ્યા
સુપર પ્રીમિયમ કેટેગરીનું ટેન્ટ ઉમેરવામાં આવ્યા

આ વર્ષે પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિના રંગોના દર્શન કરી શકશે Lallooji & Sonsના પીઆરઓ(PRO) અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, હર વર્ષે નવેમ્બર મહિનાથી શરૂ થતી ટેન્ટ સિટી (tent city rann utsav) આ વર્ષે થોડા દિવસ પહેલા એટલે કે ઓકટોબર મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થશે. આ વર્ષે 26 ઓકટોબરથી ટેન્ટ સિટીનો (tent city rann utsav) શુભારંભ કરવામાં આવશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેન્ટ સિટીની થીમ રણ કે રંગ રાખવામાં આવશે જે થકી લોકો કચ્છની સંસ્કૃતિના રંગોના દર્શન કરી શકશે.

રણોત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
રણોત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

સુપર પ્રીમિયમ કેટેગરીનું ટેન્ટ ઉમેરવામાં આવ્યા વધુ માહિતી આપતા અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ વર્ષના રણોત્સવ (Kutch rann utsav) માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગઈ છે. તો દેશના દરેક ખૂણેથી પ્રવાસીઓ પોતાની બુકિંગ કરાવી રહ્યા છે. આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે અને સુપર પ્રીમિયમ કેટેગરીનું ટેન્ટ ઉમેરવામાં આવ્યું છે. તો ટેન્ટ સિટીમાં (tent city rann utsav) રોકાતા પ્રવાસીઓને કચ્છના વિવિધ સ્થળોના દર્શન કરાવવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરે છે રણોત્સવ

ગત વર્ષે 1,71,360 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી કચ્છમાં કોરોના કહેર અને ઠંડીની શીતલહેર વચ્ચે ગત વર્ષે ધોરડોના સફેદ રણમાં (Kutch rann utsav) 1લી નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવનું આખરે 20મી ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. કચ્છના સફેદ રણનો (white desert kutch) પ્રાકૃતિક આનંદ માણવા ગત વર્ષે 112 દિવસ ચાલેલા રણોત્સવ દરમિયાન કુલ 1,71,360 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી 83 જેટલા વિદેશી પ્રવાસી હતા. ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 28,120 પરમીટ આપવામાં આવી હતી જેમાંથી 23,888 લોકલ પરમીટનો સમાવેશ થાય છે ઉપરાંત 4230 ઓનલાઇન પરમીટ હતી. તો આ વર્ષે તંત્રને કુલ રૂ. 1,76,38,700ની આવક થઈ છે.

Last Updated : Oct 20, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.