ETV Bharat / state

'કચ્છમાં પ્રવાસનનો સકારાત્મક વિકાસ થયો': રાજયપાલ આચાર્ય દેવવ્રત

author img

By

Published : Feb 12, 2020, 1:40 PM IST

Updated : Feb 12, 2020, 3:55 PM IST

કચ્છની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, કચ્છનું સફેદ રણ દેશ-વિદેશના લાખો પ્રવાસીઓને કચ્છમાં ખેંચવાની તાકાત ધરાવે છે.

aa
કચ્છમાં પ્રવાસનનો સકારાત્મક વિકાસ થયો છેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત

કચ્છ: રાજ્યપાલ દેવવ્રતે પત્રકારોની સાથે ઔપચારિક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, 2022માં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું વાતાવરણ બનાવવામાં આવશે. જે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કચ્છમાં ખેડૂતો સાથેની મુલાકાત ખુબ જ સરસ રહી હતી. ખેડૂતો પાકૃતિક અને સફળ ખેતી સાથે 2-3 ગણી આવક વધારી શકે છે. કચ્છના પ્રવાસને આવરી લેતા મહામહિમે જણાવ્યું હતું કે, કચ્છના સફેદ રણની મુલાકાત સહિતના પ્રવાસથી એ બાબત સ્પષ્ટ છે કે, કચ્છમાં સકારાત્મક પ્રવાસનની તકો વિકસી છે. કાળો ડુંગર, ધોરડો ગામનું નિરીક્ષણ, વણકરભાઈઓ સાથે મુલાકાત સાથે એક રણના વિકાસ થકી મોટી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.

કચ્છમાં પ્રવાસનનો સકારાત્મક વિકાસ થયોઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત
કચ્છમાં પ્રવાસનનો સકારાત્મક વિકાસ થયો છેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત
કચ્છમાં પ્રવાસનનો સકારાત્મક વિકાસ થયો છેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત
ભુજ નજીક આશાપુરા ફાર્મની મુલાકાત લીધી હતી. ખેડૂત આગેવાન હરીશભાઈ ઠક્કરે આધુનિક ખેતીમાં કરેલા વિકાસ અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. જે દરમિયાન રાજ્યપાલે શ્રૃજન દ્વારા અજરખપુર ગામે બનાવાયેલા LLDC ખાતે મુલાકાત લેતા સંસ્થાના ટ્રસ્ટી મહેશ ગોસ્વામીએ સંસ્થાની સમગ્ર પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યાં હતાં. 'પરંપરાગત હસ્તકલાને ઉજાગર કરતા મ્યુઝિયમ, ક્રાફ્ટ સ્ટૂડિયો, રિસર્ચ એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર વગેરેની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી. તથા મ્યુઝિયમમાં રજૂ થયેલા કચ્છી લોકજીવનને રજૂ કરતા ઘરેણાઓ, વાસણો, પાઘડીઓ, પટારા, કબાટ તથા ભરતકામમાં વપરાતા આભલા, દોરા, પેચવર્ક, જરદોશી વર્ક વગેરેથી રાજ્યપાલ રસપૂર્વક વાકેફ થયાં હતાં.
કચ્છમાં પ્રવાસનનો સકારાત્મક વિકાસ થયો છેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત
કચ્છમાં પ્રવાસનનો સકારાત્મક વિકાસ થયો છેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત

કચ્છી ભરતકામમાં વંશપરંપરાથી ચાલ્યું આવતું ભરતકામ નવા લિબાસમાં રજૂ થયેલું હતું. અજરખપુર ગામે ઈસ્માઈલ મોહમ્મદ ખત્રીના ક્રાફ્ટ સ્ટુડિયોની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનો અનુભવ કરાવતાં ભુજના પ્રાગમહેલ અને આઇના મહેલની મુલાકાત લીધી હતી. પ્રાગમહેલની મુલાકાત વેળાએ કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા તેમજ મયૂરધ્વજસિંહ જાડેજાએ રાજ્યપાલને આવકાર્યા હતા. આયના મહેલમાં હનુમંતસિંહજી જાડેજા, મોહનભાઈ શાહ અને નારણજી જાડેજાએ આવકાર્યા હતા અને આઈના મહેલના ઈતિહાસ અને સ્થાપત્ય કળા અંગે માહિતગાર કર્યા હતા.

Last Updated : Feb 12, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.