ETV Bharat / state

જુઓ, કચ્છને દુષ્કળ મુકત બનાવવા કઇ રીતે થઇ રહ્યાં છે પ્રયાસો...

author img

By

Published : Sep 13, 2019, 2:48 PM IST

કચ્છઃ જિલ્લાને દુષ્કાળ મુકત થાય તેવા પ્રયત્ન થઈ રહ્યા હતાં. કચ્છના તંત્રએ ઘાસચારા અને પાણી માટે એક વ્યાયામ શરૂ કર્યો હતો, જેને લઇને રાપર તાલુકાના બાદરગઠમાં વનવિભાગ દ્વારા ઘાસચારાનું વાવેતર કરાયું છે.

કચ્છને દુષ્કળ મુકત બનાવવા થઈ રહયા છે પ્રયાસો

બાદરગઢ રખાલમાં વન વિભાગ દ્વારા ઘાસનું વાવેતર કરાયું હતું. જેની ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત લેવાઇ હતી. જેમાં વન્ય અભ્યારણ્ય વિસ્તાર ધરાવતા પૂર્વ કચ્છના રાપર તાલુકામા વન તંત્ર દ્વારા વન્ય પ્રાણીઓ અને અન્ય પશુઓ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે કચ્છના મુખ્ય વન સંરક્ષક એ.સી.પટેલ, પૂર્વ કચ્છ ડી.એફ.ઓ પી.એ.વિહોલના માર્ગદર્શન હેઠળ રાપર દક્ષિણ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા તાલુકાના બાદરગઢ વીડી રખાલમાં અનામત વન વિસ્તારમાં અંદાજે 80 હેકટરમાં ઘાસ વાવેતર યોજના હેઠળ વાવણી કરાઇ હતી.

જુઓ, કચ્છને દુષ્કળ મુકત બનાવવા કઇ રીતે થઇ રહ્યાં છે પ્રયાસો...
રાપરના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલ પરમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ વિસ્તારમાં ધામણ, કરંડ, હમાટા સહિતના ઘાસચારાનું વાવેતરનું નિરીક્ષણ કર્યું હતું. દેશી ઔષધિ તરીકે ઉપયોગમાં આવતા ગૂગળ, પીલુ, દેશી બાવળ, બોરડ, ખીજડો, હરમો, જંગલી લીંયાત, બાવળ સહિતના વૃક્ષનું નિરીક્ષણ કર્યું હતું.રાપર દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આઇ.જે.મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આવેલા ગાંડા બાવળની ઝાડી દૂર કરીને કબાઉ દ્વારા ચાસ પાડીને વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વનપાલ વાસુદેવ જોશીએ જણાવ્યું કે, વાવેતર કરાયેલું ઘાસ સાડા ત્રણ ફૂટ જેટલું હતું, આવનારા દિવસોમાં વન્ય પ્રાણી અને અન્ય પશુઓ માટે ઘાસ અનામત રખાશે તેમજ સરકારી આદેશ અનુસાર જથ્થાનો સંગ્રહ કરીને અછતના કપરાં કાળ દરમિયાન પશુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
Intro:કચ્છમાં ્ર વર્ષે સારા વરસાદને પગલે દુષ્કાળ ગાયબ થઈ ગયો છે. પણ હવે સમય છે દુ્ષ્કાળ મુકત કચ્છનો અને તેના પ્રયાસો પણ શરૂ કરી દેવાયા છે. કચ્છના તંત્રએ ઘાસચારા અને પાણી માટે એક વ્યાયામ શરૂ કર્યો છે જે સફળ થશે તો કચ્છને દુષ્કાળ અને અછતના સમયમાં તકલીફ નહી પડે. રાપર તાલુકાના બાદરગઠમાં વનવિભાગ દ્વાર ઘાસચારાનું વાવેતર કરાયું છે.
Body:બાદરગઢ રખાલમાં વન વિભાગ દ્વારા ઘાસનું વાવેતર કરાયું છે. ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત લેવાઇ હતી. વન્ય અભયારણ્ય વિસ્તાર ધરાવતા પૂર્વ કચ્છના રાપર તાલુકામા વન તંત્ર દ્વારા વન્ય પ્રાણીઓ અને અન્ય પશુઓ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કચ્છના મુખ્ય વન સંરક્ષક એ.સી. પટેલ, પૂર્વ કચ્છ ડી.એફ.ઓ. પી. એ. વિહોલના માર્ગદર્શન હેઠળ રાપર દક્ષિણ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા તાલુકાના બાદરગઢ વીડી રખાલમાં અનામત વન વિસ્તારમાં અંદાજે 80 હેકટરમાં ઘાસ વાવેતર યોજના હેઠળ વાવણી કરાઇ છે.

રાપરના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલ પરમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ વિસ્તારમાં ધામણ, કરંડ, હમાટા સહિતના ઘાસચારાનું વાવેતરનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત દેશી ઔષધિ તરીકે ઉપયોગમાં આવતા ગૂગળ, પીલુ, દેશી બાવળ, બોરડ, ખીજડો, હરમો, જંગલી લીંયાત, બાવળ સહિતના વૃક્ષનું નિરીક્ષણ કર્યું હતું.

રાપર દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આઇ. જે. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આવેલા ગાંડા બાવળની ઝાડી દૂર કરીને કબાઉ દ્વારા ચાસ પાડીને વાવેતર કરવામાં આવ્યું છે. વનપાલ વાસુદેવ જોશીએ જણાવ્યું કે, આ વાવેતર કરાયેલું ઘાસ સાડા ત્રણ ફૂટ જેટલું છે અને આવનારા દિવસોમાં વન્ય પ્રાણી અને અન્ય પશુઓ માટે અનામત રખાશે તેમજ સરકારી આદેશ અનુસાર આ જથ્થાનો સંગ્રહ કરીને અછતના કપરાં કાળ દરમિયાન પશુઓ માટે ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. ઉપરાંત આ વિસ્તારમાં આવેલા અન્ય વન વિસ્તારમાં ઘાસચારો વાવેલો છે અને તે વન્ય પ્રાણીઓ માટે ઉપયોગી સાબિત થઇ રહ્યો છે તેમ ઉમેર્યું હતું. આ મુલાકાત સમયે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા

બાઈટ
સુશીલ પરમાર
ઇન્ચાર્જ પ્રાંત અધિકારી
રાપર
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.